આ વાંચીને નિરાતે 7 વાર વિચાર કરજો.

આ વાંચીને નિરાતે 7 વાર વિચાર કરજો.

આ મેસેજ સાચવી રાખજો :

જીવનના અંતિમ છેડા સુધી, ધન કમાવામાં પોતાની બધી જ શક્તિઓને ખર્ચનાર એક ધનાઢ્ય શેઠે, તિજોરીમાં રહેલા નાણાંને પૂછયું : ધનને પૂછયું…

“તને મેળવવા માટે, સાચવવા માટે મેં અનેક પ્રકારના પાપો, અન્યાય, અનીતિ, વિશ્વાસ-ઘાત, જીવો પ્રતિ નિર્દયતા, ક્રુરતા વગેરે કરી. ધર્મ માર્ગની ઉપેક્ષા કરી. તો તમે મારા મ-ર્યા-પ-છી ક્યાં સુધી સાથે રહેશો?”

તિજોરીના રૂપિયા બોલ્યા કે – “એક ડગલું પણ અમે તારી સાથે આવવાના નથી.”

શેઠ કહે, “પણ, તમારા ખાતર તો મેં શાંતિથી ખાધું પણ નથી, મજાથી ઊંઘ્યો પણ નથી. તોય મારી આટલી જ કદર?”

રૂપિયા કહે કે – “ખબરદાર! વધુ બોલશો તો! કડવું સત્ય એ છે કે, તારા મ-ર્યા-પ-છી નનામી અને બાળવાના લાકડા પણ અમે જ પૂરા પાડવાના છીએ.’

ધનાઢ્ય શેઠ તો આ જવાબ સાંભળીને સજ્જડ થઈ ગયા.

પછી પોતાની પ્રાણપ્રિય પત્નીને પૂછ્યું :- ‘તારી ખાતર તો મેં મારું સત્ત્વ નીચોવી નાખ્યું, બ્રહ્મચર્ય વ્રતને પણ ગૌણ કર્યું, તને શણગારવામાં મેં ઘણાના ઘાટ ઉતાર્યા, ભારે અન્યાય કીધા.’

બોલ! મારા મ-ર-ણ-પછી તું ક્યાં સુધી?

વધુમાં વધુ આંગણા સુધી. એથી આગળ તો નહિ જ. પત્ની બોલી.

હવે પોતાના વ્હાલસોયા પુત્રને પૂછ્યું :- ‘બેટા! તું મારી સાથે ક્યાં સુધી? તને વારસામાં સંપત્તિ, મકાન, પેઢી વગેરે આપવામાં મેં દિવસ-રાત મજુરી કીધી, ઘણાની સાથે વેરઝેર કર્યા, સગાભાઈને પડતો મુકયો અને સામે કોર્ટે ચડ્યો, ધર્મને તો મેં પડતો જ મૂક્યો, ડગલેને પગલે હુ જુઠું જ બોલ્યો.’

પપ્પા/બાપુજી! મારે સ્મશાન સુધી તો આવવું જ પડશેને! કારણ તમને બા-ળ-વા-નો આદેશ વગર માંગ્યે મને જ મળેલ છે. કદાચ બહારગામ હોઈશ તો પણ તમને બા-ળ-વા માટે મારે જ હાજર થવું પડશેને! શેઠની આંખમાં આંસુ આવી ગયા.

અંતે, નિરાશ થઈને શેઠે છેલ્લે પોતાના શરીરને પૂછ્યું : ‘જન્મ્યો ત્યારથી જ આખી જિંદગી તારી આળપંપાળ કરી, ન ખાવાનું તને ખવડાવ્યું, અભક્ષ્ય, અનંતકાય ખવડાવ્યું, રાત્રે ખવડાવ્યું, ન બોલવાનું હું બોલ્યો, તપ-ત્યાગ વગેરે બધું જ પડતું મૂકયું, અને તને નવડાવવા – ધોવડાવવા – શણગારવા, ખવડાવવા ઘણાં ઘણાં પાપ કર્યા. બોલ તું મારી સાથે ક્યાં સુધી?’

શરીર બોલ્યું – ‘હું વધુમાં વધુ ચિતા સુધી! આગળ નહિ જ.’

શેઠ તો આ સાંભળી બેભાન જ થઈ ગયા.

જે કંચન, કામિની, કુટુંબ, કાયા ખાતર આ જન્મમાં ભારે પાપો કાર્યા, તે બધા અહીં જ રહી જવાના. અને એમના ખાતર કરેલા પાપો જનમોજનમ આત્માને દુર્ગતિમાં ભટકાવ્યા કરે અને ત્રા-સ-ની હારમાળા સર્જે.

માટે જ જ્ઞાની મહાપુરૂષો ફરમાવે છે કે મળેલી શક્તિઓને સન્માર્ગે ખર્ચી શીઘ્ર આત્મકલ્યાણ સાધી લો. નમસ્તે. આ વાંચીને નિરાતે 7 વાર વિચાર કરજો.

– સાભાર કમલેશ વાજા (બી પોઝિટિવ યુ આર નોટ અલોન ગ્રુપ)

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *