શરીરમાં દેખાય આ 5 સંકેત તો ભૂલથી પણ અવગણશો નહીં, આ અંગ થશે ખરાબ
- કમળો થવો એ ખરાબ લીવરનો આપે છે સંકેત
- સ્કીન પર ખંજવાળ આવવી અને ભૂખ ઘટવી પણ લક્ષણ
- બ્લીડિંગની સમસ્યા રહે અને એકાગ્રતા ઘટી શકે છે
આપણા શરીરમાં લિવર ભોજનને યોગ્ય રીતે પચાવવાથી લઈને બોડીને સંતુલિત બનાવી રાખવાનું કામ કરે છે. તમારા લિવરમાં જો ગરબડ થાય છે તો તેની અસર શરીર પર જોવા મળે છે. આ અંગ ખરાબ થવાના સંકેત પહેલાથી મળી જાય છે. પરંતુ ક્યારેક તેને ઈગ્નોર કરાય છે. તો જાણો કયા સંકેતો છે જેને ધ્યાનમાં રાખી લેવાથી લિવરની સમસ્યાઓથી બચી શકાય છે.
કમળો છે સૌથી મોટો સંકેત, જો તમને કમળો થાય છે તો સ્પષ્ટ રહે છે કે તમારું લિવર સારી રીતે કામ કરતું નથી, તેમાં સ્કીન અને આંખનું સફેદ ભાગ પીળો થાય છે. યૂરિનનો રંગ પણ પીળો થવા લાગે છે. કમળો ત્યારે થાય છે જ્યારે લિવર લાલ રક્ત કોશિકાઓને સારી રીતે સંચાલિત કરી શકતું નથી.
સ્કીનમાં ખંજવાળ આવવી, આ સાથે લિવર ખરાબ થવાના કારણે કોઈ મુશ્કેલી રહે છે અને સ્કીનની નીચે પિત્ત જમા થવા લાગે છે. તેનાથી સ્કીન પર એક લેયર બને છે અને ખંજવાળ આવે છે.
ભૂખ ઘટવી, જો તમને ભૂખ ઓછી લાગે છે તો તમારે એલર્ટ થવાની જરૂર છે. લિવર એક તરફ પિત્ત રસ બનાવે છે જે ખાવાનું પચાવવામાં મદદ કરે છે. લીવર સારી રીતે કામ કરતું નનથી તેનું ફંક્શન બગડે છે. આ કારણે ભૂખ પણ ઘટે છે.
બ્લીડિંગ થવું, જો તમને પણ બ્લીડિંગની સમસ્યા રહે છે તો તમારે એલર્ટ રહેવાની જરૂર છે. તમને વાગે તો તમારા ઘા ભરાવવામાં સમય લાગી શકે છે. આ સમયે તમારે ડોક્ટરનો સંપર્ક કરી લેવો જરૂરી છે.
એકાગ્રતાની ખામી, આ પણ એક મોટો સંકેત છે. જ્યારે લિવર લોહીના વિષાક્ત પદાર્થોને ફિલ્ટર કરી શકતું નથી તો તે અન્ય કામમાં બાધા ઉત્પન્ન કરવા લાગે છે.