ઈંગ્લેન્ડમાં લાખોની નોકરીને ઠોકર મારીને ગુજરાત આવીને આ કપલે શરુ કરી ખેતી- ઍર હોસ્ટેસ પત્ની દોવે છે ભેંસો અને પતિ ખેતરમાં કરે છે કામ
વર્ષ ૨૦૧૮ થી પોરબંદરના એક નાના ગામ બેરણમાં રહેવાવાળા રામદે અને ભારતી ખુટી યુટ્યુબ પર એક ચેનલ ચલાવી રહેલ છે. જેમાં તેઓ ગામડાનાં જીવન અને અહિયાં ની જીવનશૈલી વિશે લોકોને જણાવે છે. વ્યવસાયથી ખેડુત રામદે ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા વિડીયો પોતાની ચેનલમાં પોસ્ટ કરે છે. ગામડા સાથે જોડાયેલા તેના વિડીયો લોકોને એટલા પસંદ આવે છે કે હવે યુટ્યુબ તેની કમાણીનો એક સ્ત્રોત બની ગયેલ છે.
જોકે વર્ષ ૨૦૧૫ સુધી રામદે અને તેની પત્ની ભારતી ગામડાના જીવનથી ઘણા દુર લંડન રહેતા હતા. અહીંયા તેઓ બંને સારી નોકરી કરતા હતા અને સારા પૈસા કમાઈ રહ્યા હતા. પરંતુ ગામડા સાથે અને પોતાના પરિવારથી દુર રહીને તેઓ ખુશ હતા નહીં, ત્યારબાદ તેમણે બધું છોડીને ગામડામાં પરત ફરવાનો નિર્ણય કર્યો હતો.
મીડિયા સાથે વાતચીત કરતા સમયે રામદે એ કહ્યું હતું કે યુટ્યુબ ચેનલ ની શરૂઆત કોઈ પણ પ્લાનિંગ વગર થયેલી હતી. તમને જાણીને આશ્ચર્ય થશે કે એક સામાન્ય ભેંસ નું દુધ કાઢવાનો અમારો વિડિયો સૌથી પહેલા વાયરલ થયો હતો. તે સમયે યુટ્યુબ ઉપર ભેંસનું દુધ કાઢવાનો કોઈ વિડિયો હતો જ નહીં. ૪ વર્ષ બાદ આજે ‘Live Village Life with Om & Family’ નામથી તેમની યુટ્યુબ ચેનલ ને ૧ મિલિયનથી પણ વધારે લોકો સબસ્ક્રાઇબ કરી ચુક્યા છે.
ખેડુત પરિવાર સાથે સંબંધો ધરાવનાર રામદે અને ભારતી એક ગામડા માંથી જ આવે છે. વર્ષ ૨૦૦૬માં ખેતીમાં નુકસાનને કારણે રામદે એ ગામડું છોડીને પૈસા કમાવા માટે વિદેશ જવાનો નિર્ણય કર્યો હતો. લંડન તેની બહેન નું સાસરીયુ પણ હતું. એટલા માટે તેણે લંડન જઈને કામ કરવાનું વિચાર્યું. રામદે ૧૨ ધોરણ પાસ છે અને અહીંયા તે રિટેલ સેક્ટરમાં કામ કરતો હતો.
ધીરે-ધીરે ત્યાંનું જીવન તેને પસંદ આવવા લાગ્યું, પરંતુ ગામડામાં રહેવું અને ખેતરમાં પિતાની સાથે કામ કરવું તેને હંમેશા યાદ આવતું હતું. વર્ષ ૨૦૧૨માં લગ્ન બાદ તેને પોતાની પત્નીને વિદેશમાં અભ્યાસ કરવાનો નિર્ણય કર્યો. રામદે કહે છે કે મેં વધારે અભ્યાસ કરેલો નથી, પરંતુ જ્યારે હું લંડન હતો અને સારા પૈસા કમાઈ રહ્યો હતો, તો મેં પોતાની પત્નીને લંડન જ અભ્યાસ કરવાનો નિર્ણય કર્યો.
ભારતીય લંડન જ હોસ્પિટલિટી મેનેજમેન્ટ નો અભ્યાસ કરેલો છે. ભારતી પણ અભ્યાસ બાદ બ્રિટિશ એયરવેજ માં નોકરી કરી રહી હતી અને રામદે સેક્ટરમાં મેનેજરનું કામ કરી રહ્યો હતો. અહીંયા બધું ખુબ જ સારી રીતે ચાલી રહ્યું હતું. પરંતુ ત્યારે તેમણે ભારત પરત ફરવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે તેમણે નક્કી કર્યું કે તેઓ હવે ગામડે પરત ફરવાના છે, ત્યારે બધાએ તેમને ખુબ જ સમજાવ્યા હતા કે ગામડામાં કંઈ રાખ્યું નથી. અહીંયા નું સારું જીવન છોડીને શા માટે ગામડામાં પરત ફરી રહ્યા છો.
રામદે કહે છે કે પોતાના દીકરા ઓમ નાં જન્મ બાદ અમે બંનેએ તેને ભારતમાં જ મોટો કરવાનો નિર્ણય કર્યો હતો અને અમે ભારત પરત ફરી ગયા હતા. અમે અહીંયા આવીને થોડા વધારે ખેતર ખરીદ્યા અને પશુપાલન પણ શરૂ કર્યું. મને ખેતી અને પશુપાલનની પહેલાથી જ જાણકારી હતી, પરંતુ હવે ભારતી પણ મારો સાથ આપી રહી છે અને તેને પણ બધું શીખી લીધું છે.
શરૂઆતમાં જ્યારે ભારતી ખેતી અને પશુપાલન શીખી રહી હતી, ત્યારે તેમણે આ બધી જાણકારીઓનો વિડીયો બનાવવાનું શરૂ કર્યું. રામદે કહે છે કે ભારતીને પહેલાથી જ વિડીયો બનાવવાનો શોખ રહેલો છે, એટલા માટે તે અમારા દીકરાના અને ગામનાં અલગ-અલગ વિડીયો બનાવતી રહેતી હતી. પહેલા અમારી કોઈ વ્યવસ્થિત ચેનલ હતી નહીં, પરંતુ પહેલો વિડીયો હીટ થયા બાદ અમે વધુ આવા વિડિયો બનાવવાના અને ચેનલ બનાવીને અપલોડ કરવાના શરૂ કર્યા.
રામદે અને ભારતી ગુજરાતનાં પહેલા વ્લોગર પરિવાર માંથી એક છે, જેમણે જૈવિક ખેતી ગામડાની પરંપરા ગ્રામીણ ભોજનથી લઈને પારિવારિક જીવન જેવા ઘણા પાસાઓને બતાવેલા છે. તેમના વીડિયોની સૌથી ખાસ વાત એ છે કે તેમના બધા જ વિડીયો કોઈપણ સ્ક્રિપ્ટ વગર અને એડિટિંગ વગર અપલોડ કરવામાં આવે છે. કદાચ એ જ કારણ છે કે લોકો તેમની સાથે જોડાયેલા હોવાનું મહેસુસ કરે છે.
હાલમાં તેઓ પોતાના ૧૫ એકરના ખેતરમાં ઓર્ગેનિક ફાર્મિંગ થી વાર્ષિક ૭ થી ૮ લાખ રૂપિયાનું નફો કમાઈ રહ્યા છે અને યુટ્યુબ ચેનલ થી મહિનાના ૧ લાખ થી પણ વધારે ની કમાણી કરી રહ્યા છે. રામદે અંતમાં કહે છે કે અમે ફક્ત ગામડામાં રહેવાની વકીલાત કરતા નથી, પરંતુ અમને ગામડાનું જીવન વધારે પસંદ છે એટલા માટે અમે પરત આવી ગયા અને આજે અમે ખુશ છીએ.
કારણ કે એજ કામ કરી રહ્યા છીએ, જેમાં અમને ખુશી મળે છે અને એટલા માટે અમને સફળતા પણ મળી. રામદે અને ભારતી આજે ફક્ત પોતાના ગામ માટે જ નહીં, પરંતુ સમગ્ર દેશના યુવાનો અને પરિવાર તથા દેશ સાથે જોડાઈ રહેવા માટે પ્રેરિત કરી રહ્યા છે.