મેચ દરમ્યાન લાખો લોકો ની વચ્ચે કીંજલ દવે એ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મા રમઝટ બોલાવી દિધી ! જુઓ વિડીઓ……
ગુજરાત ખાતે યોજાયેલ આઈ.પી.એલના સેમી ફાઇનલ યોજાયેલ આ સેમી ફાઇનલમાં એક ખૂબ જ ગૌરવશાળી ઘટના બની છે. ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર કિંજલ દવે એક માત્ર એવા ગાયિકા છે જેણે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં પરફોર્મન્સ કર્યું. આ પરફોર્મન્સ પહેલા કિંજલ દવેએ ઇન્સ્ટાગ્રામમાં લાઈવ આવિને પોતાના ચાહકોને પોતાના પરફોર્મન્સમાં આવવાનું ખાસ આમંત્રણ પાઠવ્યું હતું.
ઇન્સ્ટાગ્રામમાં લાઈવ આવીને કિંજલ દવે જણાવ્યું કે, હું ખૂબ જ ખુશ છું કે આવતીકાલે નરેન્દ્રમોદી સ્ટેડિયમમાં મારું પરફોર્મન્સ છે, આ મારા માટે સૌથી મોટી વાત છે કે વર્લ્ડના સૌથી મોટા સ્ટેડિયમમાં મને પરફોર્મન્સ કરવાની તક મળી છે. આપ સૌ જરૂરથી મને મળવા આવજો.
ખરેખર સેમી ફાઈનલની રાત્રીએ કિંજલ દવેએ ધૂમ મચાવી દીધી હતી કારણ કે કિંજલ દવેના સ્વરે આખું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઝૂમી ઉઠ્યું હતુ. હાલમાં જ કિંજલ દવે એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પોતામાં ફોટોઝ અપલોડ કર્યા છે અને આ ફોટોઝમાં તમે જોઈ શકો છો કે કિંજલ દવે ખૂબ જ સુંદર લાગી રહી છે. કિંજલ દવેની સ્ટાઇલ જોઈને તમે ફિદા થઈ જશો.
તમે જોઈ શકો છો કે કિંજલ દવેએ પોતાના કાર્યક્રમ દરમિયાન વેસ્ટર્ન અને ટ્રડિશનલનું કોમ્બિનેશન જોવા મળ્યું હતું. ઓરેન્જ કલરના બ્લાઉઝ પર કિંજલ દવે ડેમીનનું જીન્સ પહેર્યું હતું. ખરેખર કિંજલ દવેને આવા લુકમાં તમે ક્યારેય નહીં જોઈ હોય. આ લુક હાલમાં સાને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ખરેખર કિંજલ દવે પોતાના દરેક પ્રોગામમાં અલગ જ અવતારમાં જોવા મળે છે.
કિંજલ દવેને જ્યારે સ્ટેડિયમમાં પરફોર્મન્સ કરવાની તક મળી ત્યારે કિજલે લાઈવમાં કહ્યું હતું કે આપ સૌના પ્રેમ અને આશીર્વાદથી જ મને આ તક મળી છે અને એક કલાકાર તરીકે હું ખૂબ જ ગૌરવ અનૂભવ કરું છું. મારા માટે આ ક્ષણ ખૂબ જ ખાસ છે. આપ સૌ જરૂરથી પધારજો અને આપણે સૌ સાથે મળીને આ ગીતોની રમઝટ માણીશું.ખરેખર કિંજલ દવે એ લાખો જનમેદનીની વચ્ચે પોતાના સ્વરે ગીતો ગાઈને ગુજરાતીઓને મોજ કરાવી દીધી.
View this post on Instagram