કિન્નરના ચરણ સ્પર્શ કરીને કરો આ કામ, તમારી બધી મનોકામનાઓ પણ પૂર્ણ થશે…
આપણા સમાજમાં કિન્નર સમુદાયને અલગ દરજ્જો આપવામાં આવ્યો છે. તેમના અસ્તિત્વને લઈને સમાજમાં ઘણી વાતો ચાલે છે. પરંતુ, તેમના વિશે એવા ઘણા રહસ્યો છે જેનાથી દુનિયા હજુ પણ અજાણ છે અને જેને દરેક લોકો જાણવા માંગે છે. એમની દુનિયા બારથી જેટલી જુદી દેખાય છે એટલી જ અંદરથી રહસ્યમય પણ છે. તેમના રીતિરિવાજો અને સંસ્કારો અન્ય ધર્મોથી સંપૂર્ણપણે અલગ છે. સમાજમાં આ સમુદાયને અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે. પરંતુ, સમાજમાં તેમનું વિશેષ મહત્વ છે.
એવી માન્યતા છે કે જો કોઈ કિન્નરના આશીર્વાદ તમારી સાથે હોય તો તમે ક્યારેય ગરીબ નહીં બની શકો. એવું કહેવાય છે કે, જો તમને મહેનત કર્યા પછી પણ પૈસાની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે, તો તમારે કોઈકિન્નર ના આશીર્વાદ લેવા જોઈએ. જો તમને લાગે છે કે તમારા તમામ પ્રયાસો છતાં તમને સફળતા નથી મળી રહી, તો તમે ચોક્કસપણે પ્રયાસ કરી શકો છો. તમે નીચે આપેલા પગલાંને અનુસરીને તમારા ઊંઘી રહેલા નસીબને જગાડી શકો છો.
સામાન્ય લોકોને કિન્નર વિશે બહુ ઓછી માહિતી હોય છે. પરંતુ, એ વાત જાણીતી છે કે કેટલાક કિન્નરના આશીર્વાદ કોઈપણ વ્યક્તિનું નસીબ વધારવા માટે પૂરતા હોય છે.
કિન્નરને મેકઅપની વસ્તુઓ અને પૈસા દાન કરવાથી અને તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેવાથી ભાગ્યમાં વૃદ્ધિ થાય છે. જો તમે કિન્નર પાસેથી એક રૂપિયાનો સિક્કો લઈને તમારા પર્સમાં રાખો છો તો તમારી બધી મનોકામનાઓ પણ પૂર્ણ થશે.