એક સાથે બે છોકરીઓની માંગ માં ભર્યું સિંદૂર, પહેલી રાત વિતાવી ને યુવકે કર્યું આ કામ

0
588

મિત્રો આજે મોજીલો ગુજરાતી માં અમે લઇ ને આવ્યા છીએ ખાસ માહિતી, ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક છોકરા એ બે છોકરીઓ સાથે લગ્ન કર્યા અને બંને છોકરીઓ સાથે હનીમૂન પણ મનાવ્યો. પરંતુ હનીમૂન પછી આ છોકરો છટકી ગયો. જે બાદ છોકરા સામે પોલીસમાં કેસ નોંધવામાં આવ્યો હતો અને પોલીસ આ છોકરાની શોધ કરી રહી છે.

શું છે આખો મામલો

તમને જણાવીએ કે તે આરોપી છોકરાએ મંદિરમાં એક સાથે બે યુવતીઓ સાથે લગ્ન કર્યા. પોલીસ અનુસાર સોમવારે આ યુવક તેની નવી ગર્લફ્રેન્ડ સાથે મંદિરમાં લગ્ન કરી રહ્યો હતો. પરંતુ તેની જૂની ગર્લફ્રેન્ડને આ વિશેની જાણ થતાં જ તે પણ મંદિરમાં આવી ગઈ. મંદિરમાં આવીને, જૂની ગર્લફ્રેન્ડએ ખૂબ હોબાળો મચાવ્યો. તેની જૂની પ્રેમિકાની હંગામો રોકવા માટે આ યુવકે તેની સાથે લગ્ન પણ કર્યા અને તેની સાથે તેનું સિંદૂર ભરી દીધું. આ સમય દરમિયાન આ બધી બાબતો થઈ રહી હતી, ઘણા લોકો મંદિરમાં હાજર હતા. આ યુવાનના લગ્નના ફોટોગ્રાફ પણ લેવામાં આવ્યા હતા.

લગ્ન કર્યા બાદ આ યુવકે બંને છોકરીઓ સાથે હનીમૂન પણ મનાવ્યો હતો. પરંતુ બાદમાં તે યુવક તેની નવી ગર્લફ્રેન્ડ સાથે ભાગી ગયો હતો. જૂની પ્રેમિકા યુવાનની રાહ જોતી હતી. પરંતુ પતિ ના કોઈ સમાચાર ન મળતાં તેણે પોલીસની મદદ માંગી હતી અને શુક્રવારે કર્નલગંજ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો હતો.

આ અગાઉ પણ કેસ નોંધાયો હતો

તમને તે પણ જણાવીએ કે તે આ પોલીસના જણાવ્યા અનુસાર આરોપી યુવક સામે અગાઉ પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને આ યુવતી દ્વારા આ કેસ નોંધવામાં આવ્યો હતો. ખરેખર આ યુવતી ઘણા લાંબા સમયથી આ યુવકને ઓળખતી હતી અને તે બંને એક બીજાને પ્રેમ કરતા હતા. થોડા સમય પછી આ યુવતી એ તે યુવક સાથે લગ્ન કરવાની જીદ કરવાની શરૂઆત કરી હતી અને જો લગ્ન નહીં કરે તો ઝેર ખાવાની ધમકી પણ આપી હતી. જેના કારણે આ બંને વચ્ચે ઝઘડો થયો હતો અને છોકરાએ તેના પર હાથ ઉપાડ્યો હતા. ત્યારે યુવતી એ યુવક વિરુદ્ધ પોલીસમાં ગુનો નોંધ્યો હતો અને પોલીસે તેને થપ્પડ મારવા બદલ તેની ધરપકડ કરી હતી. પરંતુ બાદમાં છોડી દેવામાં આવ્યો હતો.

તે જ સમયે, આ છોકરાને મંદિરમાં લગ્ન કરતા જોયા પછી, આ છોકરી ત્યાં પહોંચી અને તેણે તે યુવાન સાથે લગ્ન કર્યા. લગ્ન બાદ આ યુવક ફરાર થઈ ગયો હતો અને ચાર દિવસ સુધી તેના વિશે કોઈ માહિતી ન મળતાં યુવતીએ ફરી તેની સામે કેસ દાખલ કર્યો હતો. યુવતીએ નોંધાવેલા કેસમાં મહિલાએ છોકરા પર આરોપ લગાવ્યો છે કે તેણે પહેલા તેની સાથે લગ્ન કર્યા હતા અને બાદમાં બળાત્કાર ગુજાર્યો હતો અને નાસી છૂટ્યો હતો. કેસ નોંધાયા બાદથી પોલીસ આરોપી યુવકની શોધ કરી રહી છે.

લેખન અને સંપાદન : મોજીલો ગુજરાતી ટિમ 

તમે આ લેખ મોજીલો ગુજરાતીના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ મોજીલો ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here