Holi ના દિવસે કરી લો આમાંથી કોઈ એક ઉપાય, ઘરમાં ધન-સમૃદ્ધિ વધશે અને રોગ-દુઃખોથી મળશે મુક્તિ

Holi ના દિવસે કરી લો આમાંથી કોઈ એક ઉપાય, ઘરમાં ધન-સમૃદ્ધિ વધશે અને રોગ-દુઃખોથી મળશે મુક્તિ

Holi : હિન્દુ ધર્મમાં હોળીના તહેવારનું વિશેષ મહત્વ હોય છે. ફાગણ મહિનાની પૂનમની તિથિના દિવસે હોલિકા દહન કરવામાં આવે છે. તેના બીજા દિવસે ધુળેટી ઉજવાય છે. આ વર્ષે હોલિકા દહન 24 માર્ચ અને રવિવારે કરવામાં આવશે. જ્યારે રંગોનો તહેવાર ધુળેટી 25 માર્ચ અને સોમવારે ઉજવાશે.

Holiનો તહેવાર ધાર્મિક દ્રષ્ટિએ પણ વિશેષ મહત્વ ધરાવે છે. આ દિવસે કેટલાક વિશેષ ઉપાય કરી લેવાથી જીવનમાં આવેલી સમસ્યાઓથી મુક્તિ મળે છે. તો ચાલો આજે તમને કેટલાક એવા ઉપાયો વિશે જણાવીએ જેને કરવાથી તમારું ભાગ્ય પણ ચમકી શકે છે.

આ પણ વાંચો: Vastu Tips: સવારે ઘરમાં ઝાડુ કરો ત્યારે બોલવી આ લાઈનો, આ કામ કરનારનું રાતોરાત બદલી જાય છે જીવન

હોલિકા દહનના દિવસે કરવાના ઉપાય

Holi : આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો હોલિકા દહનના દિવસે 108 મખાનાની માળા બનાવીને લક્ષ્મીજીના મંદિરમાં જઈ અર્પણ કરો. હોલિકા દહનના દિવસે સવા કિલો ચોખાની ખીર બનાવીને કુષ્ઠાશ્રમમાં દાન કરો. જીવનમાં આવેલી સમસ્યાઓને દૂર કરવા માટે એક સુકા નાળિયેરનો ભૂકો કરીને હોલિકા દહનની આગમાં પધરાવી દો.

આ પણ વાંચો: Mukesh Ambani : ટેક્નોલોજી હવે Paytm, Google Pay, Phone Pe ને ટક્કર આપવા આવી રહ્યું છે Jio Pay Soundbox, જાણો પ્લાન..

હોલિકા દહન કરવાનું હોય તે દિવસે સંધ્યા સમયે ઘરની ઉત્તર દિશામાં શુદ્ધ ઘીનો અખંડ દીવો પ્રગટાવો. આ દીવો આખી રાત ચાલતો રહે તે વાતનું ધ્યાન રાખો. આ ઉપાય કરવાથી ઘરમાં ધન સમૃદ્ધિ વધે છે.

Holi : હોલિકા દહનની રાત્રે એક સફેદ કપડામાં સવાસો ગ્રામ આખા ચોખા બાંધી ઘરના મંદિરમાં પધરાવો. સાથે જ ૐ શ્રીમશ્રિયે નમઃ મંત્ર 108 વખત બોલો. બીજા દિવસે એટલે કે 25 માર્ચે આ પોટલીને શુભ મુહૂર્તમાં તિજોરીમાં રાખી દો. આ ઉપાય કરવાથી આર્થિક સ્થિતિ સુધરે છે. ઘરમાં નકારાત્મક ઉર્જા વધારે હોય એટલે કે લોકો વચ્ચે લડાઈ ઝઘડા વધારે થતા હોય તો હોલિકા દહનની રાત્રે એક શંખમાં ગંગાજળ ભરીને પૂજા સ્થાનમાં રાખી દો. બીજા દિવસે સવારે આ ગંગાજળને આખા ઘરમાં છાંટી દો.

Holi : ઘરમાં માતા લક્ષ્મીનો સ્થાયી વાસ થાય એટલે કે ઘરમાં હંમેશા ધન ધાન્ય ભરેલું રહે તેવી ઈચ્છા હોય તો હોળીના દિવસે સ્ફટિકનું શ્રી યંત્ર લાવી ગંગાજળ થી તેનો અભિષેક કરીને ઘરના મંદિરમાં સ્થાપિત કરો. ત્યાર પછી રોજ તેની પૂજા કરો. આ કામ કરી લેવાથી માતા લક્ષ્મી તમારા ઘર પર હંમેશા કૃપા વરસાવતા રહેશે.ધન પ્રાપ્તિની ઈચ્છા હોય તો હોલિકા દહનની અગ્નિમાં સફેદ રંગની મીઠાઈ પધરાવો.

more article : TATA Motors એ ગુજરાતમાં વિક્રમ સ્થાપિત કર્યો, સાણંદમાં 10 લાખ કારનું ઉત્પાદન પૂર્ણ કર્યું

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *