Diwali : શું તમે જાણો છો કે દિવાળીની રાત્રે કેમ ઘી અને તેલનો દીવો કરાય છે? નથી ખ્યાલ ને! તેની પાછળ રહેલું છે રોચક તથ્ય

Diwali : શું તમે જાણો છો કે દિવાળીની રાત્રે કેમ ઘી અને તેલનો દીવો કરાય છે? નથી ખ્યાલ ને! તેની પાછળ રહેલું છે રોચક તથ્ય

સનાતન ધર્મમાં Diwali નો પર્વ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સનાતન ધર્મને માનતા લોકો દિવાળી પહેલા તેની આતુરતાથી રાહ જોતા હોય છે. હિંદુ પંચાગ અનુસાર કાર્તક મહિનાની અમાસના દિવસે દિવાળીનો પર્વ ઉજવવામાં આવે છે. આ તહેવારને ઉજવવા માટે લોકો પહેલાથી જ તૈયારી શરૂ કરી દે છે. તેમકે નવા દિવા ખરીદવા ઘરની સાફ-સફાઈ કરવી, ઘરમાં રંગોળી કરવી, અલગ અલગ પ્રકારના પકવાન બનાવવા વગેરે.

Diwali
Diwali

ધાર્મિક માન્યતા છે કે આ દિવસે પ્રભુ રામ અયોધ્યા પરત ફર્યા હતા જેની ખુશીમાં અયોધ્યા વાસિઓએ દિવા કરીને પ્રભુ રામનું સ્વાગત કર્યું હતું.Diwali ના દિવસે દિવો કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થાય છે.

માતા લક્ષ્મીના સ્વાગત માટે લોકો Diwali ના દિવસે ઘર પર દિવો કરે છે. અમાસ પર દિવાળીનો પર્વ ઉજવવામાં આવે છે. આ કારણે દિવો કરીને અંધારાને દૂર કરવામાં આવે છે. અમાસ તિથિના દિવસે એક દિવો ઘીનો અને બાકી દિવા તેલના કરવાની પરંપરા છે.

Diwali
Diwali

તેલના દિવા કરવાના ફાયદા

ઘરમાં માટીના દિવામાં સરસવનું તેલ નાખીને દિવો કરવાથી શનિ અને મંગળ ગ્રહ મજબૂત થાય છે. તેના સાથે જ આ ગ્રહો દ્વારા આવી રહેલી સમસ્યાઓથી મુક્તિ મળે છે. ઘરમાં સુખ-શાંતિ બની રહે છે. તેના સાથે જ માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે અને સુખ-શાંતિનો વાસ થાય છે.

Diwali
Diwali

ઘીના દિવા કરવાનો ફાયદો

Diwali પર ઘીનો દિવો કરવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે ગાયના ઘીનો દિવો કરવાથી માતા લક્ષ્મી જલ્દી પ્રસન્ન થાય છે. આ દિવસે ઘીનો દિવો કરવાથી વ્યક્તિના ઘરની પ્રગતિ થાય છે. ઘરમાં ધન-ધાન્યની કમી નથી થતી. આજ કારણ છે કે દિવાળીના દિવસે પૂજા વખતે સૌથી પહેલા માતા લક્ષ્મીને ઘીનો દિવો કરવો જોઈએ.

more article : Diwali પર આ વિધિથી ઘરમાં સ્થાપિત કરો શ્રી લક્ષ્મી-ગણેશ યંત્ર, ઘરમાં થશે ધનના ઢગલા

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *