Electric vehicle : મોદી સરકારે 4 મહિના માટે લૉન્ચ કરી નવી યોજના, ઈલેક્ટ્રિક વ્હીકલ ખરીદવા પર થશે 50,000 રુપિયાનો ફાયદો..

Electric vehicle : મોદી સરકારે 4 મહિના માટે લૉન્ચ કરી નવી યોજના, ઈલેક્ટ્રિક વ્હીકલ ખરીદવા પર થશે 50,000 રુપિયાનો ફાયદો..

Electric vehicle : મિનિસ્ટ્રી ઓફ હેવી ઈન્ડસ્ટ્રીએ દેશની અંદર ઈલેક્ટ્રિક મોબિલિટને પ્રોત્સાહન આપવા માટે એક નવી યોજનાની જાહેરાત કરી હતી. સરકારે આ યોજના માટે એપ્રિલથી જુલાઈ 2024 સુધી 500 કરોડ રુપિયા ખર્ચ કરશે.

Electric vehicle : મિનિસ્ટ્રી ઓફ હેવી ઈન્ડસ્ટ્રીએ દેશની અંદર ઈલેક્ટ્રિક મોબિલિટને પ્રોત્સાહન આપવા માટે એક નવી યોજનાની જાહેરાત કરી હતી. સરકારે આ યોજના માટે એપ્રિલથી જુલાઈ 2024 સુધી 500 કરોડ રુપિયા ખર્ચ કરશે. નવી યોજના ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર અને ઈલેક્ટ્રિક થ્રી-વ્હીલર માટે તૈયારી કરી છે.

Electric vehicle
Electric vehicle

Electric vehicle : દેશમાં ઈલેક્ટ્રિક વ્હીકલને લોકો ઝડપથી અપનાવે અને મેન્યુફેક્ચરિંગ કાર્યક્રમનો બીજો તબક્કો 31 માર્ચ, 2024નાં રોજ ખતમ થઈ રહ્યો છે. એવામાં ભારે ઉદ્યોગ મંત્રી મહેન્દ્રનાથ પાંડેએ ઈ-પરિવહન પ્રમોશન યોજના 2024ની જાહેરાત કરતા જણાવ્યું કે નરેન્દ્ર મોદી સરકાર દેશમાં ઈ-વ્હીકલને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે.

આ પણ વાંચો : Ahmedabad : ડોક્ટરે ચમત્કાર કર્યો અન્નનળીનું ઓપરેશન કરી 2 વર્ષ બાદ દીકરીને જમતી કરી, અમદાવાદમાં થયું મફત ઓપરેશન…

Electric vehicle : આ યોજના અંતર્ગત દરેક ટૂ-વ્હીલર માટે 10,000 રપિયાની મદદ આપવામાં આવશે. જેનો હેતુ લગભગ 3.3 લાખ ટૂ-વ્હીલર્સ માટે મદદ કરવાનો છે. નાના થ્રી-વ્હીલરની ખરીદી માટે 25,000 રુપિયા સુધીની મદદ કરવામાં આવશે. એવામં 41,000થી વધુ વ્હીકલ સામેલ કરવામાં આવશે.

 મોટા થ્રી-વ્હીલર વાહન ખરીદવા માટે 50,000 રુપિયાની નાણાકીય મદદ કરવામાં આવશે. ફેમ-2 અંતર્ગત સબસિડી 31 માર્ચ, 2024 સુધી કે ધન ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી ઈ-વ્હીકલ માટે અમલમાં હશે.

Electric vehicle
Electric vehicle

Electric vehicle : આ પહેલા MHI અને ભારતીય પ્રોદ્યોગિક સંસ્થા રુડકીએ નવીનતા પ્રોત્સાહિત કરવા અને ઓટોમોટિવ અને ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) સેક્ટરને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી મળીને કામ કરવા માટે એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. મંત્રાલય દ્વારા ફાળવવામાં આવેલી કુલ 19.87 કરોડ રુપિયાના દાન અને ઉદ્યોગ ભાગીદારો ઉપરાંત 4.87 કરોડ રુપિયાના યોગદાનની સાથે કુલ પ્રોજેક્ટનો ખર્ચ 24.66 કરોડ રુપિયા છે.

more article : Health Tips : સાંધાના દુખાવા હોય તેણે આ 5 વસ્તુઓ ખાવાનું વિચારવું પણ નહીં, ખાશો તો પકડી લેશો ખાટલો..

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *