Karwa Chauth પર સૌભાગ્યવતી મહિલાઓ ન કરે આ ભૂલ, આ રીતે તૈયાર કરો પૂજાની થાળી…

Karwa Chauth પર સૌભાગ્યવતી મહિલાઓ ન કરે આ ભૂલ, આ રીતે તૈયાર કરો પૂજાની થાળી…

વર્ષ 2023માં Karwa Chauth 1 નવેમ્બર 2023ના દિવસે છે. કરવા ચોથનો પર્વ કારતક મહિનાની ચતુર્થી તિથિના દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિની લાંબી ઉંમર અને સારા આરોગ્ય માટે આખો દિવસ વ્રત કરે છે અને રાત્રે ચંદ્ર નીકળ્યા બાદ પોતાનુ વ્રત ખોલે છે. કરવા ચોથના દિવસે આપણે ઘણી વાતોનું ધ્યાન રાખવુ જોઈએ. આ નિયમોનું પાલન ન કરવાથી અશુભ ફળની પ્રાપ્તિ થાય છે.

Karwa Chauthમાં આ વાતોનું ધ્યાન રાખો

Karwa Chauthના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓએ સફેદ અને કાળા રંગના વસ્ત્ર પહેરવા જોઈએ નહીં. એવુ માનવામાં આવે છે કે કરવા ચોથના દિવસે આ રંગના વસ્ત્ર પહેરવા અશુભ હોય છે.

Karwa Chauth
Karwa Chauth

Karwa Chauthના દિવસે પ્રયત્ન કરો કે લાલ અને ગુલાબી રંગના વસ્ત્ર પહેરો, આ રંગ સૌભાગ્યનું પ્રતીક હોય છે.

Karwa Chauthના દિવસે મહિલાઓએ તેજ ધારવાળી વસ્તુઓને હાથ લગાવવો જોઈએ નહીં જેમ કે સોય, ચાકુ વગેરે, કરવા ચોથના દિવસે ઈજા પહોંચવી પણ અશુભ માનવામાં આવે છે.

Karwa Chauthના દિવસે વડીલોનું અપમાન બિલકુલ ના કરો, વડીલો સાથે કંકાશ કે ઝઘડો કરવો જોઈએ નહીં, વડીલોનું સન્માન કરો અને તેમના આશીર્વાદ લો.

Karwa Chauthના દિવસે સોળ શણગાર કરો, આ દિવસે સજવુ શુભતાનું પ્રતીક માનવામાં આવે છે.

Karwa Chauthના દિવસે શણગારનો સામાન દાન ન કરો, આ દિવસે શણગારનો સામાન દાન કરવો અશુભ હોય છે. તેથી આવુ કરવાથી બચવુ જોઈએ.

આ પણ વાંચો : accident : અરવલ્લીમાં બાઈકસવાર મહિલા ટ્રકના ટાયરમાં આવી જતા કમકમાટી ભર્યું મોત, તો સાબરકાંઠામાં ત્રિપલ અકસ્માત

આ રીતે સજાવો Karwa Chauthની પૂજાની થાળી

કરવા ચોથની થાળી Karwa Chauthની પૂજામાં એક મુખ્ય સામગ્રી હોય છે. દરેક સૌભાગ્યવતી મહિલા આને ઉત્સાહભેર ખરીદે છે અને તેને સજાવે છે.

Karwa Chauthની થાળીમાં લોટમાંથી બનેલો દીવો હોવો જોઈએ. તે દીવામાં રૂ ની દિવેટ પણ હોવી જરૂરી છે.

માટીનો કરવા પૂજાની થાળીમાં હોવો જોઈએ.

Karwa Chauth
Karwa Chauth

એક જળનો કળશ હોવો ખૂબ જરૂરી છે જેનાથી તમારે ચંદ્રને જળ અર્પણ કરવાનું હોય છે.

ચાળણી હોવી પણ જરૂરી છે, જેનાથી તમે ચંદ્રના દર્શન કરો.

પાણીનો ગ્લાસ પૂજાની થાળીમાં હોવો ખૂબ જરૂરી છે, જે લોટાથી તમે ચંદ્રને જળ અર્પણ કરો તે લોટાથી પાણી ન પીવો પરંતુ પાણી ગ્લાસથી પીવો.

Karwa Chauth ની થાળીમાં ફૂલ, ચોખા, મિઠાઈ, ઘી, કંકુ આ તમામ વસ્તુઓનું હોવુ જરૂરી છે. ચંદ્રદેવ દર્શન બાદ તેમની સૌથી પહેલા પૂજા કરો, તેમને કંકુ, ચોખા ચઢાવો, તેમની આરતી ઉતારો, મિઠાઈનો ભોગ લગાવો, તે બાદ પોતાના પતિની પૂજા કરો.

more article :  Karwa Chauth માં દરેક સુહાગન સ્ત્રીને કરવા જોઈએ આ 16 શણગાર,જાણો….

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *