Energy Mission Machineries : એનર્જી મિશન મશીનરીઝની પબ્લિક ઇશ્યૂથી રૂપિયા 41.15 કરોડ એકત્રિત કરવાની યોજના, ઇશ્યૂ 9મી મેના રોજ ખૂલશે

Energy Mission Machineries : એનર્જી મિશન મશીનરીઝની પબ્લિક ઇશ્યૂથી રૂપિયા 41.15 કરોડ એકત્રિત કરવાની યોજના, ઇશ્યૂ 9મી મેના રોજ ખૂલશે

Energy Mission Machineries : શીટ મેટલ મશીનરીની વિવિધ રેન્જના ડિઝાઇનિંગ અને ઉત્પાદન સાથે સંકળાયેલી અમદાવાદ સ્થિત અગ્રણી કંપની એનર્જી મિશન મશીનરીઝ (ઈન્ડિયા) લિમિટેડ તેના એસએમઈ પબ્લિક ઇશ્યૂથી રૂ. 41.15 કરોડ એકત્રિત કરવાની યોજના બનાવી રહી છે.

કંપનીને નેશનલ સ્ટોક એક્સચેન્જના એનએસઈ ઇમર્જ પ્લેટફોર્મ પર તેનો પબ્લિક ઇશ્યૂ લોન્ચ કરવાની મંજૂરી મળી ગઈ છે. પબ્લિક ઇશ્યૂ 9 મેના રોજ સબ્સ્ક્રીપ્શન માટે ખૂલશે અને 13 મેના રોજ બંધ થશે.

Energy Mission Machineries : પબ્લિક ઇશ્યૂમાંથી મળનારી આવકનો ઉપયોગ સિવિલ કન્સ્ટ્રક્શન કામો, ગુજરાતમાં સાણંદ ખાતે હાલના ઉત્પાદન એકમમાં પ્લાન્ટ અને મશીનરી માટે, કાર્યશીલ મૂડી જરૂરિયાતોને પહોંચી વળવા તેમજ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે. હેમ સિક્યોરિટીઝ લિમિટેડ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે.

Energy Mission Machineries : ફ્રેશ ઇશ્યૂના આઈપીઓમાં પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના 29.82 લાખ ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂનો સમાવેશ થાય છે. પબ્લિક ઇશ્યૂમાં ઇક્વિટી શેરદીઠ રૂ. 131થી રૂ. 138ની પ્રાઇઝ બેન્ડ નક્કી કરવામાં આવી છે.

Energy Mission Machineries : રૂ. 41.15 કરોડની ઇશ્યૂમાંથી મળનારી આવકમાંથી કંપની ગુજરાતના અમદાવાદ જિલ્લામાં સાણંદ ખાતે આવેલા હાલના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ખાતે સિવિલ કન્સ્ટ્રક્શન કામ માટે રૂ. 6.86 કરોડ, નવા પ્લાન્ટ અને મશીનરી માટે રૂ. 7.43 કરોડ, કાર્યશીલ મૂડીની જરૂરિયાતો માટે રૂ. 15 કરોડનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે.

Energy Mission Machineries : અરજી માટેની લઘુતમ લોટ સાઇઝ 1,000 શેર્સ છે અને અરજી દીઠ રોકાણનું મૂલ્ય રૂ. 1.38 લાખ છે. આઈપીઓ માટે રિટેલ ઇન્વેસ્ટર ક્વોટા નેટ ઓફરના મહત્તમ 35 ટકા છે, એચએનઆઈ ક્વોટા મહત્તમ 15 ટકા અને ક્યુઆઈબી પોર્શન નેટ ઓફરના મહત્તમ 50 ટકા રાખવામાં આવ્યો છે. માર્કેટ મેકર પોર્શન 1.50 લાખ ઇક્વિટી શેર્સ રાખવામાં આવ્યો છે.

Energy Mission Machineries
Energy Mission Machineries

Energy Mission Machineries : એનર્જી મિશન મશીનરીઝ (ઈન્ડિયા) સીએનસી, એનસી અને કન્વેન્શનલ મેટલ ફોર્મિંગ મશીનો ડિઝાઇન કરે છે અને તેનું ઉત્પાદન કરે છે જે મેટલ ફેબ્રિકેશન સોલ્યુશન્સ માટે ઔદ્યોગિક ક્ષેત્રની જરૂરિયાતો સંતોષે છે. કંપનીના વિવિધ રેન્જના મેટલ ફોર્મિંગ મશીન્સમાં પ્રેસ બ્રેક મશીન્સ, શિયરિંગ મશીન્સ, પ્લેટ રોલિંગ મશીન્સ, આયર્નવર્કર મશીન્સ, હાઇડ્રોલિક પ્રેસીસ એન્ડ બસબાર બેન્ડિંગ, કટિંગ એન્ડ પંચીંગ મશીન્સનો સમાવેશ થાય છે.

કંપનીના મશીનો વિવિધ ઉદ્યોગોમાં વપરાય છે જેમ કે ઓટોમોટિવ, સ્ટીલ, પ્રી-એન્જિનિયર્ડ બિલ્ડિંગ્સ, ફર્નિચર, એચવીએસી, એગ્રીકલ્ચર ઇક્વિપમેન્ટ, રોડ કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ, એલિવેટર્સ, ફૂડ પ્રોસેસિંગ મશીનરી, મેટલવર્કિંગ વર્કશોપ્સ વગેરે.

આ પણ વાંચો : ASTRO TIPS : આ 5 વસ્તુઓથી ઘરમાં આવે છે લક્ષ્મી, રાતોરાત તમે પણ બની શકો છો કરોડપતિ

એનર્જી મિશન મશીનરીઝ (ઈન્ડિયા) લિમિટેડે ભારતમાં 20થી વધુ રાજ્યોમાં અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગ્રાહકોને તેની પ્રોડક્ટ્સ વેચેલી છે. આ ઉપરાંત કંપની અમેરિકા, સ્વિટ્ઝર્લેન્ડ, રશિયા, નેપાળ, કેન્યા, યુગાન્ડા, યુએઈ, સાઉદી અરેબિયા અને મીડલ ઇસ્ટના અન્ય દેશો સહિત વિશ્વભરમાં તેની પ્રોડક્ટ્સની નિકાસ કરે છે.

Energy Mission Machineries
Energy Mission Machineries

Energy Mission Machineries : કંપનીનું ઉત્પાદન એકમ ગુજરાતના અમદાવાદ જિલ્લામાં સાણંદ ખાતે આવેલું છે, જે 18,234 ચોરસ મીટર વિસ્તારમાં પથરાયેલું છે. આ ઉત્પાદન એકમ ISO 9001:2015 સર્ટિફાઇડ છે અને વાર્ષિક 900 મશીનો બનાવવાની સ્થાપિત ક્ષમતા ધરાવે છે. કંપનીએ ભારતના 20 રાજ્યોમાં અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેની પ્રોડક્ટ્સ વેચેલી છે જેમાં સૌથી વધુ આવક મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટકમાંથી આવે છે.

ડિસેમ્બર 2023માં પૂરા થતા નાણાંકીય વર્ષ 2023-24ના પહેલા નવ મહિના માટે કંપનીએ રૂ. 83.99 કરોડની કન્સોલિડેટેડ કુલ આવક, રૂ. 12.71 કરોડની એબિટા અને રૂ. 6.74 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. નાણાંકીય વર્ષ 2022-23 માટે કંપનીએ રૂ. 100.66 કરોડની કુલ આવક, રૂ. 13.61 કરોડની એબિટા અને રૂ. 7.90 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે.

30 ડિસેમ્બર, 2023 સુધીમાં કંપનીની નેટવર્થ રૂ. 39.28 કરોડ, રિઝર્વ્સ અને સરપ્લસ રૂ. 21.93 કરોડ નોંધાઈ છે. કંપનીના શેર એનએસઈના ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટ થશે.

Energy Mission Machineries
Energy Mission Machineries

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *