ચહેરાની સુંદરતા વધારવા માટે કરો આ ખાસ ઘરેલુ ઉપાય, તમારી ત્વચાને બનાવશે કોમળ…

ચહેરાની સુંદરતા વધારવા માટે કરો આ ખાસ ઘરેલુ ઉપાય, તમારી ત્વચાને બનાવશે કોમળ…

પ્રદૂષણ અને તીવ્ર ધૂપનાં પગલે સ્કિનમાં ટૅનિંગ થઈ જાય છે કે જેનાંથી ચેહરાનો રંગ દબાઈ જાય છે. તેનાંથી સ્કિન ગ્લો નથી થતી, પણ વધુ નિષ્પ્રાણ જેવી દેખાવા લાગે છે. આ સમસ્યાઓમાંથી છુટકારો પામવા આપ બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો છો, પરંતુ તેનાથી આપને કોઈ ફાયદો નથી થતો.

ઉંમર વધવાની સાથે હોર્મોનલ ચેન્જિસ, ન્યૂટ્રિશનની કમી, તડકાની અસર, અનહેલ્ધી લાઈફસ્ટાઈલ જેવા ઘણાં કારણોથી સ્કિનના ટેક્સચર અને ફેરનેસ પર ખરાબ અસર પડે છે. ફેરનેસ અને હેલ્ધી સ્કિન મેળવવા કેટલાક ઘરેલૂ ઉપાયો કરી શકાય છે. જેનાથી સ્કિનને નુકસાન પણ નથી પહોંચતું અને સ્કિન સારી રહે છે. હવે દિવાળી આવવાની છે તો અહીં જણાવેલા ઉપાય કરશો તો એક સપ્તાહમાં ચહેરો ગોરો અને સ્કિન હેલ્ધી બની જશે. ચાલો જાણી લો.

લિંબુનો રસ અને દૂધ,લિંબુનાં રસ સાથે આપે ઠંડુ દૂધ મેળવવું પડશે. તેની સાથે જ થોડુંક પાણી પણ મેળવો.તેને ચહેરા પર 15 મિનિટ માટે લગાવો અને પછી ધોઈ લો.પપૈયું,પપૈયામાં વિટામિન સી, એ અને એન્ઝાઈમ્સ હોય છે. જે સ્કિનને ફેર બનાવે છે. સાથે જ નવા સ્કિન સેલ્સ બનાવવામાં મદદ કરે છે. 2 ચમચી પપૈયાની પેસ્ટમાં અડધા લીંબુનો રસ મિક્સ કરો. ચહેરો ભીનો કરીને પેસ્ટ લગાવો. 30 મિનિટ બાદ ધોઈ લો.ટામેટું, દહીં અને ઓટમીલ,ટામેટાને કાપી લો અને પ્યૂરી બનાવી લો.

પછી તેમાં દહીં મેળવો અને ઓટમીલ મિક્સ કરી પૅક બનાવો.ઓટમીલ ત્વચાને સ્ક્રબની જેમ સાફ કરશે.ત્વચાની માલિશ કરી પૅકને કાઢો અને પછી ઠંડા પાણીથી ધોઈ લો.હળદર, હળદરમાં રહેલાં એન્ટીઓક્સીડેન્ટ્સ ટેનિંગની અસરને દૂર કરે છે અને સ્કિનમાં નિખાર લાવે છે. એક નાની ચમચી હળદર પાઉડરમાં એક મોટી ચમચી મધ મિક્સ કરી તેને ચહેરા પર લગાવો. 30 મિનિટ બાદ ધોઈ લો.મધ,મધમાં એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે.

જેનાથી સ્કિન ફેર અને સોફ્ટ બને છે. અડધી ચમચી મધમાં ચપટી તજનો પાઉડર મિક્સ કરીને ચહેરા પર લગાવો. સૂકાય ગયા બાદ ધોઈ લો.ટામેટાં,ટામેટાંમાં રહેલું લાઈકોપિન ટેનિંગ દૂર કરે છે અને ડેડ સેલ્સ હટાવે છે. તેનાથી સ્કિન ફેર અને હેલ્ધી રહે છે. એક ટામેટાંનો રસ કાઢી તેમાં અડધા લીંબુનો રસ મિક્સ કરીને ચહેરા પર લગાવો. 20 મિનિટ બાદ ધોઈ લો.ઑરેંજ પીલ અને દહીં,રેડીમેડ ઑરેંજ પીલ પાવડર ખરીદો અને તેમાં દહીં મેળવો.આ પૅકને લગાવી ત્વચાની માલિશ કરો.આ જલ્દીથી સુકાઈ જાય છે.

સૂકાયા બાદ ચહેરાને ઠંડા પાણીથી ધોઈ શકો છો.બેસન અને પાણી,એક ચમચી બેસનમાં, અડધું કપ પાણી મેળવો.પોતાની ત્વચા પર આ પેસ્ટને લગાવો અને સુકાવા દો.પછી તેને ઠંડા પાણીથી ધોઈ લો, આપનો ચહેરો ચમકી ઉઠશે.હની, લિંબુનો રસ, મિલ્ક પાવડર, બાદામ તેલ,અડધી ચમચી મધમાં એક લિંબુ નિચવો અને તેમાં ચપટી ભર મિલ્ક પાવડર મેળવો. બદામનાં તેલના કેટલાક ટીપાં નાંખો અને ચહેરા પર લગાવો.કદ્દૂ, મધ દૂધ,પાંચથી આઠ નાના કદ્દૂના ટુકડા લો અને તેમનું પેસ્ટ બનાવી લો.

કદ્દૂ પેસ્ટમાં બે ચમચી દૂધ અને મધની અડધી ચમચી મેળવો.હવે તેનું કોટ પોતાની ત્વચા પર લગાવો, 20 મિનિટ સુધી પ્રતીક્ષા કરો અને ઠંડા પાણીથી ધોઈ લો.આપ કદ્દૂનું આ પૅક એક દિવસ માટે રેફ્રિઝરેટરમાં સ્ટોર કરી શકો છો.ભાગદોડ ભરેલી લાઇફ અને અનિયમત ખાનપાનથી ચહેરાની રંગત જાણે ખોવાઇ જાય છે. જ્યારે યુવક હોય કે યુવતી દરેક લોકોને સુંદર ત્વચા જોઇએ છે.

પરંતુ ધૂળ-માટી અને પ્રદુષણ ભરેલા માહોલને લઇને ચહેરા પર ખીલ થઇ જાય છે. જેને હટાવવા અને ગોરી ત્વચા માટે બ્યુટી પ્રોડક્ટ્સ નો સહારો લે છે. તો આવો જોઇએ રસોડામાં જ રહેલા છે ઘણાં એવા નુસ્ખા. જેનાથી તમારી ત્વચા પણ બની જશે રાતોરાતો ગોરી.દહીંથી મેળવો ગોરી ત્વચા,દહીમાં ઘણાં એવા ગુણ હોય છે જે તમારા પાચન તંત્રની સાથે તમારા ચહેરા પર રંગત પણ લાવે છે. દહીંમાં બ્લીંચિંગ એજન્ટ હોય છે. જે ત્વચા માટે ફાયદાકારક હોય છે. દહીંમાં થોડોક ચણાનો લોટ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો.

હવે આ પેસ્ટને ચહેરા પર લગાવો. આ પેસ્ટ 15 મિનિટ સુધી રાખ્યા બાદ ચહેરો ધોઇ લો. આમ કરવાથી તમારી ત્વચા સુંદર લાગશે.ત્વચા પર ચમક લાવે છે લીંબુ,લીંબુમાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે. વિટામિન સી ત્વચા માટે સૌથી સારો ગુણ છે. જેનાથી ચહેરા પરના ખીલ અને દાગ-ધબ્બા દૂર થવાની સાથે ચમક પણ આવે છે. લીંબુના રસને તમે ફેસપેકમાં મિક્સ કરીને પણ લગાવી શકો છે. તે સિવાય લીંબુના રસમાં કાકડીનો રસ અને થોડીક હળદર મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી ફાયદો મળે છે.

ટેનિંગને દૂર કરે છે ટામેટું, ચહેરા માટે ટામેટાંનું માસ્ક ખૂબ સારુ છે. ટામેટાના માસ્કને તમે મધ સાથે ટ્રાય કરી શકો છો. ટામેટા અને મધનું મિશ્રણ ચહેરાની સુંદરતાને ઘણી હદ સુધી વધારે છે. આ માસ્કને બનાવવા માટે 1 નાનું ટામેટું, 2 ચમચી મધ અને 1 ચમચી લીંબુનો રસ લેવો. એક વાડકીમાં ટામેટાનું પલ્પ લો અને તેની સાથે મધ તેમજ લીંબુ મિક્સ કરો. હવે આ પેસ્ટને તમારા ચહેરા અને ગરદન પર લગાવો. આશરે 15 મિનિટ સુકાયા બાદ ચહેરો બરાબર ધોઇ લો.

ચહેરા પર ગ્લો લાવવાની સાથે જ આ ઉપાય ચહેરાના દાગ-ધબ્બાને પણ દૂર કરે છે.ત્વચા માટે સંજીવની છે એલોવેરા,એલોવેરા ખાવાની સાથે જ તમે ચહેરા પર પણ લગાવી શકો છો. એલોવેરાનું ગર લગાવવાથી ઘણાં ફાયદા થાય છે. એલોવેરા ચહેરાની સુંદરતાની સાથે સાથે વાળની લંબાઇ માટે પણ ખૂબ ફાયદાકારક છે. એલોવેરા જેલને ચહેરા પર લગાવો અને થોડીક વાર બાદ ધોઇ લો. થોડાક સમય બાદ આમ કરવાથી તમને પણ ફરક જોવા મળશે.આમ મિત્રો બધા ને ગોરી ત્વચા ની ઈચ્છા હોય છે તમે આ ઉપાય અપનાવો અને તમારી સમસ્યા થશે દૂર.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *