ખેડબ્રહ્મામાં આજે પણ માં અંબે સાક્ષાત બિરાજમાન છે, મંદિરમાં માં અંબેના દર્શન માત્રથી જ ભક્તોની માનેલી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
ગુજરાતમાં મિત્રો ઘણા બધા નાના મોટા દેવી દેવતાઓના મંદિરો આવેલા છે, દરેક મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે, દર્શન કરીને ભક્તો તેમના જીવનમાં આવતા બધા જ દુઃખો દૂર કરીને તેમના જીવનમાં ધન્યતા અનુભવતા હોય છે, આજે આપણે એક તેવા જ મંદિર વિષે વાત કરીશું, આ મંદિર ખેડબ્રહ્મામાં આવેલું છે.
ખેડબ્રહ્મામાં આજે પણ માં અંબે હાજરા હજુર બિરાજમાન છે, માં અંબેના આ મંદિરને મીની અંબાજી તરીકે પણ ઓળખવામાં આવે છે, તેથી ભક્તો મોટી સંખ્યામાં માં અંબેના દર્શન કરવા માટે આવતા હોય છે, દરેક ભક્તો માં અંબેના દર્શન કરીને તેમના જીવનમાં ધન્યતા અનુભવતા હોય છે, આ મંદિરમાં ભક્તો ભાદરવી પૂનમના દિવસે લાખોની સંખ્યામાં આવતા હોય છે.
માં અંબેના દર્શન કરવા માટે ભાદરવી પૂનમના દિવસે ભક્તો માટે ખુબ જ અનેરું મહત્વ રહેલું છે, તેથી ભક્તો અલગ અલગ વિસ્તારમાંથી માં અંબેના આર્શીવાદ લેવા માટે આવતા હોય છે, ભાદરવી પૂનમના દિવસે ખેડબ્રહ્મા મેળો પણ ભરાતો હોય છે એટલે ભક્તો માં અંબેના દર્શનની સાથે સાથે મેળાની પણ મજા માણતા હોય છે.
માં અંબેના આ મંદિરમાં બીજા દેવી દેવતાઓની મૂર્તિને પણ સ્થાપિત કરવામાં આવી છે એટલે ભક્તો માં અંબેના દર્શનની સાથે સાથે મંદિરમાં બિરાજમાન દેવી દેવતાઓના દર્શન કરીને તેમના જીવનમાં ધન્યતા અનુભવતા હોય છે,
ઘણા ભક્તો જુદી જુદી માનતાઓ પણ માનતા હોય છે અને જયારે ભક્તોની માનેલી મનોકામનાઓ પુરી થાય એટલે માં અંબેના મંદિરમાં આવીને માનતા પુરી કરીને માં અંબેના આર્શીવાદ લેતા હોય છે.