Dwarka : હોળીએ દ્વારકા મંદિરમાં દર્શનનો સમય બદલાયો, જાણીને જજો નહિ તો મંદિર બંધ મળશે…
Dwarka : હોળીના તહેવારને લઈને 25 ફેબ્રુઆરીએ દ્વારકાધીશ મંદિરના સમયમાં ફેરફાર.. ફૂલડોલ મહોત્સવને લઈને સમયમાં કરાયો ફેરફાર..
Dwarka : 25 તારીખે હોળી છે. આ દિવસ દ્વારકા માટે ઉત્સવ સમાન હોય છે. આ દિવસે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. ત્યારે દ્વારકામાં ફૂલડોલ મહોત્સવ દરમિયાન મંદિરના સમયમાં ફેરફાર કરાયો છે. જગત મંદિર ખાતે દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. જેથી તમે જો દ્વારકા દર્શન કરવા જવાના હોવ તો દર્શનનો સમય ખાસ જાણી લેજો.
- 25 તારીખે સોમવારે સવારે 6 વાગ્યે થશે મંગળા આરતી
- બપોરે 1 વાગ્યા સુધી નિત્યક્રમ મુજબ થશે દર્શન
- જ્યારે ઉત્સવ આરતી બપોરે 2 વાગ્યે કરાશે
- ફૂલડોલ ઉત્સવ બપોરે 2થી 3 વાગ્યા સુધી ઉજવાશે
- 3થી 5 વાગ્યા સુધી મંદિર રહેશે બંધ
- સાંજે 5 વાગ્યાથી ફરી દર્શન કરી શકાશે
આ પણ વાંચો : 16 Samskara : સદીઓથી બાળકના જન્મ પછી છઠ્ઠી ઉજવીએ છીએ પણ કારણ ખબર છે? શ્રી રામ સાથે છે સીધું કનેક્શન
Dwarka : દ્વારકા મંદિરમાં ફુલડોલ ઉત્સવને લઇ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ પૂર્ણતાના આરે છે. દ્વારકામાં હાલ ભક્તિમય માહોલ જામ્યો છે. દ્વારકામાં કીર્તિસ્તંભથી દ્વારકાધીશ મંદિર સુધી જવા માટે બેરી ગેટ અને ડોમની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
દ્વારકામાં ફુલડોલ ઉત્સવ પર લાખો યાત્રિકો પગપાળા અને વાહનોથી દ્વારકામાં ખાસ ફુલડોલ ઉત્સવ પર આવતા હોય છે ત્યારે યાત્રિકોની સલામતીને ધ્યાને લઇ દ્વારકામાં દર્શન માટે વિશેષ આયોજન કરવામાં આવે છે. પરંતું આ વચ્ચે દ્વારકા મંદિરમાં ભક્તો માટે દર્શનનો સમય બદલાયો છે.
Dwarka : હાલ ભક્તોની ભીડ વધવાની શક્યતા હોઈ તેમજ પદયાત્રીઓ પણ ખૂબ દૂર દૂરથી આવી રહ્યા છે ત્યારે દ્વારકામાં દર્શન માટે ભીડ ન થાય કોઈ અવ્યવસ્થા ન સર્જાય અને યાત્રિકોને તકલીફ ન પડે તે માટે મંડપો અને બેરીકેટ મુકવામાં આવ્યા છે , અલગ પાર્કિંગ ઝોન કરવામાં આવ્યા છે એટલું જ નહિ પગ પાળા આવતા યાત્રિકો ને રસ્તા પર પરેશાની ના થાઈ તે હેતુ થી વન વે રોડ જાહેર કરાયા છે તો હાઇવે પર કોઈ અકસ્માત ના થાઈ તે માટે ગતી મર્યાદા પણ તંત્ર દ્વારા નકી કરી દેવાય છે.
આ પણ વાંચો : Ganeshji : જો તમારા સપનામાં ગણેશજી દેખાય, તો આ શેના છે સંકેત જાણો વિગતે…
MORE ARTICLE : Health Tips : સાંધાના દુખાવા હોય તેણે આ 5 વસ્તુઓ ખાવાનું વિચારવું પણ નહીં, ખાશો તો પકડી લેશો ખાટલો..