સુરતના ડાયમંડ કિંગ એવા “સવજીભાઈ ધોળકિયા” નો દીકરો દ્રવ્ય, જીવે છે આવું વૈભવી અને આલીશાન જીવન…
દોસ્તો જ્યારે પણ આપણે ડાયમંડની વાત કરવામાં આવે ત્યારે, સુરતના બિઝનેસમેન સવજીભાઈ ધોળકિયા નું નામ ન લેવામાં આવે તેવું બની શકે નહિ. સવજીભાઈ આજે કરોડો રૂપિયાનું ટર્નઓવર કરે છે. તેમ છતાં તેમનામાં સહેજ પણ મોટાઈ નથી, અને તેઓ તેમના ઉદાર દિલ માટે પણ જાણીતા છે. સવજી ભાઈ જમીન થી જોડાયેલા છે. સવજી ભાઈ ધંધા ની સાથે સામાજિક કાર્ય પણ ખુબ વધારે કરે છે.
સવજીભાઈ તેમના કર્મચારીઓને દિવાળી બોનસ પર ફ્લેટ અને મોંઘી ગાડીઓ આપવા માટે પણ ખુબ જાણીતા છે. આવી સ્થિતિમાં એક પ્રશ્ન બધાના મનમાં આવતો હશે કે, સવજીભાઈ નો પરિવાર કેવી લાઇફસ્ટાઇલ જીવે છે??, જો તમારા મનમાં પણ આ પ્રશ્ન આવે છે??, તો આજે અમે તમને સવજીભાઈ ધોળકિયા ના પુત્ર દ્રવ્ય ધોળકિયા ની લાઇફસ્ટાઇલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ..
સવજીભાઈ ધોળકિયા સુરતમાં હરિકૃષ્ણા ડાયમંડ કંપની ચલાવે છે. જેમાં હજારો કર્મચારીઓ કામ કરે છે, અને સવજીભાઈ પણ તેમના કર્મચારીઓને ક્યારેય નિરાશ કરતા નથી. તેઓ અવારનવાર શુભ પ્રસંગોએ તેમને ગિફ્ટ આપતા રહે છે. તેઓના આ ઉદારવાદી સ્વભાવને લીધે જ તેઓ ભારતની સાથે સાથે દેશ વિદેશમાં પણ આગવી ઓળખ ધરાવે છે.
જો આપણે સવજીભાઈ ના દીકરા દ્રવ્ય વિશે વાત કરીએ તો, દ્રવ્યએ ન્યુયોર્ક ની યુનીવર્સીટી માંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. અને તેનો મોટાભાગનો અભ્યાસ વિદેશમાં જ થયો છે. દ્રવ્ય ખુબજ વૈભવી શોખ ધરાવે છે. અને તેની સાબિતી તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરવામાં આવેલી તસવીરો આપે છે. દ્રવ્ય મોંઘા બ્રાન્ડેડ કપડાં પહેરવામાં પણ કોઈ પાછી પાની નથી.
તમને જાણીને નવાઈ લાગશે કે દ્રવ્યએ ગ્રેજ્યુએશન પૂર્ણ કરી લીધા બાદ, પોતાના પિતાની કંપનીમાં કામ કરવાને બદલે એક ફ્રેશર તરીકે નોકરી કરી હતી. આ તેણે સૌથી પહેલા બીપીઓ કંપનીમાં સોલાર બનાવવાનું કામ કર્યું હતું. જોકે એક અઠવાડિયા બાદ તેણે આ નોકરી પિતાના કહેવાને લીધે છોડી દીધી હતી.
જ્યારે દ્રવ્યની વાત કરવામાં આવે અને તેની સાથે જોડાયેલ એક કિસ્સો યાદ નાં કરવી તે તો બને જ નહિ. તેવું બની શકે નહીં. હકીકતમાં એક દિવસ સવજીભાઇ ને કામના અર્થે ન્યુયોર્ક જવાનું થયું હતું, અને અહી તેઓ પોતાના પુત્રને મળ્યા હતા. ત્યારબાદ તેઓ તેમની સાથે જમવા ગયા અને દીકરા દ્રવ્યને હોટલમાં ઓર્ડર આપવા કહ્યું હતું. જોકે દ્રવ્યએ આ દરમિયાન જરૂરિયાત કરતા વધારે ઓર્ડર આપી દીધો હતો. જેને જોઈને સવજીભાઈ સમજી ગયા કે દીકરાને પૈસાની કિંમત સમજાવી પડશે.
જેના પછી જ્યારે દ્રવ્ય તેનો અભ્યાસ પૂર્ણ કરીને ભારત આવ્યો ત્યારે તેના પિતાએ તેને કહ્યું કે, તેને મારી(સવજીભાઇ) ની ઓળખ આપ્યા વિના નોકરી કરવી પડશે, જેથી કરીને તું દુનિયાદારી વિશે સમજી શકે, અને આ અનુભવ પરથી ધંધામાં આગળ પ્રગતિ થશે.
આ માટે સવજીભાઈ એ દ્રવ્યને સાત હજાર રૂપિયા અને ત્રણ જોડી કપડા આપીને કોચીન મોકલ્યો હતો. આ સાથે તેઓએ એવી શરત પણ કરી હતી કે, તારે દર મહિને નોકરી બદલી દેવી પડશે, અને જ્યારે ઘરે પરત આવે ત્યારે આ સાત હજાર રૂપિયા પરત લઈને આવવાના રહેશે.
સવજીભાઈ ના કડક થયા પછી દ્રવ્યને સાચી દુનિયાદારી ની ખબર પડી ગઈ, અને ત્યારબાદ તેને પૈસાનું પણ મહત્વ સમજાય ગયું. આજે દ્રવ્ય અમીર પિતાનો દીકરો હોવા છતાં જમીન સાથે જોડાયેલ રહે છે. અને સવજીભાઈ પણ ખુબ નિખાલસ સ્વભાવ ધરાવે છે. તેમજ અત્યારે સવજી ભાઈ ધોળકિયા ઘણા સમાજ ના કામ પણ કરે છે.