તમને ખબર છે કેવી રીતે પ્રેમમાં પડ્યા હતા મુકેશ અને નીતા અંબાણી?
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી મુંબઈની જાણીતી પર્સનાલિટીમાંથી એક છે. અમે તમને જણાવીશું એવી કેટલીક અજાણી વાતો જે તમે નથી જાણતા.
નીતા અંબાણીનો જન્મ નીતા દલાલ તરીકે 1 નવેમ્બર 1963ના દિવસે રવિ દલાલ અને પૂર્ણિમા દલાલને ત્યાં થયો હતો. નીતા અંબાણીને એક બહેન છે મમતા દલાલ.
મુંબઈમાં શાળાનું શિક્ષણ લીધા બાદ તેમણે નરસી મનજી કૉલેજમાંથી બી. કોમ.ની ડીગ્રી લીધી.નીતા અંબાણીને પહેલેથી જ નૃત્યનો શોખ હતો. તેમણે ભરત નાટ્યમની તાલિમ લીધેલી છે.
ધીરૂભાઈ અંબાણીએ નીતા અંબાણીને એક નૃત્યના કાર્યક્રમ દરમિયાન જોયા હતા. અને તેમને પુછ્યું કે શું તેઓ તેમના મોટા દીકરા મુકેશ સાથે લગ્ન કરશે? થોડી મુલાકાતો હાદ મુકેશ અંબાણીએ નીતા અંબાણીને પ્રપોઝ કર્યું હતું.
મુકેશ અંબાણીએ પ્રપોઝ કર્યું ત્યારે નીતા અંબાણી તરત હરખાઈ નહોતા ગયા, તેઓ ત્યાં જ ઉભા રહ્યા અને તેમની શરતો જણાવી.
નીતા અંબાણીએ મુકેશ અંબાણી સાથે 1985માં લગ્ન કર્યા. તેઓ એ સમયે સ્કૂલમાં શિક્ષિકા તરીકે કામ કરતા હતા. લગ્ન બાદ પણ નીતા અંબાણી થોડા સમય સુધી શાળામાં શિક્ષિકા તરીકે કામ કરતા હતા.
નીતા અને મુકેશ અંબાણીને બે દીકરા અને એક દીકરી છે. આકાશ અને ઈશા અંબાણી જુડવા ભાઈ બહેન છે જ્યારે અનંત અંબાણી સૌથી નાના છે.
મુકેશ અને નીતા અંબાણીના પુત્રી ઈશા અંબાણીએ તાજેતરમાં જ ખુલાસો કર્યો કે તેનો અને આકાશનો જન્મ IVFથી થયો હતો.
નીતા અંબાણીને ડાન્સિંગ, સ્વીમિંગ અને બાળકો સાથે સમય વિતાવવો ગમે છે.એક સમયે નીતા અંબાણી 90 કિલોના હતા. જ્યારે તેના દીકરા અનંતને વજન ઓછું કરવાનું હતું ત્યારે તેમણે તેને મોટિવેશન આપ્યું હતું.
નીતા અંબાણીની દીકરી ઈશા અંબાણી અને આનંદ પિરામલના 12 ડિસેમ્બર 2018ના દિવસે લગ્ન થયા હતા.
નીતા અંબાણીના પુત્ર આકાશ અંબાણીના શ્લોકા મહેતા સાથે લગ્ન થયા છે. જેમના લગ્ન સમારોહમાં મોટી સંખ્યામાં બૉલીવુડ અને ક્રિકેટ જગતની હસ્તીઓ હાજર રહી હતી.
નીતા અંબાણી IPLની ટીમ મુંબઈ ઈન્ડિયન્સના સહમાલિક પણ છે.નીતા અંબાણીને ટીમના ખેલાડીઓ સાથે સારું ફાવે છે. તેઓ મેચ સમયે તેમને ચીઅર કરતા જોવા મળે છે.
નીતા અંબાણી ગણેશજીના મોટા ભક્ત છે. તેઓ સિદ્ધિ વિનાયક મંદિરે અવારનવાર જોવા મળે છે.ઈન્ટરનેશલ ઓલમ્પિક કમિટીના સભ્ય બનનાર નીતા અંબાણી પહેલા ભારતીય મહિલા છે.