Vastu Shastra અનુસાર આ રીતે કરો જાસુદના ફૂલનો ઉપયોગ, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ, નહીં રહે પૈસાની તંગી
Vastu Shastra માં જાસુદના ફૂલોનું ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે.જાસુદના ફૂલ હોય છે ખૂબ જ સુંદર હનુમાનજીને લાલ જાસુદના ફૂલ કરો અર્પિત સૂર્ય દેવને કરો જાસુદ અર્પણ જાસુદના ફૂલ ખૂબ જ સુંદર હોય છે. વાસ્તુ શાસ્ત્રમાં આ ફૂલોનું ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે. આ ફૂલ જીવનની ઘણા મુશ્કેલીઓને દૂર કરવાનું કામ કરે છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવવા માટે તમે જાસુદના ફૂલનો ઉપયોગ કરી શકો છો.
હનુમાનજીને લાલ જાસુદના ફૂલ અર્પિત કરો
Vastu Shastra : મંગળવારના દિવસે હનુમાનજીને લાલ જાસુદના ફૂલ અર્પિત કરો. આમ કરવું શુભ માનવામાં આવે છે. શુક્રવાર દેવી લક્ષ્મીને જાસુદના ફૂલ અર્પિત કરો. તેનાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.
આ પણ વાંચો : Astro Tips : આ હોળીએ અપનાવો તુલસી સાથે જોડાયેલ આ 6 ઉપાય, નહીં ખૂટે ક્યારેય ધનનો ભંડાર…
સૂર્ય દેવને કરો જાસુદ અર્પણ
Vastu Shastra : જાસુદના ફૂલ સૂર્ય દેવને ખૂબ પસંદ છે. જાસુદના ફૂલ વગર સૂર્ય દેવની પૂજા અધૂર માનવામાં આવે છે. નિયમિત રીતે પાણીમાં જાસુદના ફૂલ નાખીને સૂર્ય દેવને અર્પિત કરો. તેનાથી તમને ઉર્જાવાન રહેવામાં મદદ મળશે.
સ્ટડી ટેબલ પર મુકો જાસુદ
Vastu Shastra : સૂર્ય દોષને દૂર કરવા માટે જાસુદ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ઘરની પૂર્વ દિશામાં જાસુદના ફૂલનો છોડ લગાવો. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનું સંચાર થાય છે. નકારાત્મક ઉર્જા દૂર થાય છે. સ્ટડી ટેબર પર જાસુદનું ફૂલ મુકવાથી બાળકનું ભણવામાં મન લાગે છે.
મંગળ દોષ કરે દૂર
Vastu Shastra : મંગળ દોષ દૂર કરવા માટે પણ જાસુદના ફૂલ ખૂબ જ ફાયદાકારક છે. મંગળનો રંગ પણ આ ફૂલની જેમ જ લાલ હોય છે. ઘરમાં જાસુદના ફૂલનો છોડ લગાવો. તેનાથી મંગળ દોષ દૂર થાય છે. આ જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર કરે છે.
more article : scheme : આધાર કાર્ડ લાવો અને 50 હજાર લઈ જાઓ, મોદી સરકારની આ સ્કીમમાં વગર ગેરંટીએ મળે છે રૂપિયા!