કષ્ટભંજન દેવને કરવામાં આવ્યો મોગરાના ફૂલોનો દિવ્ય શણગાર,જુઓ ફોટા …
જેઠ સુદ અગિયારસને નિર્જળા એકાદશી અથવા ભીમ અગિયારસ કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે 12 અથવા સમગ્ર વર્ષની એકાદશીનું ફળ આ ભીમ અગિયારસ કરવાથી મળે છે.
વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી ભીમસેની એકાદશી નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ દાદાને રંગબેરંગી ફુલ -પાંદડીના વાઘાનો દિવ્ય શણગાર તેમજ દાદાના સિંહાસનને મોગરાના ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
સવારે 05:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ. તેમજ મંદિરના પટાંગણમાં શ્રી મારુતિયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેના દર્શન-આરતીનો લાભ હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી.
કષ્ટભંજન દેવના અનોખા શણગારના દર્શન કરી શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવી હતી.
ભીમ અગિયારસ પર દાદાના દર્શન કરવા વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા.
ગુજરાતમાં આ ભીમ અગિયારસ સાથે જે પરંપરા-લોકવાયકા પ્રવર્તે છે, તે અંગે જાણીએ કે અનેક સ્થાનોએ આ તિથિને ખેડૂતો માટે વાવણી કરવાનો ઉત્તમ દિવસ માનવામાં આવે છે. તો કેટલાક સ્થાનો એ ભીમ અગિયારસના દિવસે ખેતીનું વર્ષ સારૂ જશે કે નબળુ તેનો ચિતાર મેળવવાની પ્રાચીન પરંપરા છે.
મંદિરના પટાંગણમાં મારુતિયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.