Energy Park : અદાણી ગ્રીન એનર્જી ખાવડામાં 1.5 લાખ કરોડનું રોકાણ કરી વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક વિકસાવશે..

Energy Park : અદાણી ગ્રીન એનર્જી ખાવડામાં 1.5 લાખ કરોડનું રોકાણ કરી વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક વિકસાવશે..

Energy Park : વિશ્વના સૌથી વિશાળ રિન્યુએબલ એનર્જી પ્લાન્ટનું નિર્માણ કરવા અદાણી ગ્રીન એનર્જી રાજ્યના કચ્છ જિલ્લામાં ખાવડામાં 30 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી પ્લાન્ટને વિકસાવવા માટે રૂપિયા 1.5 લાખ કરોડનું રોકાણ કરશે.

Energy Park : આશરે 538 વર્ગ કિમી બંજર જમીન પર નિર્માણ પામવા જઈ રહેલો આ પ્લાન્ટ કદમાં દેશની આર્થિક રાજધાની મુંબઈ જેટલો અને પેરિસ કરતાં પાંચ ગણો વિશાળ હશે.આ સાથે ખાવડા રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ વિશ્વનો સૌથી વિશાળ પાવર પ્લાન્ટ બનશે.

Energy Park : અત્યારે ખાવડા પ્રોજેક્ટ ખાતે 2 ગીગાવોટ પાવર પ્રોડક્શન પૂરૂ થયું છે અને કંપની નાણાકીય વર્ષ 2024-25માં વધુ 4 ગીગાવોટ ઉત્પાદન કરવાનો ઉદ્દેશ ધરાવે છે, આ સાથે માર્ચ 2025 સુધીમાં તે 6 ગીગા વોટ થઈ જશે.

Energy Park
Energy Park

આ પણ વાંચો : Ahmedabad : અમદાવાદના માધુપુરા આવેલું છે જગદંબાનું મંદિર, 200 વર્ષથી થાય છે ઘીના બે અખંડ દીવા, માનતા માનો એટલી પૂરી..

અત્યારે અદાણી ગ્રીન એનર્જીના ખાવડા પ્રોજેક્ટ સાઈટ 30 વિન્ડ ટર્બાઈન ધરાવે છે. વિન્ડ ટર્બાઈન ઉપરાંત 40 લાખ સોલર પેન પણ લગાવશે. વર્ષ 2029 સુધીમાં સોલર પેનલની સંખ્યા વધારીને 7 કરોડ 50 લાખ કરવામાં આવશે. તેનાથી ઉર્જા ઉત્પાદન વર્ષ 2030 સુધીમાં 45 હજાર મેગાવોટ ક્ષમતા થઈ જશે.

Energy Park
Energy Park

આ પણ વાંચો : Health Tips : અજમાનું પાણી બ્લડ પ્રેશરથી લઈ શરદી સુધીની આ 5 બીમારીઓને દવા વિના કરે છે દુર..

આ વિસ્તારમાં પાણીની અછત વચ્ચે પાવર પ્લાન્ટની જાળવણીને સુનિશ્ચિત કરવા ખાવડાના AGEL પ્રોજેક્ટ સાઈટ વોટરલેસ ક્લિનિંગ રોબોટનો ઉપયોગ કરે છે. આ પ્રોજેક્ટ ભારતમાં એક વર્ષમાં 58 મિલિયન ટન કાર્બનનું ઉત્સર્જન ઓછું કરવામાં મદદરૂપ બનશે.

Energy Park
Energy Park

MORE ARTICLE : Chirag Yojana : ગરીબ બાળકોને પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવવાની મળશે તક, જાણો શું છે ચિરાગ યોજના..

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *