Electric car : આ કારને મળ્યું વિશ્વની સર્વશ્રેષ્ઠ ઇલેક્ટ્રિક કારનું બિરુદ, વર્લ્ડ કાર એવોર્ડમાં દેખાડ્યું વર્ચસ્વ, ટૂંક સમયમાં ભારતમાં આવશે..
Electric car : ન્યૂયોર્ક ઓટો શો દરમિયાન 2024 વર્લ્ડ કાર એવોર્ડ્સ આપવામાં આવ્યા હતા. તેમાં ઈલેક્ટ્રિક કારોની ધૂમ જોવા મળી હતી. આવો જોઈએ કઈ-કઈ કારને એવોર્ડ મળ્યા છે.
Electric car : 2024 વર્લ્ડ કાર એવોર્ડ્સમાં ઈલેક્ટ્રિક વ્હીકલ્સ (EVs)ની ધૂમ જોવા મળી. તેમાં Kia ની EV9 સૌથી આગળ રહી. આ પ્રતિષ્ઠિત કાર્યક્રમનું આયોજન ન્યૂયોર્ક ઓટો શો દરમિયાન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટ પર દુનિયાભરની નજર હતી.
Electric car : Kia EV9 એ વર્લ્ડ કાર ઓફ ધ યર (WCOTY)નો ખિસાત જીત્યો અને તેણે BYD Seal અને Volvo EX30 જેવા વિરોધીઓને પછાડ્યા હતા. તમને જણાવી દઈએ કે આ કારને ભારતમાં ઓટો એક્સપો 2023 દરમિયાન એક કોન્સેપ્ટ વ્હીકલ તરીકે રજૂ કરવામાં આવી હતી. તેમાં 29 દેશના 100થી વધુ ઓટો જર્નાલિસ્ટે ભાગ લીધો અને અલગ-અલગ કેટેગરીમાં 38 વ્હીકલ્સનું મૂલ્યાંકન કર્યું હતું.
તમને જણાવી દઈએ કે કિયાની EV9 એ વર્લ્ડ કાર ઓફ ધ યર સિવાય 2024 વર્લ્ડ ઈલેક્ટ્રિક વ્હીકલ એવોર્ડ પણ પોતાના નામે કર્યો છે. આ રીતે કારે ઈલેક્ટ્રિક સેગમેન્ટમાં પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે. ભારતીય બજારમાં તેને જલ્ગી કમ્પલીટલી બિલ્ટ યુનિટ (CBU)તરીકે ઉતારવામાં આવશે. તેને અહીં 76.1 kWh અને 99.8 kWh વાળા બે બેટરી વિકલ્પમાં ઉતારવામાં આવશે.
આ પણ વાંચો : ASTRO TIPS : ભગવાનને ભોગ અર્પણ કરતી વખતે ઘંટડી કેમ અને કેટલીવાર વગાડવી જોઈએ ?
આ શો દરમિયાન Ioniq 5 N દ્વારા Hyundaiપણ ચર્ચામાં રહી હતી. આ કારને 2024 વર્લ્ડ પરફોર્મંસ કારનું ટાઈટલ આપવામાં આવ્યું છે. આ વ્હીકલ પોતાના 84 kWh બેટરી પેક દ્વારા ગજબનું પરફોર્મંસ આપે છે.
આ કાર માત્ર 3.4 સેકેન્ડ્સમાં 0-100 kmph ની સ્પીડ પકડી લે છે. તો બીજીતરફ BMW એ પોતાની 5 Series અને i5 મોડલ્સ દ્વારા 2024 વર્લ્ડ લગ્ઝરી કાર એવોર્ડ પોતાના નામે કર્યો છે. તે પોતાના 20 વર્ષના ઈતિહાસમાં વર્લ્ડ કાર એવોર્ડ્સમાં બ્રાન્ડની નવમી જીત છે.
આ પણ વાંચો : Good Friday : પવિત્ર અઠવાડિયું શું છે ? શા માટે અને કેવી રીતે ઉજવવામાં આવે છે ?
આ રીતે Volvo ની EX30 ઈલેક્ટ્રિક ક્રોસઓવરને 2024 વર્લ્ડ અર્બન કારનું ટાઈટલ આપવામાં આવ્યું છે. આ સાથે વર્લ્ડ કાર એવોર્ડમાં બ્રાન્ડની બીજી જીત હતી. આ પહેલા વર્ષ 2018માં Volvo XC60 એ એક એવોર્ડ પોતાના નામે કર્યો હતો.
more article : Astro Tips : સૂર્યદેવની કૃપા, સમાજમાં માન-સન્માન સાથે કમાય છે અઢળક ધન….