Dividend Stock : 1 શેર પર 94 રૂપિયાનું ડિવિડેન્ડ આપી રહી છે કંપની, રેકોર્ડ ડેટ આ સપ્તાહે..

Dividend Stock : 1 શેર પર 94 રૂપિયાનું ડિવિડેન્ડ આપી રહી છે કંપની, રેકોર્ડ ડેટ આ સપ્તાહે..

Dividend Stock : ટીવીએસ હોલ્ડિંગ્સ લિમિટેડના ઈન્વેસ્ટરો માટે સારા સમાચાર છે. કંપની 1 શેર પર 94 રૂપિયાનું ડિવિડેન્ડ આપી રહી છે. એટલે કે કંપની આગામી સપ્તાહે એક્સ-ડિવિડેન્ડ સ્ટોક તરીકે ટ્રેડ કરશે.

Dividend Stock : શેર બજારમાં આ સપ્તાહે ઘણી કંપનીઓ એક્સ-ડિવિડેન્ડ ટ્રેડ કરશે. આ કંપનીઓના લિસ્ટમાં ટીવીએસ હોલ્ડિંગ્સ લિમિટેડ (TVS Holdings Ltd)પણ સામેલ છે. કંપનીએ યોગ્ય ઈન્વેસ્ટરોને એક શેર પર 94 રૂપિયાનું ડિવિડેન્ડ આપવાની જાહેરાત કરી છે. નોંધનીય છે કે બજારમાં કંપનીનું પ્રદર્શન છેલ્લા એક વર્ષમાં શાનદાર રહ્યું છે. આવો ડિવિડેન્ડ માટે વિગતવાર જાણીએ.

ક્યારે છે રેકોર્ડ ડેટ?

21 માર્ચે કંપનીની બોર્ડ મીટિંગ યોજાઈ હતી. આ બેઠકમાં નક્કી થયું કે 5 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા એક શેર પર 1880 ટકાનું ડિવિડેન્ડ આપવામાં આવશે. એટલે કે કંપની યોગ્ય ઈન્વેસ્ટરોને 1 શેર પર 94 રૂપિયાનું ડિવિડેન્ડ આપશે. કંપનીએ તે માટે રેકોર્ડ ડેટ 2 એપ્રિલ નક્કી કરી છે. એટલે કે જે ઈન્વેસ્ટરોનું નામ આ દિવસે કંપનીની રેકોર્ડ બુકમાં રહેશે તેને ડિવિડેન્ડનો લાભ મળશે.

Dividend Stock
Dividend Stock

બોનસ શેર આપી ચૂકી છે કંપની

ચાલૂ નાણાકીય વર્ષમાં કંપની પ્રથમવાર ડિવિડેન્ડ આપી રહી છે. આ પહેલા કંપની 2 ફેબ્રુઆરી 2023માં એક્સ-ડિવિડેન્ડ ટ્રેટ કર્યો હતો. ત્યારે કંપનીએ એક શેર પર 59 રૂપિયાનું ડિવિડેન્ડ આપ્યું હતું. નોંધનીય છે કે વર્ષ 2009માં કંપનીએ બોનસ શેર પણ આપ્યો છે. ત્યારે કંપનીએ યોગ્ય ઈન્વેસ્ટરોને 1 શેર પર 1 શેર બોનસ આપ્યો હતો.

આ પણ વાંચો : Share Market : 1 શેર પર 1 શેર બોનસ આપી રહી છે કંપની, 6 મહિનામાં પૈસા કર્યાં ડબલ…

શેર બજારમાં છેલ્લા છ મહિનામાં કેવું રહ્યું છે કંપનીનું પ્રદર્શન

શુક્રવારે કંપનીના શેરનો ભાવ 0.64 ટકાની તેજીની સાથે 8159.50 રૂપિયા પર હતો. છેલ્લા છ મહિના દરમિયાન કંપનીના શેરની કિંમતમાં 50 ટકાની તેજી જોવા મળી છે. તો છેલ્લા એક વર્ષમાં કંપનીએ 120 ટકાનું રિટર્ન આપ્યું છે. પરંતુ ટીવીએસ હોલ્ડિંગ્સ લિમિટેડના શેરના ભાવમાં છેલ્લા એક મહિનામાં 10 ટકાનો ઘટાડો થયો છે.

Dividend Stock
Dividend Stock

આ પણ વાંચો : Umiyamata : રામ મંદિર બાદ હવે અમેરિકામાં ગૂંજ્યો જય ઉમિયાનો નાદ, ન્યૂયોર્કનું ટાઈમ્સ સ્ક્વેર ગુંજી ઉઠ્યું..

Dividend Stock : કંપનીનો 52 વીક હાઈ 9685 રૂપિયા અને 52 વીક લો 3063.64 રૂપિયા પ્રતિ શેર છે. કંપનીનું માર્કેટ કેપ 16508.37 કરોડ રૂપિયા છે.

Dividend Stock
Dividend Stock

MORE ARTICLE : Weather Forecast : એપ્રિલમાં ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે, આંધી-વંટોળ સાથે ત્રાટકશે વરસાદ …

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *