રવિવારે બની રહ્યા છે 3-3 શુભ સંયોગ, માઘી પૂર્ણિમા પર આ પાંચમાંથી એક ઉપાય કરવાથી દૂર થઈ જશે સંકટ અને મળશે બધા કામનું વધુ પુણ્ય

રવિવારે બની રહ્યા છે 3-3 શુભ સંયોગ, માઘી પૂર્ણિમા પર આ પાંચમાંથી એક ઉપાય કરવાથી દૂર થઈ જશે સંકટ અને મળશે બધા કામનું વધુ પુણ્ય

આ વખતે મહા મહિનામાં આવતી માઘી પૂનમનું પર્વ 5 ફેબ્રુઆરી, રવિવારે છે. આ દિવસે સંગમ તટ પર નિવાસ કરી રહેલાં કલ્પવાસી સ્નાન-દાન કરી પોતાનું તપ પૂરું કરે છે. આ તિથિનું મહત્વ અનેક ગ્રંથોમાં બતાવવામાં આવ્યું છે. આ દિવસે ચંદ્ર પોતાના પૂર્ણ રૂપમાં હોય છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ આ તિથિનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. આ વખતે આ પૂર્ણિમાનું મહત્વ એટલા માટે વધી ગયું છે કારણ કે આ દિવસે પુણ્ય નક્ષત્ર, રવિયોગ અને સર્વાર્થસિદ્ધિ નામના શુભ યોગ સર્જાઈ રહ્યાં છે. જેના લીધે આ દિવસે કેટલાક વિશેષ ઉપાયો કરવાથી તેનું બમણું શુભ ફળ પ્રાપ્ત કરી શકાય છે. જાણો આ દિવસે કયાં-કયાં કામ કરવા જોઈએ…

ભગવાન સત્યનારાયણની કથા કરાવો
પૂર્ણિમા તિથિ પર ભગવાન સત્યનારાયણની કથા કરાવવાનું વિશેષ મહત્વ છે. તેનાથી ઘરમાં સુખ-શાંતિ ટકી રહે છે અને આવનાર સંકટો ટળી જાય છે. માઘી પૂર્ણિમાનું મહત્વ બીજી તિથિઓ કરતાં અનેક રીતે વધુ હોય છે, એટલા માટે આ દિવસે ભગવાન સત્યનારાયણની કથા કરાવવાથી તમારી દરેક ઈચ્છા પૂરી થઈ શકે છે.

ભગવાન વિષ્ણુ-લક્ષ્મીનો અભિષેક કરો
પૂનમની તિથિએ ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પણ પૂજા કરો અને આ બંનેનો અભિષેક દક્ષિણાવર્તી શંખથી ગાયનું દૂધ ભરીને કરો. અભિષેક કરતી વખતે ऊँ नमो भगवते वासुदेवाय, ऊँ महालक्ष्म्यै नम: મંત્રનો જાપ કરતાં રહો. આ ઉપાયથી તમને ધનલાભના યોગ બનશે અને આર્થિક પરેશાનીઓ દૂર થઈ શકે છે.

પિતૃઓ માટે કરો ધૂપ-ધ્યાન
પૂર્ણિમા તિથિ પર પિતૃઓની આત્માની શાંતિ માટે પણ ધૂપ-ધ્યાન જરૂર કરવા જોઈએ. એમ ન કરી શકતાં હોવ તો કોઈ નદીમાં સ્નાન કરો અને સૂર્યદેવને જળ અર્પણ કરો. તેનાથી પણ પિતૃ પ્રસન્ન થાય છે. શક્ય હોય તો નદીમાં કાળા તલ પણ પ્રવાહિત કરો. પિતૃ કાર્યમાં તલનું વિશેષ મહત્વ ધર્મગ્રંથોમાં પણ બતાવ્યું છે.

જરૂરિયાતમંદ લોકોને દાન કરો
પૂર્ણિમા તિથિએ ગરીબોને ભોજન અને કાચા અનાજનું દાન કરવું જોઈએ. શક્ય હોય તો કપડાં અને વાસણ પણ દાન કરો. આ સમયે શીતઋતુની અસર વધુ હોવાથી ગરમ કપડાંનુ દાન કરવું વધુ શુભ માનવામાં આવે છે. એટલું ન કરી શકો તો ગાયને લીલું ઘાસ ખવડાવો.

હનુમાનજીની પૂજા કરો.
પૂર્ણિમા તિથે હનુમાનજીની પૂજા માટે પણ શ્રેષ્ઠ માનવામાં આવી છે. આ દિવસે હનુમાનજીને સિંદૂર અને ચમેલીના તેલથી ચોલા ચઢાવો. ત્યારબાદ શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો અને ત્યાં જ બેસીને હનુમાન ચાલીસાનો પાઠ પણ કરો. આ ઉપાયથી તમારા જીવનના સંકટો ઓછા થતાં જાય છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *