ઓમીક્રોનના સબ વેરિયન્ટ XBB.1.5ની ભારતમાં એન્ટ્રી, ગુજરાતમાં મળ્યો પહેલો કેસ
નવા વર્ષના સેલિબ્રેશનની તૈયારીઓ વચ્ચે ઓમીક્રોનના નવા સબ વેરિયન્ટ XBB.1.5એ ભારતમાં દસ્તક દઇ દીધી છે. ભારતીય SARS CoV-2 જીનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG)ના ડેટા મુજબ ઓમીક્રોનના XBB.1.5 સબ વેરિયન્ટે ડિસેમ્બરમાં જ ભારતમાં ધાબો બોલી દીધો છે. આ વેરિયન્ટનો પહેલો કેસ ગુજરાતમાં મળ્યો છે. કોરોનાના નવા વેરિયન્ટ BF.7 વચ્ચે ઓમીક્રોનનો નવો વેરિયન્ટ ચિંતા વધારવાનો છે. આ વેરિયન્ટના સૌથી વધુ કેસ અમેરિકામાં આવી રહ્યા છે.
XBB.1.5, ઓમીક્રોનનો એક સબ વેરિયન્ટ છે, જેને ઇન્ટરનેશનલ વૈજ્ઞાનિકોએ ન્યૂયોર્કમાં કોવિડ કેસો માટે જવાબદાર ઠેરવ્યો છે. સાથે જ ન્યૂયૉર્કની હૉસ્પિટલોમાં દાખલ મોટા ભાગના કોરોના કોરોનાના દર્દી આ વેરિયન્ટથી પીડિત છે. XBB વેરિયન્ટ BA.2.10.1 અને BA.2.75થી મળીને બન્યો છે. એ ભારત સિવાય દુનિયાના 34 અન્ય દેશોમાં ફેલાયેલો છે. આ વેરિયન્ટ ઓમીક્રોન પરિવારના બધા વેરિયન્ટની તુલનામાં સૌથી ખતરનાક છે. ભારતમાં હાલમાં BF.7ના કેસ ગુજરાત અને ઓરિસ્સામાં મળ્યા છે.
ગુજરાતમાં BF.7થી પીડિત કોરોના દર્દીના સેમ્પલની જીનોમ સિક્વેન્સિંગ બાદ ઓમીક્રોનના XBB.1.5 વેરિયન્ટનો પહેલો કેસ સામે આવ્યો છે. મહારાષ્ટ્રના સર્વિલાન્સ અધિકારી ડૉ. પ્રદીપ આવટેએ જણાવ્યું કે, અમે વાયરસના જેનેટિક ફૂટપ્રિન્ટ્સ પર નજર રાખી રહ્યા છીએ. રાજ્ય 100 ટકા જીનોમિક સિક્વેન્સિંગ કરી રહ્યું છે, જ્યારે વિદેશોથી ભારતમાં આવતા લોકોનું પણ થર્મલ સ્ક્રિનિંગ અને 2 ટકા રેન્ડમ સેમ્પલિંગ શરૂ થઇ ગઇ છે. ત્યારબાદ પોઝિટિવ સેમ્પલને જીનોમ સિક્વેન્સિંગ માટે મોકલવામાં આવી રહ્યું છે.
આવટેએ કહ્યું કે, આપણી પાસે મહારાષ્ટ્રમાં XBB સબ વેરિયન્ટના 275 કરતા વધુ કેસ છે, પરંતુ XBB.1.5 એક અલગ પ્રકારનો સબ વેરિયન્ટ છે, તેની ટ્રાન્સમિસિબિલિટી બાબતે ઘણી ઓછી જાણકારી છે, પરંતુ XBBના પરિવાર સાથે જોડાયેલા કારણ આ સબ વેરિયન્ટના સામાન્ય પ્રભાવ હોવાની સંભાવના છે. કોરોનાનો નવો વેરિયન્ટ BF.7 ચીન, અમેરિકા, બ્રિટન, બેલ્જિયમ, જર્મની, ફ્રાંસ અને ડેનમાર્ક સહિત આખી દુનિયાના ઘણા અન્ય દેશોમાં જોવા મળ્યો છે, પરંતુ એ જરૂરી નથી કે ચીન સિવાય અન્ય દેશો પણ એટલો જ ખતરનાક સાબિત થાય.
ભારતમાં પણ તેના કેસ ઓછા જોવા મળી રહ્યા છે, જ્યારે ઓમીક્રોન વેરિયન્ટના જ સબ વેરિયન્ટ XBBના કેસ વધુ સામે આવી રહ્યા છે. એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ, આખી દુનિયામાં આ સ્ટ્રેન છે અને જે પણ કોરોનાના દર્દી મળી રહ્યા છે તેમાંથી 40-50 ટકામાં XBBનું સંક્રમણ મળી રહ્યું છે. તેને ડેલ્ટા વેરિયન્ટથી પણ 5 ગણો વધારે ઘાતક બતાવવામાં આવ્યો છે. આ સબ વેરિયન્ટની ઓળખ સૌથી પહેલા સિંગાપુર અને અમેરિકામાં જોવા મળ્યો હતો.