Dwarka : ગુજરાતમાં અહીં બિરાજે છે ખુદ કાળિયા ઠાકર, ચોમાસામાં આજે પણ સમુદ્રમાંથી મળી આવે છે સોનું
Dwarka : ‘આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા’ દ્વારા રક્ષિત સ્મારક તરીકે જાહેર થયેલું ભગવાન શ્રીકૃષ્ણનું 5 હજાર વર્ષ પહેલાનું પુરાતન મંદિર પણ અહીં જોવા મળે છે ગીર સોમનાથના કોડીનાર નજીક મૂળ દ્વારકા બંદર આવેલું છે.અહીં જ ભગવાન શ્રીકૃષ્ણએ વસાવેલી સોનાની દ્વારકા હોવાનું માનવામાં આવે છે. ચોમાસા દરમ્યાન હાલ પણ સમુદ્રમાંથી સોનાની જીણી-જીણી કરચો નીકળી આવે છે.અહીં દ્વારકા હોવાના પ્રાચીન અવશેષો પણ ઉપલબ્ધ છે. ‘આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા’ દ્વારા રક્ષિત સ્મારક તરીકે જાહેર થયેલું ભગવાન શ્રીકૃષ્ણનું 5 હજાર વર્ષ પહેલાનું પુરાતન મંદિર પણ અહીં જોવા મળે છે. આથી અહીં જ મૂળ દ્વારકા હોવાનું માનવામાં આવે છે.
આજે પણ અડીખમ છે દ્વારિકાધીશનું પ્રાચિન મંદિર
Dwarka : પુરાણોમાં જણાવ્યા પ્રમાણેની દ્વારામતી નગરીના અવશેષો ગીરના કોડીનાર નજીક આવેલા મૂળદ્વારકા ખાતે જોવા મળી રહ્યા છે..સ્કંધ પુરાણ અનુસાર રૈવતક પર્વત નજીક પ્રભાસ ક્ષેત્રમાં પ્રાચીન નગરી દ્વારકા આવેલી હતી. કોડીનારનું મૂળદ્વારકા એ જ પ્રાચીન દ્વારિકા નગરી હોવાનું અનેક ગ્રંથો અને પુરાણોમાં પ્રમાણ સાથે જોવા મળી રહ્યું છે.મથુરા ઉપર જરાસંઘ અને કાળ યવન એ બંને બાજુથી જ્યારે આક્રમણ કર્યું ત્યારે યદુવંશ ને બચાવવા માટે ભગવાન શ્રીકૃષ્ણ એ પ્રભાસ ક્ષેત્રમાં સમુદ્ર પાસે નગરી બનાવવા 12 યોજન જમીન માંગી હતી .
આ પણ વાંચો : Vastu Tips : દરરોજ કરો આ 6 કામ, ઘરમાં ઝડપથી વધશે આર્થિક સમૃદ્ધિ, લક્ષ્મીજીની અપાર કૃપા વરસશે
તે જ આ મૂળ દ્વારકા. અફાટ જળરાશીથી ઘૂઘવતા અરબી સમુદ્ર કિનારે જે જમીન સમુદ્રમાંથી ઉપસી આવી અને વિશ્વકર્મા દ્વારા સોનુ,તાંબુ અને પિત્તળ વડે જે નગરી બનાવવામાં આવી તે જ મૂળ દ્વારકા હોવાનું શાસ્ત્રોમાં વર્ણવાયેલું છે. અરબી સમુદ્રના કાંઠે આજે પણ ભગવાન શ્રી દ્વારકાધીશજી નું પ્રાચીન મંદિર અડીખમ ઊભેલું દર્શાય છે. તત્કાલીન સમયે વહાણને માર્ગદર્શન આપતા દીવાદાંડીનો સ્થંભ આજે પણ અહીં ઇતિહાસની ચાડી ખાતો ઉભો છે.
અસલ કૃષ્ણની દ્વારકા નગરી કયા સ્થળને માનવામાં આવે છે
Dwarka : સોનેરી રેત જ્યાં સતત ચળકી રહી છે તેવા અરબ સાગરના તટે ચોમાસા દરમ્યાન આજે પણ સમુદ્ર માંથી સોનુ મળી આવે છે. સ્થાનીક માછીમારો આ સોનું વીણતાં રહે છે. ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા મૂળ દ્વારકાનું મંદિર અને સભા મંડપ તેમજ અહીંનો વિસ્તાર રક્ષિત સ્મારક તરીકે જાહેર કરાયો છે. વર્તમાન સમયે પુરાતત્વ વિભાગ દ્વારા સૂચના આપતું બોર્ડ પણ જીર્ણ થઈ ગયું છે.હવે તો આ બોર્ડને પણ રક્ષિત સ્મારક જાહેર કરવું પડે તે સ્થિતિ છે. શ્રીમદ ભાગવતમાં પણ આ મૂળ દ્વારકા છે તે જ પુરાતન દ્વારિકા નગરી હોવાનું પ્રમાણ મળે છે.
ગીરના કોડીનારથી પાંચ અને સોમનાથ થી 45 કિલોમીટર દૂર સમુદ્ર કિનારે આવેલું મૂળ દ્વારકા એજ પુરાતન દ્વારામતી નગરી હોવાનું જાણવા મળી રહ્યું છે. ભગવાન શ્રીકૃષ્ણ એ વસાવેલી સોનાની દ્વારકા પણ વિશ્વકર્મા દ્વારા નિર્માણ પામી હતી.અહીં હાલમાં પણ સૂર્યકુંડ,ગોપી તળાવ અને જ્ઞાનવાવ આવેલા છે.જે પણ રક્ષિત સ્મારકમાં સ્થાન પામેલા છે. પ્રભાસ તીર્થ ક્ષેત્રના કોડીનાર નજીક સમુદ્ર કિનારે આવેલા મૂળ દ્વારકા ને અસલ કૃષ્ણની દ્વારકા માનવામાં આવે છે.
5000 વર્ષ પૂર્વે નો ઇતિહાસ પણ જોડાયેલો
Dwarka : મૂળ દ્વારકા પણ સોનાની નગરી હોવાનો ઉલ્લેખ ભાગવતમાં જોવા મળે છે અહીં કૃષ્ણ દ્વારા સ્થાપિત કુશેશ્વર મહાદેવ મંદિર પણ કૃષ્ણની હાજરીના પુરાવા આપી રહ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણ મહાદેવના પરમ ભક્ત હોવાને કારણે પણ મૂળ દ્વારિકા નગરીમાં ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયમ ઘાસ માંથી મહાદેવના શિવલિંગની સ્થાપના કરી હતી. અહીંના શિવાલયને કુશેશ્વર મહાદેવ તરીકે પૂજવામાં આવે છે. જે જગ્યા પર કૃષ્ણ મંદિર આજે ઉભેલું જોવા મળે છે. જે પ્રમાણ આપે છે કે મૂળ દ્વારિકા ધાર્મિક નગરી સનાતન ધર્મના પ્રતીક અને પરંપરા રૂપે આદી અનાદિ કાળથી અહીં સ્થાપિત થઈ હશે.
Dwarka : મૂળ દ્વારિકા નગરીનો ઇતિહાસ આજથી પાંચ હજાર વર્ષ પૂર્વેનું હોવાનું માનવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણના આવ્યા બાદ તેમના સ્વહસ્તે અહીં મંદિરની સ્થાપના કરવામાં આવી હતી જેમાં આજે ખુદ કાળિયા ઠાકર બિરાજી રહ્યા છે.તેના દર્શન ભક્તો કરી રહ્યા છે. મૂળ દ્વારિકા મંદિર અરબી સમુદ્રના બિલકુલ તટિય કિનારા પર આવેલું છે.જે રીતે દ્વારિકા મંદિરનું નિર્માણ સમુદ્ર તટ પર થયેલું છે તે જ રીતે મૂળ દ્વારિકા નું મંદિર પણ સમુદ્ર કિનારા પર આવેલું છે. મૂળદ્વારકા મંદિર સાથે 5000 વર્ષ પૂર્વે નો ઇતિહાસ પણ જોડાયેલો છે.
દર્શન કરવા માટે પણ ખૂબ મોટી સંખ્યામાં કૃષ્ણ ભક્તો આવે
Dwarka : સમુદ્રની અંદર આજે પણ ગોપી તળાવ જ્ઞાનકુંડ અને સૂર્યકુંડ જોવા મળે છે.જ્યારે દરિયામાં ઓટ હોય છે ત્યારે ગોપી તળાવની સાથે જ્ઞાન અને સૂર્યકુંડ પણ ભક્તોને જોવા મળે છે. ગોપી તળાવમાં કૃષ્ણ સાથે રહેલી ગોપી ઓ સ્નાન કરતી હોવાને કારણે તેને ગોપી કુંડ તરીકે ઓળખવામાં આવે છે. જ્ઞાનકુંડમાં સ્નાન કર્યા પછી પ્રત્યેક વ્યક્તિ તેજસ્વીતા સાથે બહાર આવે છે
જેથી તેને જ્ઞાનકુંડ તરીકે પણ ઓળખાય છે મૂળ દ્વારિકા નગરીમાં જ ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્ષ્મણી દેવી વચ્ચે અણ બનાવ થતા રુક્ષ્મણીજી અહીંથી નીકળી ને નજીકના સ્થળે પહોંચ્યા હતા. જ્યાં આજે પણ મંદિર રૂક્ષમણી મઠના સ્વરૂપમાં રૂક્ષ્મણીજીના પ્રતિક રૂપે જોવા મળે છે જેના દર્શન કરવા માટે પણ ખૂબ મોટી સંખ્યામાં કૃષ્ણ ભક્તો આવતા હોય છે.
અહીં બિરાજે છે ખુદ કાળિયા ઠાકર
Dwarka : ભગવાન શ્રીકૃષ્ણ સીધા મથુરાથી મૂળ દ્વારિકા આવ્યા હતા અને અહીં ખૂબ લાંબો સમય વીરામ અને રોકાણ કર્યા બાદ ભગવાન શ્રીકૃષ્ણ દરિયાની ગુફા મારફતે દ્વારિકા પહોંચ્યા હોવાનું પણ માનવામાં આવે છે. મૂળ દ્વારિકા મંદિરમાં બિરાજી રહેલા ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરવાથી પ્રત્યેક ભક્તને મનનો આનંદ કરાવે તે પ્રકારની અનુભૂતિ અહીં થાય છે.
સનાતન ધર્મની લોકવાયકા અનુસાર અહીં દર્શન કરવા માટે આવતા ભક્તોને ભગવાન શ્રી કૃષ્ણના સાક્ષાતકારના દર્શન પણ થતા હોય છે. ધૂપની સુવાસ, નગારા, શંખનાદ અને ઘંટારવ સાથે આરતી કરવામાં આવે છે. ધૂપ બાદ દીવા પ્રગટાવી એજ નગારા, શંખનાદ અને ઘંટારવથી આરતી સમયે મંદિરનુ વાતાવરણ ભકતિમય બની જાય છે.
more article : Jain community : અમદાવાદ ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બનશે, પહેલીવાર 35 મુમુક્ષ એકસાથે દીક્ષા લેશે