દિશા વાકાણીનો દીકરો પહેલી જ વાર જોવા મળ્યો, શિવમંદિરમાં પરિવાર સાથે પૂજા કરી..વાયરલ થઇ તસવીરો અને વિડિયો

દિશા વાકાણીનો દીકરો પહેલી જ વાર જોવા મળ્યો, શિવમંદિરમાં પરિવાર સાથે પૂજા કરી..વાયરલ થઇ તસવીરો અને વિડિયો

લોકપ્રિય ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા ઘણાં સમયથી ચાહકોનું મનોરંજન કરી રહી છે. આ સિરિયલમાં 2017થી દયાભાભી એટલે કે દિશા વાકાણી જોવા મળતી નથી. હાલમાં જ સો.મીડિયામાં દિશા વાકાણીનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં દિશા વાકાણી પરિવાર સાથે જોવા મળે છે.

સો.મીડિયામાં દિશા વાકાણીનો વીડિયો વાઇરલ થયો

સો.મીડિયામાં દિશા વાકાણી મંદિરમાં હોય તેવો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયો મહાશિવરાત્રિનો છે. દિશા વાકાણી શિવ મંદિરમાં પતિ તથા બે સંતાનો તથા પરિવારના અન્ય સભ્યો સાથે જોવા મળે છે. દિશા વાકાણીના ખોળામાં દીકરો હોય છે અને દીકરી સ્તુતિ પતિ મયુર પડિયાના ખોળામાં બેઠી હોય છે. વાઇરલ વીડિયોમાં દિશા વાકાણીનો દીકરો મસ્તી કરતો જોવા મળ્યો હતો. દિશા વાકાણીના દીકરો પહેલી જ વાર જોવા મળ્યો છે.

 

સો.મીડિયા યુઝર્સે કહ્યું, દયાભાભી પરત આવો

વાઇરલ વીડિયોમાં દિશા વાકાણીનો લુક ઘણો જ બદલાયેલો લાગે છે. સો.મીડિયા યુઝર્સે દિશા વાકાણીને સિરિયલમાં પરત ફરવાની રિક્વેસ્ટ કરી છે.

પતિ સાથે દિશા વાકાણી.

2015માં લગ્ન કર્યાં

દિશાએ 2015માં મુંબઈના CA મયૂર પડિયા સાથે લગ્ન કર્યા હતા. દિશાએ 2017માં નવેમ્બર મહિનામાં દીકરી સ્તુતિને જન્મ આપ્યો હતો. દિશાએ ઓક્ટોબર, 2017થી મૅટરનિટી બ્રેક લીધો હતો. દિશા છ મહિનાના બ્રેક બાદ શોમાં પરત ફરવાની હતી. જોકે તે આજદિન સુધી પાછી આવી નથી.

દીકરી સ્તુતિ સાથે દિશા.

ગયા વર્ષે દીકરાની માતા બની

દિશા વાકાણીએ ગયા વર્ષે એટલે કે 2022માં દીકરાને જન્મ આપ્યો હતો. આ દરમિયાન અનેકવાર એ વાત વહેતી થઈ હતી કે દિશા વાકાણી શોમાં પરત ફરશે.

‘તારક મહેતા..’ના એક સીનમાં દિલીપ જોષી સાથે દિશા.

ઓક્ટોબર, 2017થી શોમાં જોવા મળી નથી

દિશા વાકાણી ‘તારક મહેતા..’માં 2008થી જોડાયેલી છે. દિશાએ ઓક્ટોબર, 2017થી મૅટરનિટી બ્રેક લીધો હતો. દિશા છ મહિનાના બ્રેક બાદ શોમાં પરત ફરવાની હતી. જોકે તે આજ દિન સુધી પાછી આવી નથી. આ દરમિયાન અનેકવાર એ વાતની ચર્ચા થઈ હતી કે દિશા વાકાણી શોમાં પરત ફરે છે. 2019માં ઓક્ટોબરમાં દિશા વાકાણી જોવા મળી હતી. એ સમયે દિશા વાકાણીએ ફોન પર જેઠાલાલ સાથે વાત કરી હતી. મીડિયા રિપોર્ટ્સના મતે, દિશાએ શોના એક એપિસોડદીઠ 1.5 લાખ રૂપિયાની ડિમાન્ડ કરી છે. આ ઉપરાંત તેણે મેકર્સ પાસે શરત મૂકી છે કે તે દિવસમાં માત્ર ત્રણ કલાક જ શૂટિંગ કરશે, કારણ કે તે પોતાનો સમય પરિવારને આપવા માગે છે. જોકે પછી દિશા વાકાણી કે પ્રોડ્યુસર્સે આ અંગે કંઈ જ કહ્યું નહોતું.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *