Ramdevpir : દુખિયાના બેલી રામદેવપીર મહરાજ, જાણો તેની પાછળનું ખાસ કારણ. જય રામાપીર..
Ramdevpir : તમને જણાવી દઈએ કે રાજસ્થાનનું પોખરણ આમ તો બે વાર પરમાણુ પરીક્ષણો માટે દુનિયામાં વધુ જાણીતું છે પરંતુ ત્યાંના રુણિચાના શાસક રાજા અજમલ તંવરના પુત્ર તરીકે આ મહાપુરુષનો જન્મ થયો.ગુજરાતમાં પણ તેમને માનનારા લાખો-કરોડો લોકો છે. ગુજરાતીમાં તેનો ઉલ્લેખ રણુજા તરીકે થાય છે.
Ramdevpir : મિત્રો એ પણ સાંસ્કૃતિક એકતાનું અનોખું ઉદાહરણ છે કે તેમના માટે હેલો એટલે કે પોકાર-વિનંતી એ જન્મે બંગાળી ગાયક મન્ના ડેએ ગાયો હતો.તેઓ સ્વામી વિવેકાનંદજીની જેમ અલ્પાયુ જ જીવ્યા, પણ જે જીવ્યા તેમાં સદીઓ સુધી ન થાય તેવાં કામો તેમણે કર્યાં. તેમનું આયુષ્ય માત્ર તેંત્રીસ વર્ષ જ રહ્યું.પ્રભુ રામ જેવું જ જીવન રામદેવ પીરનું રહ્યું. દશરથ રાજાને જેમ સંતાન નહોતાં તેમ અજમલ દ્વારકાનાથ શ્રી કૃષ્ણના પરમ ભક્ત હોવા છતાં તેમને સંતાન નહોતાં. વળી, ભૈરવ નામના રાક્ષસનો આતંક પણ રાજ્યની પ્રજાને હેરાનપરેશાન કરી રહ્યો હતો.
Ramdevpir : આથી રાજા અજમલ દ્વારકાધીશના દર્શન કરવા દ્વારકા આવ્યા. ભગવાનના દર્શન કરતાં કરતાં રાજાની આંખમાં આંસું આવી ગયાં. કહે છે કે ત્યારે ભગવાનના તેમને સાક્ષાત દર્શન થયા અને ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના પિતામ્બરથી તેમનાં આંસું લૂછ્યાં. ભગવાને કહ્યું કે “હું તારાં બધાં દુઃખો જાણું છું. માગ તારે માગવું હોય તે.રાજાએ માગ્યું કે તમે મારા ઘરે પુત્ર તરીકે જન્મ લો અને રાક્ષસ ભૈરવને મારીને ધર્મની સ્થાપના કરો.
Ramdevpir : ભગવાને વચન આપ્યું અને પછી પહેલાં બલરામજીએ વીરમદેવ તરીકે અને શ્રી કૃષ્ણએ રામદેવ પીર તરીકે જન્મથી ક્ષત્રિય કુળમાં અવતાર લીધો. નાનપણમાં જ માતા મૈનાદેને પોતાની બાળ લીલા બતાવી. દાસી ગાયનું દૂધ લઈ આવી ત્યારે માતાજીએ તેને ગરમ કરવા ચૂલા પર મૂક્યું. એટલામાં લીલા બતાવવા બાળ રામે મોટા ભાઈ વીરમદેવને ચીંટિયો ભર્યો.
Ramdevpir : વીરમદેવે ગુસ્સામાં રામને ધક્કો માર્યો. આથી રામ રોવા લાગ્યા. માતા તેમને શાંત કરવા ખોળામાં લઈ બેસી ગયા. એટલામાં ચૂલા પર મૂકેલું દૂધ ઉભરાઈ ગયું તો બાળ રામે ચમત્કાર બતાવતાં પોતાના હાથ લંબાવી તપેલી ઉતારી લીધી. આ જોઈ માતાજી અને દાસી સહિત તમામ લોકો દ્વારકાનાથનો જય જયકાર કરવા લાગ્યા.આ જ રીતે દરજીએ બાળ રામ માટે કપડાંનો ઘોડો બનાવવા આપેલા કપડાંમાંથી થોડું કપડું ચોરી લીધું તો રામ એ ઘોડા પર બેસી આકાશમાં ચાલ્યા ગયા.
આથી પિતા રાજાએ દરજીને જેલમાં પૂરી દીધો. થોડા સમય પછી રામદેવ પાછા આવ્યા ત્યારે દરજીએ પોતાની ભૂલ કબૂલી. રામદેવજી પાસે ક્ષમા માગી. રામદેવજીએ તેમની ભૂલ જતી કરી. આજે પણ ઘણા લોકો પોતાની માનતા પૂરી થાય તો રામદેવજીને કપડાંનો ઘોડો ચડાવે છે. તેમણે ભૈરવ રાક્ષસનો વધ કર્યો. બોહિતારાજ નામના વણિકને જ્યારે ભીડ પડે ત્યારે યાદ કરજે, વહારે આવીશ આવું કહી વચન આપ્યું.
Ramdevpir : જ્યારે તે દરિયાઈ માર્ગે આવી રહ્યો હતો અને એકાએક તોફાન આવ્યું ને તેણે પોકાર કર્યો ત્યારે રામદેવજી તેની વહારે આવ્યા અને ડૂબતું જહાજ બચાવેલું. બદલામાં તેની પાસે તે રામદેવજીને આપવા જે હાર ભેટ તરીકે લાવેલો અને જેને જોઈને પછી તેને લાલચ આવી ગઈ કે આનું રામદેવજી શું કરશે આ તો હું જ રાખી લઈશ, અને એટલે જ સમુદ્રમાં તોફાન આવેલું તે હારની કિંમતમાંથી રામદેવજીએ વણિકને પાણી માટે તરસતા રાજસ્થાનના એ પ્રદેશ રુણિચામાં વાવ બનાવવા કહી.
આ વાવડીનું નામ પરચા બાવડી છે અને રામદેવજીની કૃપાથી તેમનાં વચનો મુજબ જ તેનું પાણી ગંગા જેવું શુદ્ધ અને મીઠું છે.શ્રી રામ હોય કે શ્રી કૃષ્ણ, દરેક સ્વરૂપે ભગવાન લીલાઓ ઉપરાંત ઘણાં બધાં એવાં કામો પણ કરે છે જે તેમને એક માનવતાના આદર્શ તરીકે સ્થાપે છે. ચમત્કાર માનવના હાથની વાત નથી. પરંતુ ભગવાને ઘણાં કામોને માનવ આદર્શ તરીકે રાખી શકે છે.
Ramdevpir : જેમ કે પ્રભુ શ્રી રામે શબરીનાં એઠાં બોર ખાધાં, ગુહ રાજા અને કેવટ સાથે આત્મીય વ્યવહાર કર્યો, વનવાસી જેવા વાનરોની મદદ લઈ લડાઈ જીતી. શ્રી કૃષ્ણએ કુરૂપ કુબજાને રૂપવાનનો દરજ્જો આપ્યો. ગોવાળિયાઓની દોસ્તી કરી. રાજા દુર્યોધનના ઘરે મેવા ખાવાનું ત્યાગી દાસીપુત્ર વિદુરના ઘરે ભાજી ખાધી. આ જ રીતે શ્રી કૃષ્ણના અવતાર મનાતા રામદેવ પીરે પણ આંધળા, લૂલા, લંગડા, કોઢગ્રસ્તો અને ગરીબોની સેવા કરીને સર્વોચ્ચ ઉદાહરણો સ્થાપ્યાં. અસ્પૃશ્યતાને જડમૂળથી ઉખાડી ફેંકવાનો પ્રયત્ન કર્યો.
ડાલી બાઈ નામની મેઘવાળ જ્ઞાતિની મનાતી કન્યા તેમને એક ઝાડ નીચે મળી હતી તેને બહેન તરીકે રાખી તેનું પાલનપોષણ કર્યું. કદાચ આ જ કારણે બાબા રામદેવના ભક્તોમાં દલિતોની સંખ્યા ઘણી મોટી છે.એ સમયે વિદેશી મુસ્લિમોનો બહુ આતંક હતો. લૂટારા મુસ્લિમો વારંવાર સમૃદ્ધ ભારતને લૂટવા ચડી આવતા. રામદેવજીની ખ્યાતિ વધતી જોતાં તેમજ રામદેવજી હિન્દુઓમાં ઊંચ-નીચ, જાતપાત અને આભડછેટ જેવું કંઈ નથી તેવો પ્રચાર કરતાં તેથી પંથાતરણ કરતા મૌલવીઓ અને મુલ્લાઓને ‘ઈસ્લામ ખતરે મેં’ લાગ્યો. તેમણે મક્કામાં રહેતા પોતાના આકાઓ એવા પીરોને સમાચાર મોકલાવ્યા.
આ પણ વાંચો : Ram Mandir : અયોધ્યા રામમંદિર ‘2500 વર્ષથી સુરક્ષિત છે રામ મંદિર’, ભૂકંપના ખતરાને લઈને વૈજ્ઞાનિકે કર્યો આ દાવો
Ramdevpir : આથી તે પાંચ પીરો રામદેવજીના ‘સત’ની પરીક્ષા કરવા છેક મક્કાથી રાજસ્થાન આવ્યા.ભારતમાં તો ‘અતિથિ દેવો ભવ’ની પરંપરા પહેલેથી રહી છે. ભગવાન શ્રી કૃષ્ણએ પણ દુર્યોધને પોતાની સેના માગી તો આપી હતી. ભગવાન પોતાના દુશ્મનોને પણ મોક્ષ આપે છે. પાંચ પીરો પરીક્ષા લેવા આવ્યા ત્યારે તેમને ગામથી થોડે દૂર રામદેવજી મળ્યા. પીરોએ પૂછ્યું રુણિચા કેટલું દૂર છે રામદેવજીએ કહ્યું આ સામે ગામ દેખાય ને તે જ રુણિચા. પણ એ તો કહો કે તમારે જાવું છે કોને ત્યાં અત્યારે શહેરમાં ભૌતિકવાદની અસરમાં આવી કોઈ લાંબી પૂછપરછ ન કરે.
અરે એડ્રેસ બતાવે તે પણ ગનીમત કહેવાય. પીરોએ કહ્યું અમારે તો રામદેવજીને મળવું છે.રામદેવજી કહે, લે, એ તો હું જ છું. આવો, મારા ઘરે પધારો.પીરો તો આવ્યા રામદેવજીના મહેલે. તેમની સારી આગતા સ્વાગતા કર્યા પછી રામદેવજીએ કહ્યું કે હવે ભોજન કરીને જ જજો. પીરોને તો એટલું જ જોઈતું હતું.
તેમણે કહ્યું ભોજન તો કરીએ પણ અમારાં ભોજનપાત્રો તો અમે મક્કામાં ભૂલી ગયા છીએ અને તે વગર અમે ભોજન કરી શકીએ નહીં.આક્રમણખોર મુસ્લિમો અને ખ્રિસ્તી અંગ્રેજો આ રીતે હિન્દુઓના વટ, વચન અને વેરની મક્કમતાનો બહુ ગેરલાભ લેતા. કોઈને વચન આપ્યું હોય તે હિન્દુ તોડે નહીં. આક્રમણખોરો ગાયને આગળ ધરી દે તો હિન્દુ લડે નહીં.
Ramdevpir : અંદરો અંદર વેર થઈ ગયા હોય તો પેઢીઓ સુધી ચાલે. આ જ રીતે ધર્મના મુદ્દે પણ હિન્દુ પાછી પાની ન કરે. ધર્મ એટલે ઉપાસના નહીં, પણ અલગ-અલગ ધર્મ અને તેમાં અતિથિ પ્રત્યેનો ધર્મ પણ આવી ગયો. ઘરના લોકોને અન્યાય થઈ શકે પણ અતિથિની મહેમાનગતિમાં કોઈ કમી ન રહેવી જોઈએ એ સિદ્ધાંતનો પણ અહીં ગેરલાભ લેવાયો. હવે જો રામદેવજી ભોજન ન કરાવી શકે તો અતિથિ ધર્મ લાજે.
તેમની પ્રતિષ્ઠાને જબરી હાનિ પહોંચે.અને વર્તમાન યુગ હોય તો મિડિયાની સમક્ષ હામીદ અન્સારી, મોહમ્મદ અઝહરુદ્દીન, ઈમરાન હાશ્મી વગેરેની જેમ આવા લોકો ઊંધી રજૂઆત પણ કરી શકે કે અમે મુસ્લિમ હતા એટલે જ અમને ભોજન પણ ન કરાવાયું.અમારી સાથે આભડછેટ રખાઈ.પરંતુ અહીં તો સાક્ષાત ભગવાન હતા એટલે રામદેવજીએ કહ્યું હમણાં જ તમારાં ભોજનપાત્રો મગાવી દઉં.અને થોડી જ વારમાં વાસણો હાજર, આખરે પીરોને પણ માનવું પડ્યું અને પ્રણામ કરી તેમને કહ્યું કે તમે તો પીરોના પણ પીર છો.
આ પણ વાંચો : Ram Mandir : રામ મંદિર અયોધ્યા છ દિવસમાં 19 લાખ લોકોએ રામલલાના દર્શન કર્યા, અયોધ્યા રામમય બની
તમે રામદેવ પીર તરીકે ઓળખાશો.આથી ત્યાર પછી તેઓ રામદેવ પીર, રામસા પીર અન રામા પીર તરીકે ઓળખાવા લાગ્યા. આ રીતે હિન્દુ-મુસ્લિમ એકતાનું પણ તેઓ પ્રતીક બન્યા. તેમનાં લગ્ન અમરકોટના રાજા દલજી સોઢાની પુત્રી નૈતલદે, જે રૂક્મિણીનો અવતાર મનાય છે, તેમની સાથે થયાં હતાં.આવા મહાપુરુષો લાંબું જીવતા નથી. તેઓ ટૂંકા ગાળામાં જ મોટાં કામો કરી જાય છે. તેમને કારકિર્દી કે જીવનમાં ટોચ પર હોય ત્યારે વિદાય લેતા આવડે છે.
Ramdevpir : રામદેવજીએ તેંત્રીસ વર્ષ પૂરાં થયાં તે પછી ભાદરવા શુક્લ એકાદશીના રોજ સમાધિ લઈ લીધી. તે પહેલાં તેમણે બોધ આપેલો કે મારી સમાધિ પૂજનમાં કોઈ ભેદભાવ ન રાખશો. તેમની બહેન ડાલી બાઈએ તેમના બે દિવસ પહેલાં સમાધિ લીધી હતી તેમની બાજુમાં જ રામદેવજીએ પોતાની સમાધિનું સ્થળ પસંદ કર્યું જે આજે એક મંદિરના રૂપમાં વિદ્યમાન છે.આ રીતે પોતાના પૂર્વ અવતારોની જેમ રામદેવજીએ પણ અનન્ય ઉદાહરણો પૂરાં પાડ્યાં છે.
આજના રાજાઓ એટલે કે ધારાસભ્યો-સાંસદો પણ એકએક દલિત બહેનની જવાબદારી લે, પોતાને મળતી ભેટોને વાપરી નાખવાના બદલે કે પોતાની પાસે યાદગીરી તરીકે રાખવાના બદલે કૂવા, વાવ, પુસ્તકાલય, સંગ્રહાલય, શાળાની લેબોરેટરી, હૉસ્પિટલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કૉર્ટ કેસ વગેરે જેવાં કાર્યો માટે વાપરીને જનતાનો બોજો ઘટાડે તો કેટલા આશીર્વાદ તેમને મળે, ભૈરવ જેવા પોતાના સમાજના રાક્ષસ હોય કે મક્કાથી બદદાનતથી આવેલા પાંચ પીર, જ્યાં ચમત્કાર બતાવવો પડે ત્યાં ચમત્કાર પણ બતાવવાનો. અને છેલ્લે પદને, ખુરશીને લાંબો સમય વળગી ન રહેતાં સમય વર્તીને નવી પેઢી અવગણવાનું શરૂ કરી દે તે પહેલાં માનભેર વિદાય લઈ લેવી.
Ramdevpir : તેમનો જન્મ ભાદરવા સુદ બીજે થયો હોવાથી ઘણા લોકો ‘બીજ ભરવા’ એટલે કે બીજના દિવસે રુણિચા, રણુજા, રામદેવરા કે રામદેરિયા એમ અલગ-અલગ નામે ઓળખાતા તેમના સ્થળે આવેલા મંદિરે (તેમના અવતાર ધામ- ઉન્ડૂ કાશ્મીર) દર્શન કરવા જાય છે. બીજથી અગિયારસ સુધી નવરાત્રિ ચાલે છે જેમાં ભક્તો તેમના ભાવ અને શક્તિ પ્રમાણે પૂજા કરે છે. રામદેવજીના ભક્તો રાજસ્થાન ઉપરાંત ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા, પંજાબ અને દિલ્લી એમ સાતેક રાજ્યોમાં પથરાયેલા છે. પાકિસ્તાનથી પણ મુસ્લિમ ભક્તો તેમને નમન કરવા આવે છે. કચ્છના અંજારમાં સમાધિ લેનાર મહાન ભક્તો જેસલ-તોરલ, રાજસ્થાનના રાજવી સંત ભક્તો રૂપાંદે-માલદે રામદેવજીના ભક્તો હતા.
રામદેવજીની કથામાં પણ કેટલાકે વિકૃતિકરણ કરી હવે રામદેવ પીરને મેઘવાળ સમાજના ગણાવવાનું શરૂ કર્યું છે અને તેઓ એવો દાવો કરે છે કે રાજા અજમલના ઘરે ઘોડાની દેખરેખ રાખતા સાયર જયપાલ જે મેઘવાળ સમાજના હતા તેમને ત્યાં રામદેવજીનો જન્મ થયો હતો. આવું કરીને તેઓ હિન્દુઓમાં નાતજાતના ભેદ મટાડવાના પ્રયાસને ધક્કો જ પહોંચાડે છે, કેમ કે રામદેવજીએ કહેવાતી ઉચ્ચ જ્ઞાતિમાં જન્મ લઈ એક દલિત કન્યાને બહેન તરીકે અપનાવી અને એ સિવાય પણ અપંગો-દલિતો વગેરેની સેવા કરી, આભડછેટનો વિરોધ કર્યો તે વાતનો રામદેવજી પોતે દલિત કુટુંબમાં જન્મ્યા હોય તેવી વાત કરવામાં આવે તો તેનાથી છેદ ઊડી જાય તે સ્વાભાવિક છે.
more articale : Sita Kund : ભગવાન શ્રી રામના તીરથી સીતા કુંડની રચના કરવામાં આવી હતી, જાણો અયોધ્યા પહાડી સાથે જોડાયેલી રસપ્રદ વાર્તા…