આજે પણ પોતાની પુત્રવધુઓને પગે લાગીને ઘરની બહાર નીકળે છે મહેશ સવાણી…,જાણો એવું તો શું કારણ છે કે…
હજુ થોડા દિવસો પહેલા જ મહેશભાઈ સવાણીએ 300 દીકરીઓના લગ્ન કરાવ્યા છે. લગ્ન થઈ ગયા બાદ પણ મહેશભાઈ સવાણી દીકરીઓની સાર સંભાળ રાખે છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન મહેશભાઈ સવાણીએ જણાવ્યું કે, મારે વધારેમાં વધારે દીકરીઓના લગ્ન કરાવવા છે. મારી પાસે અદાણી અંબાણી જેટલો રૂપિયો હોત તો હું આખા ગુજરાતની દીકરીઓના લગ્ન કરાવી દેત.
મહેશભાઈ સવાણી કોઈપણ સ્ત્રીને ભગવાનનું રૂપ માને છે. તમને જાણીને નવાઈ લાગશે કે, આજના સમયમાં પણ જ્યારે મહેશભાઈ સવાણી પોતાના ઘરની બહાર જાય છે તે પહેલા પોતાની બંને પુત્રવધુઓના ચરણસ્પર્શ કરે છે અને પછી ઘરની બહાર જાય છે.
મહેશભાઈ સવાણીએ પોતાના દીકરા મોહિતના લગ્નની અંદર બધાની નજરની સામે પોતાની પુત્રવધુના ચરણ સ્પર્શ કર્યા હતા. મહેશભાઈ સવાણી વાતચીત કરતા જણાવ્યું કે, મેં મારી પુત્રવધુ અને કોઈ દિવસ પુત્રવધુ કહી જ નથી. હું મારા ઘરની બહાર નીકળું ત્યારે મારી બંને દીકરીઓ એટલે કે બંને દીકરા મિતુલ અને મોહિતની પત્ની જાનકી અને આયુષીને પગે લાગીને ઘરની બહાર નીકળું છું.
મહેશભાઈ સવાણીએ વધુમાં જણાવ્યું કે હું મારી બંને દીકરીઓને ભગવાન માનું છું અને તે જગતની જનનીઓ છે. તેમને જ મારો વંશ આગળ વધારવાનો છે. મહેશભાઈ ના આ કાર્યની ચર્ચાઓ સોશિયલ મીડિયામાં ચારેયબાજુ ચાલી રહી છે અને તેમના આ કાર્ય વિશે સાંભળીને લોકો તેમના મન મૂકીને વખાણ કરી રહ્યા છે.
મહેશભાઈ સવાણી જણાવે છે કે મારા પિતાએ મને એક વસ્તુ શીખવાડી છે. પૈસા કમાતા પહેલા પૈસા અને વાપરતા શીખો. પૈસા કમાઈને પણ પૈસા કઈ જગ્યા ઉપર તમે વાપરો છો તે વધારે મહત્વનું છે. એટલા માટે અમારા પરિવારની અંદર સંસ્કારો મા બાપ પાસેથી જ મળ્યા છે.