ચહેરાને અતિસુંદર બનાવવા માટે નારંગીની છાલ સાથે કરી લો આ ઉપાય, ચહેરો બની જશે ચમકદાર…
ચહેરાને સુંદર બનાવવા માટે વિટામિન સી ખૂબ મહત્વનું છે, નારંગી વિટામિન સીથી ભરપુર હોય છે. જે તમારી ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. નારંગીની છાલમાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ હોય છે, જે ત્વચાની સમસ્યાને દૂર કરવામાં મદદગાર છે. નારંગીમાં હાજર વિટામિન સી અને એન્ટીઓકિસડન્ટો સ્વાસ્થ્ય માટે માત્ર ફાયદાકારક જ નથી પરંતુ ત્વચાને ગ્લો આપવા માટે પણ મદદગાર છે. નારંગીની છાલથી બનેલા ફેસ પેકનો ઉપયોગ કરવાથી તમારા ચહેરા પરથી ડાઘ, રંગદ્રવ્ય અને બ્લેકહેડ્સ ઓછા થાય છે. નારંગીમાં રહેલા એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મો પિમ્પલની સમસ્યાથી રાહત આપે છે.
નારંગીનો પાવડર કેવી રીતે બનાવવો: જો તમારે ઘરે નારંગીની છાલનો પાઉડર બનાવવો હોય તો પહેલા નારંગીની છાલ સુકવી લો. જ્યારે નારંગીની છાલ સુકાઈ જાય, ત્યારે તેને ગ્રાઇન્ડરમાં બારીક ભૂકો કરી લો. આ પાવડરનો પેક બનાવવા માટે, પ્રથમ એક ચમચી નારંગીની છાલનો પાઉડર બે ચમચી હળદરના પાવડર સાથે મિક્સ કરો. આ પેસ્ટમાં ગુલાબજળ પણ નાખો. આ પછી બધું બરાબર મિક્ષ કરી લો, તો હવે તમારો ફેસ પેક તૈયાર છે.
હવે તેને ચહેરા પર લગાવવા માટે ચહેરાને સાફ પાણીથી ધોઈ લો અને તે પછી આ પેસ્ટ ચહેરા પર લગાવો. આ પેસ્ટને ચહેરા પર 15 મિનિટ માટે રહેવા દો. 15 મિનિટ પછી ચહેરો ધોઈ લો. આ પેક તમારા ચહેરાને એકદમ ચમકદાર બનાવશે.
ત્વચાની શુષ્કતા દૂર કરવા માટે નારંગી અને દૂધનો ફેસ પેક: જો તમારો ચહેરો વધુ સુષ્ક થઇ જાય છે, તો તમે તમારા ચહેરા પર નારંગીનો આ પેક પણ લગાવી શકો છો. આ પેક બનાવવા માટે એક ચમચી નારંગીની છાલનાં પાઉડરમાં દૂધ નાંખો અને તેને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર લગાવો અને તેને ઓછામાં ઓછા 15 મિનિટ સુધી ચહેરા પર લગાવો. જ્યારે પેસ્ટ સુકાઈ જાય ત્યારે તેને ધોઈ લો. આ પેકનો ઉપયોગ અઠવાડિયામાં બે વાર કરો, તે તમારી ત્વચાની શુષ્કતા દૂર કરશે, સાથે જ તમારી ત્વચાને સુધારશે.