Surat માં સોશિયલ મીડિયાની લતને કારણે યુવતીનો આપઘાત, સતત ગૂગલનો અવાજ કાનમાં ગૂંજતા ઘરમાં ગળેફાંસો ખાધો
Surat ની વિશાખા રાણા નામની 20 વર્ષીય છોકરીના આપઘાતે સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી દીધી છે. આ ઘટના વાલીઓ માટે મેસેજ છે કે છોકરાઓને મોબાઈલની આદત ન પડવા દેતા. સુરતની વિશાખા રાણા નામની 20 વર્ષીય છોકરીના આપઘાત ચકચાર મચાવી દીધી છે. સૌથી વધારે ભયાનક વાત એ છે આ છોકરીના આપઘાતના તાર ગૂગલ સાથે જોડાયેલા છે. આમ તો મોબાઈલની લતને કારણે જ વિશાખાએ આપઘાત કર્યો છે પરંતુ ચેતવા જેવી વાત એ છે કે વધારે પડતો મોબાઈલનો ઉપયોગ મનરોગી બનાવી મૂકે છે અને ટાઈમ પાસ માટે બાળકોને મોબાઈલ આપનાર વાલીઓએ ચેતી જવાની જરુર છે.
સતત મોબાઈલ જોવાને કારણે બની મનોરોગી
Suratના ગોપીપુરાના મોટી છીપવાડમા આવેલા માધવ એપાર્ટમેન્ટમાં રહેતા નરેન્દ્રભાઈ રાણાની 20 વર્ષની પુત્રી વિશાખા રાણાએ પોતાના ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વિશાખાને દાંતમાં દુખાવો સહિત અન્ય બીમારી હતી. જેથી તે સતત મોબાઈલમાં અવનવા વીડિયો જોતી રહેતી હતી. તેમજ તેને ઘણા સમયથી મોબાઈલની લત લાગી હતી. આ લતને કારણે વિશાખાની વાણી અને વ્યવહાર બદલાવા લાગ્યા હતાં. મૃતક યુવતી વધુ પડતાં મોબાઈલના ઉપયોગના કારણે માનસિક અસ્વસ્થ બની ગઈ હતી. તેને ઉઠતાં-બેસતા ગમે ત્યાં મોબાઈલ અને ગૂગલ જ દેખાતાં હતાં.
આ પણ વાંચો : જ્યોતિષશાસ્ત્ર : મા લક્ષ્મીની કૃપા મેળવવા બસ ઘરના મુખ્ય દ્વારે બનાવી દો આ બે ચિન્હ, તિજોરી છલકાઇ જશે….
વિશાખા ગૂગલને જીવિત વ્યક્તિ માની બેઠી
Surat : મોબાઈલના સતત એક્સપોઝરને કારણે વિશાખા ગૂગલને જીવતો જાગતો માણસ માની બેઠી અને તેની સાથે વાતો પણ કરવા લાગી હતી. આ દરમિયાન તે એવું કહેતી કે, ગૂગલ તેને જે પણ કરવાનું કહેશે, તે તે પોતે કરશે. જે બાદ તે ઘણા સમયથી પરિવારમાં એવું કહી રહી હતી કે, ગૂગલ તેને ખાવાની ના પાડે છે અને કહે છે કે, ‘મરી જા’. તે આવું બધું ઘરના કહેતી હતી જોકે આ મનોરોગનું જ લક્ષણ છે.
ગૂગલ પર ફેસ એક્સસાઈઝમાં મોઢું વળી ગયું
Surat : વિશાખા મોબાઈલમાં ગૂગલ પર ફેસ એક્સસાઈઝ કરી રહી હતી આવા કરવામાં તેનું મોંઢું વળી ગયું જે પછી તેને તાબડતોબ હોસ્પિટલમાં લઈ જઈને સારવાર કરાવાઈ હતી, છતાં કંઈ ફર્ક ન પડતાં માનસિક રોગોના ડોક્ટર પાસે લઈ જવાઈ અને ત્યાં સારવાર શરુ કરાઈ હતી, જે એક મહિના ચાલી હતી જે સમય દરમિયાન તેનો મોબાઈલ પણ લઈ લેવામાં આવ્યો હતો હવે તેને લત લાગી હોવાથી તે રહી શકે તેમ નહોતી અને ઘરના કંઈ કહી શકે તેમ પણ નહોતી આથી તેણે ઘરમાં ગળેફાંસો ખાઈ લીધો હતો.
more article : Ahmedabad માં અહીં પીરસાતી શાહી ખીચડી સંતોષભર્યો આપે છે ઓડકાર, કિંમત ફક્ત દસ રુપિયા….