શું તમે પિતૃઓને ખુશ રાખવા માંગો છે, તો અમાસના દિવસે કરો ખાલી આ એક નાનું એવું કામ…
સર્વ પિતૃ અમાસ શ્રાદ્ધ પક્ષનો અંતિમ દિવસ કહેવાય છે. આ દિવસ પિતૃઓેને ભાવપૂર્વક વિદાઇ આપવાનો દિવસ છે. આથી આ અમાસને પિતૃ વિસર્જનના નામથી ઓળખવામાં આવે છે. આ વર્ષે આ અમાસ 6 ઓક્ટોબરના રોજ છે. સર્વ પિતૃ અમાસ છે. હિન્દુ પંચાંગ અનુસાર અશ્વિન માસની અમાસ પિતૃ અમાસ કહેવાય છે.
આ દિવસે શ્રાદ્ધ પક્ષ સમાપ્ત થાય છે અને પિતૃ લોકમાંથી આવતા પૂર્વજો પોતપોતાની દુનિયામાં પાછા ફરે છે. પિતૃ વિસર્જન અસાસના દિવસે બ્રાહ્મણને ભોજન કરાવવાથી પૂર્વજો સંતુષ્ટ થાય છે. અને જતા જતા તેઓ તેમના પુત્ર, પૌત્રો અને કુટુંબને આશીર્વાદ આપે છે.
જે વ્યક્તિ પિતૃપક્ષના પંદર દિવસો સુધી શ્રાદ્ધ તર્પણ વગેરે નથી કરતા તેઓ અમાસના રોજ જ પોતાના પિતૃના નામનું શ્રાદ્ધ વગેરે સંપન્ન કરે છે. જેમને પિતૃઓની તિથિ યાદ નથી તેમના નામનું શ્રાદ્ધ, તર્પણ, દાન વગેરે આ અમાસના રોજ કરવામાં આવે છે.
માન્યતા છે કે જે વ્યક્તિ શ્રદ્ધા અને વિશ્વાસથી નમન કરીને પિતૃઓને વિદાય આપે છે તેમના ઘરે પિતૃદેવ ખુશીઓથી છલકાવી દે છે. પિતૃ અમાસે સવારે વહેલા ઉઠી નિત્યકર્મથી પરવારીને સ્નાન પૂજા કરવી જોઇએ. પિતૃઓને ભાવતુ સાત્વિક ભોજન ભાવ પૂર્વક બનાવવું જોઇએ. દુધની બનાવટની કોઇ વસ્તુ ખાસ શ્રાદ્ધ દરમિયાન બનાવવી. મિષ્ઠાન, ફળ મિઠાઇ અને દૂધપાકનું ભોજન અર્પણ કરવુ.
શ્રાદ્ધ નાંખ્યા બાદ જ પ્રસાદ આરોગવો. સાંજના સમયે તેલની દીપક પ્રગટાવવો. તમામ સભ્યોની શુભ કામના માટે પ્રાર્થના કરવી. પીપળાની પૂજાનું વિશેષ મહત્વ છે. આ દિવસે ખાસ પૂજા અર્ચના કરવી. જેથી પિતૃઓ તેમની યાત્રા પૂર્ણ કરી મોક્ષ ગતિને પામે. પિતૃ વિધિ દરમિયાન કોઇ સાથે વાતચીત ન કરવી. મૌન રહેવુ.