લાખો લોકોને હસાવનાર એવા “જેઠાલાલ” ગુજરાતના આ નાનકડા ગામના છે, તો ચાલો જાણીએ તેમના વિશે ન સાંભળેલી વાતો…
મિત્રો તમે બધા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલમાં જેઠાલાલનું પાત્ર ભજવનાર દિલીપ જોશીને તો જરૂર ઓળખતા હશો. નાની ઉંમરના બાળકોથી લઈને મોટી ઉંમરના વ્યક્તિઓ જેઠાલાલના પાત્રને ખૂબ જ પસંદ કરે છે. છેલ્લા 12 વર્ષથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલનું પાત્ર ભજવીને દિલીપ જોશી બધાને મનોરંજન કરાવતા જોવા મળી રહ્યા છે.
ત્યારે આજે આપણે જેઠાલાલના જીવનની કેટલીક અંગત વાતો વિશે વાત કરવાના છીએ. દિલીપ જોશીનો જન્મ 26 મે 1968ના રોજ ગુજરાતના પોરબંદર ખાતે થયો હતો. તેમને BCA કરતી વખતે ભારતીય રાષ્ટ્રીય થિયેટર શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો. દિલીપ જોશીના લગ્ન જયમાલા જોશી સાથે થયા છે.
તેમને બે બાળકો છે. જેમનું નામ નિયતિ જોશી અને ઋત્વિક જોશી છે. દિલીપ જોશી એ 1989 થી રંગમંચ અને ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. 2008માં શરૂ થયેલી સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા તેમના જીવનમાં ખૂબ જ મોટો વળાંક આવ્યો હતો. ત્યાર પછી તો દિલીપ જોશી એક નવી ઊંચાઈ હાંસલ કરી હતી.
દિલીપ જોશીએ સૌપ્રથમ સલમાન ખાનના “મેને પ્યાર કિયા” ફિલ્મમાં રસોયાની ભૂમિકા ભજવી હતી. ત્યાર પછી તેમને સલમાન ખાનની અન્ય એક ફિલ્મ “હમ આપકે હે કોન”માં પણ કામ કર્યું છે. દિલીપ જોશીએ 12 વર્ષની અભિનય શરૂ કરી દીધું હતું. તેમને શાળામાં નાની ઉંમરે નાટકમાં ભાગ લીધો હતો.
મુંબઈ આવ્યા પછી દિલીપ જોશે પોતાના કોલેજ સમય દરમિયાન ઘણા બધા નાટકોમાં અભિનય કર્યો હતો. મિત્રો તમે જણાવી દે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું જેઠાલાલનું પાત્ર આજે ઘર ઘરમાં જાણીતું છે. તેમને આ પાત્ર ભજવવા માટે 5 ટેલી પુરસ્કારો અને 2 ITA પુરસ્કાર મળ્યા છે.
મિત્રો તમને જણાવી દઈએ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ડાયરેક્ટર આશિક મોદીએ સૌપ્રથમ દિલીપ જોશીને જેઠાલાલના પિતા “ચંપકલાલ ગડા”નો રોલ ઓફર કર્યો હતો. જેના જવાબમાં દિલીપ જોશી એ તેમને કહ્યું હતું કે મારાથી વૃદ્ધ વ્યક્તિનો રોલ નહીં થઈ શકે. તેના બદલામાં દિલીપ જોશી એ જેઠાલાલનો રોલ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.