દુલ્હન એ પોતાના માતા પિતા માટે કર્યો એવો ડાન્સ કે બધા મેહમાનો પણ રડવા લાગ્યા…
કન્યા લગ્ન માટે ખૂબ જ ઉત્સાહિત હોય, પરંતુ તેના મનમાં ચોક્કસપણે ઉદાસી રહે છે કે તે પોતાનું ઘર છોડીને બીજાના ઘરે જશે. માતા-પિતાથી અલગ થવાનું દુ:ખ તેમને ખૂબ સતાવે છે. આ લાગણીની ઝલક એક વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળી હતી જેમાં દુલ્હન તેના માતા-પિતા માટે ડાન્સ કરતી હતી અને સ્ટેજ પર જ રડવા લાગી હતી.
થોડા દિવસો પહેલા @d_d_makeover_ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દુલ્હન ડાન્સ કરતી એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો જે વાયરલ થઈ રહ્યો છે. આજકાલ લગ્નમાં દુલ્હનોનું ડાન્સ કરવું સામાન્ય બની ગયું છે. દુલ્હન વરરાજા સાથે અથવા તેના માટે એક ખાસ ડાન્સ પરફોર્મન્સ તૈયાર કરે છે, પરંતુ એવું ભાગ્યે જ જોવા મળે છે કે કોઈ છોકરી તેના લગ્નના પ્રસંગમાં તેના માતાપિતા માટે ડાન્સ કરતી હોય.
વાયરલ વીડિયોમાં દુલ્હન ફિલ્મ રબ ને બના દી જોડીના ગીત તુઝમે રબ દિખ્તા હૈ પર સ્ટેજ પર ડાન્સ કરતી જોવા મળે છે. વીડિયો જોઈને લાગે છે કે આ તેના લગ્નનો દિવસ નથી, પરંતુ કોઈ મ્યુઝિક ફંક્શનનો વીડિયો છે, જો કે આ વાત ચોક્કસ કહી શકાય તેમ નથી. તે સ્ટેજ પર ડાન્સ કરે છે અને અચાનક ઈમોશનલ થઈ જાય છે. પછી ત્યાં તે રડવાનું શરૂ કરે છે પરંતુ ડાન્સ કરવાનું ચાલુ રાખે છે.
તેને જોઈને પાછળ બેઠેલી મહિલાઓ પણ રડતી જોવા મળે છે. વીડિયો શેર કરતી વખતે લખવામાં આવ્યું છે કે દુલ્હન પોતાના માતા-પિતા માટે ડાન્સ કરીને ભાવુક થઈ ગઈ હતી. આ સાથે આયુષી નામની છોકરીને ટેગ કરવામાં આવી છે, જેના પરથી અમે અનુમાન લગાવી રહ્યા છીએ કે દુલ્હનનું નામ આયુષી છે.
આ વીડિયોને 98 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે જ્યારે ઘણા લોકોએ કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપ્યો છે. વીડિયોમાં પાછળ બેઠેલી મહિલાઓની નજીક કેટલાક છોકરાઓ ઉભા છે જેઓ દુલ્હનને જોઈને હસી રહ્યા છે. તેના પર ટિપ્પણી કરતા એક મહિલાએ લખ્યું કે તે આ લાગણીઓને ક્યારેય સમજી શકતી નથી, દીકરી બનવું સરળ નથી. એકે કહ્યું કે કન્યાએ જે રીતે પોતાની લાગણી વ્યક્ત કરી તે તેના હૃદયને સ્પર્શી ગઈ.
View this post on Instagram