ડોક્ટરની બેદરકારી: ડોક્ટર હાજર ન રહેવાના કારણે 5 વર્ષીય બાળક નું હોસ્પિટલ બહાર તડપી તડપી ને મો’ત..
આપણા સમાજ માં ડોક્ટરો ને ભગવાન નું સ્વરૂપ ગણવામાં આવે છે. ડોક્ટરો ભગવાન ના આશીર્વાદ થી દર્દીઓ ને સાજા કરી દેતા હોય છે. પરંતુ ક્યારેક આપણા સમાજ માંથી એવી એવી ઘટનાઓ સામે આવતી હોય છે કે જેને સાંભળી ને આપણે હચમચી જતા હોઇએ. ક્યારેક ક્યારેક સરકારી હોસ્પિટલ માં ડોક્ટરો ની ઘોર બેદરકારી સામે આવતી હોય છે. ડોક્ટર ની ઘોર બેદરકારી ને લીધે દર્દીઓ ના મૃત્યુ પણ થતા હોય છે. એવો જ એક કેસ મધ્યપ્રદેશ થી સામે આવ્યો છે.
મધ્ય પ્રદેશ ના જબલપુર ના બરગી ગામના રહેવાસી ના એક 5-વર્ષ ના બાળક ને ઝાડા-ઉલ્ટી થઇ જતા. ઋષિ નામના 5-વર્ષ ના પુત્ર ને સારવાર અર્થે તેના મામા પવન કુમાર અને માતા બને 15-કિલોમીટર દૂર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ ગયા હતા.
ઋષિ ને સારવાર અર્થે બપોરે 12-વાગ્યા ની આસપાસ લઇ ગયા હતા. જયારે તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં પહોંચ્યા ત્યારે ત્યાં કોઈ જ ડોક્ટર ફરજ પર હાજર ના હતા. માત્ર એક નર્સ જ ફરજ પર હતી.
ડોક્ટર ફરજ પર હાજર ના રહેવાના કારણે 5-વર્ષ ના ઋષિ ને સમયસર સારવાર મળી શકી નહીં અને ઋષિ નું હોસ્પિટલ ની બહાર તડપી તડપી ને મૃત્યુ થયું હતું. જાણવા મળ્યું કે આ આરોગ્ય કેન્દ્ર માં ડોક્ટર ની ડ્યુટી સવાર ના 9 થી સાંજ સુધી હોય છે.
પરંતુ ફરજ પર કોઈ ડોકટર હાજર ના રહેવાના કારણે 5-વર્ષીય ઋષિ મૃત્યુ ને ભેટ્યો. હોસ્પિટલ બહાર પરિવાર ના લોકો અને માતા પોતાના બાળક ને ગળે વળગાડી વળગાડી ને રડી રહ્યા હતા.
માતા કરુંણ આક્રંદ સાથે પુત્ર ની લાશ ને ગળે વળગાડી ઉઠ બેટા..ઉઠ બેટા.. તેમ કહી રહી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ડો.લોકેશ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બરગીમાં ફરજ પર હતા. તેઓ બુધવારે બપોરે 12 વાગ્યે હોસ્પિટલ પહોંચ્યા હતા.
જ્યારે હોસ્પિટલની ઓપીડી સવારે 9 વાગ્યે શરૂ થાય છે અને સાંજે 4 વાગ્યે પૂરી થાય છે. સુત્રોના જણાવ્યા મુજબ ડો.લોકેશે તેમના સિનિયરોને જણાવ્યું કે પરિવારમાં ધાર્મિક કાર્યક્રમ હોવાથી તેઓ ફરજ પર મોડા પહોંચ્યા હતા.