Dipeshwari ma : ગુજરાતનું તેજોમય સ્થળ ફુલના ઢગલાની પાસે દૈવત આકાશવાણી થઈ, એક ચુંદડી કરે છે મનોકામના પૂર્ણ

Dipeshwari ma : ગુજરાતનું તેજોમય સ્થળ ફુલના ઢગલાની પાસે દૈવત આકાશવાણી થઈ, એક ચુંદડી કરે છે મનોકામના પૂર્ણ

Dipeshwari ma : બાયડ તાલુકામાં ઊંટરડા ગામમાં માઝૂમ નદીના કિનારે વડલાના વૃક્ષ નીચે માં દીપેશ્વરી બિરાજમાન છે. શક્તિનો અવતાર દિપેશ્વરી માતાજીનું મંદિર આશરે 500 વર્ષ જૂનો ઇતિહાસ ધરાવે છે
મા શક્તિના અનેક અવતાર
શક્તિનો એક અવતાર મા દિપા
બાયડના ઊંટરડામાં બિરાજમાન મા દીપેશ્વરી

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં ઊંટરડા ગામમાં માઝૂમ નદીના કિનારે વડલાના વૃક્ષ નીચે માં દીપેશ્વરી બિરાજમાન છે. શક્તિનો અવતાર દિપેશ્વરી માતાજીનું મંદિર આશરે 500 વર્ષ જૂનો ઇતિહાસ ધરાવે છે. જે અનેક શ્રધ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. માતા દીપેશ્વરી તમામ શ્રદ્ધાળુઓની માનતા પૂર્ણ કરતા હોવાની છે માન્યતા છે. એક દીકરી કેવી રીતે માતાજી બનીને શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ કરે છે.

Dipeshwari ma
Dipeshwari ma

વડલાના વૃક્ષ નીચે માતા દીપેશ્વરી બિરાજમાન

દેવ-દેવીઓની આ પવિત્ર ભુમિમાં ભક્તોના સંકટ હરવા દેવી શક્તિએ જુદા-જુદા રૂપ ધારણ કરી વિશ્વને માનવ કલ્યાણની ભાવના અર્પી છે. મા શક્તિ જુદા જુદા રૂપ ધરી જગદંબા, મહાકાલી, સરસ્વતી, પાર્વતી, ખોડિયાર, બહુચર, ચામુંડા એમ જુદા જુદા નામોથી ઓળખાઈ પુજનીય બન્યા છે પણ અંતે તો તે મા શક્તિનો અવતાર એક જ છે. એવી જ એક શક્તિનો અવતાર એટલે માં દિપાં.. “દિપેશ્વરી” માતાજીનું મંદિર અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના નાના એવા ઊંટરડા ગામમાં આવેલું છે.. આશરે 500 વર્ષ જૂનો ઇતિહાસ ધરાવતું માં દીપેશ્વરીનું મંદિર અનેક શ્રધ્ધાળુઓના આસ્થાનું કેન્દ્ર છે. માઝૂમ નદીના ખળખળ વહેતા પાણીના કિનારે વડલાના વૃક્ષ નીચે માતા દીપેશ્વરી બિરાજમાન છે.

વટવૃક્ષની વડવાઈઓ સાથે દીપા નીચે પટકાયા

એક બાળકી જે વિશ્વમાં જ્ઞાનનો પ્રકાશ પાથરી શકે તેવા કુળમાં જન્મ નામ દીપાં, જન્મથી જ જેનું મુખ દિપ સમાન ઉજ્જવળ, ભાલે ચમકતું તેજ, રૂપરૂપની અંબાર જાણે સ્વર્ગમાંથી દેવલોકની પરી ઉતરી હોય. લોક વાયકા મુજબ માઝુમ નદીના તટે સહેલીઓ સાથે દીપા વડવાઈઓને પકડીને હીંચકા ખાતી હતી એવામાં એકાએક વટવૃક્ષની વડવાઈઓ સાથે દીપાં નીચે પટકાઈ અને દીપાના પડવાના સ્થાને સુગંધીત ફુલોનો ઢગ ખડકાઈ ગયો અને દીપાં અદ્શ્ય બની ગઈ.

આ પણ વાંચો : Dwarka ના દરિયામાં સિગ્નેચર બ્રિજ તૈયાર આ તારીખે PM મોદી કરશે ઉદ્ઘાટન, જાણો શું છે ખાસિયત…

ચમત્કારિક દ્રશ્ય જોઈને બાળકીઓ દોડતાં ઘરે જઈ દીપાના માતાપિતાને ગભરાતાં હૃદયે હકિકતથી વાકેફ કર્યા, ધ્રુસકે ધ્રુસકે રડતા દીપાના માતાપિતા ફુલના ઢગલાની પાસે ગયા ત્યાં જ દૈવત આકાશવાણી થઈ “સંતાપ કરીશ નહીં મારી આજ્ઞાએ તારી કુવારીકા દીપાં દિવ્ય શક્તિ હોઈ ચીર વિદાય લીધી છે. જે તારા કુળનો, ગામનો તથા અન્ય ભક્તોનો ઉધ્ધાર કરશે. શ્રદ્ધાના પ્રતિક રૂપે જગમાં પુજ્યમાન બનશે. અને વિકટ પળોમાં જે એનું સ્મરણ કરશે તેના દુઃખો તે દૂર કરશે.

માં દીપેશ્વરી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે

 

Dipeshwari ma
Dipeshwari ma

આકાશવાણી સાથે દિવ્ય તેજ પ્રગટ્યુ, માતાપિતાને તથા એકઠી થયેલી માનવ મેદનીને દ્રઢ વિશ્વાસ થયો અને ફુલના ઢગલાની જગ્યાએ ગામ લોકોએ ભેગાં મળી વાજતે ગાજતે દીપ- ધુપ- પ્રસાદી ધરાવી પુજન વિધિ કરી અને ત્યાં નાનકડુ દેરું બનાવ્યું ત્યારથી માતા દીપેશ્વરીની પૂજા અર્ચના કરવામાં આવે છે. ઊંટરડા ગામે બિરાજમાન માં દીપેશ્વરીમાં ભક્તો અતૂટ શ્રદ્ધા ધરાવે છે અને નિયમિત માતાજીના દર્શન કરવા આવે છે.. ગર્ભગૃહમાં બિરાજમાન માં દીપેશ્વરીની મૂર્તિનુ તેજ અલૌકીક છે માતાજીનો મહિમા અને ભક્તોની શ્રદ્ધા અકલ્પનીય છે. માં દીપેશ્વરી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે.

રવિવાર, મંગળવાર અને પૂનમના દિવસનું ભક્તોમાં અનેરુ મહત્વ રહેલું છે

Dipeshwari ma
Dipeshwari ma

અરવલ્લી જીલ્લામાં બાયડના માં દીપેશ્વરી મંદિરે જે લોકોની માનતા પૂરી થાય તે સાડલા સાડી આપે છે. જે મંદિર ધ્વારા જ્યાં સમૂહ લગ્ન હોય ત્યાં ગરીબ દીકરી ઓને આપવામાં આવે છે. મંદિર તરફથી પુનમ અને મેળાના દિવસે વિશેષ આયોજન કરવામાં આવે છે અને 10 હજાર કરતા વધુ લોકોને મફતમાં જમાડવામાં આવે છે.

ભાવિકભક્તો દૂરદૂરથીમાં ના દર્શને આવે છે. માતા દીપેશ્વરી નિઃસંતાન દંપતિઓને દર્શન માત્રથી ઇચ્છીત ફળની પ્રાપ્તિ કરાવતા હોવાની પણ ભક્તોમાં માન્યતા રહેલી છે..માતાજી પરની અતૂટ શ્રદ્ધાને લઈ રવિવાર, મંગળવાર અને પૂનમના દિવસનું ભક્તોમાં અનેરુ મહત્વ રહેલું છે.

આ પણ વાંચો : Success Story : 3 મહિનામાં બનાવી દીધી ₹9,800 કરોડની કંપની! જાણો દેશના સૌથી યુવા અબજોપતિ વિશે

મનોકામના પૂર્ણ થાય છે

 

Dipeshwari ma
Dipeshwari ma

માતાજીના ભક્તો પોતાની મનોકામનાઓ માતાજી સમક્ષ રાખતા હોય છે,, ભક્તોની મન ઇચ્છીત મનોકામના પૂર્ણ થતાં મનાતા પૂર્ણ કરવા માટે આવતા હોય છે મંદિરે રવિવાર અને પૂનમના દિવસે સદાવ્રત ચલાવવામાં આવે છે. જેમાં ભક્તો માનો પ્રસાદ લઈ ધન્યતા અનુભવે છે. ચૈત્ર અને આસોની નવરાત્રિના દિવસોમાં ભક્તો માં ના ગરબા રમી માં ની આરાધના કરે છે. માતાજીના પ્રાગટય દિવસ વૈશાખ સુદ છઠે ભક્તો મોટી સંખ્યામાં દીપેશ્વરી માતાજીના દર્શને ઉમટે છે.. પૂર્ણિમા અને રવિવારના દિવસે ભક્તો પગપાળા ચાલતા આવીને માતાજીના દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરે છે.

Dipeshwari maની મૂર્તિનુ તેજ અલૌકીક

 

માતાજીના મંદિરમાં પ્રવેશતા જ વિશાળ દરવાજો બનાવવામાં આવ્યો છે. મંદિરનું વિશાળ પરિસર અને તેમાં આવેલો વિશાળ વડલો મંદિરની શોભામાં વધારો કરે છે.. ગર્ભગૃહમાં બિરાજમાન માતાજીની આખોમાંથી વરસતી અપાર અમીદ્રષ્ટિ ભક્તો પર સદાય વરસતી રહેતી હોવાની માન્યતા છે.

માતાજીની અખંડ જ્યોત સદાય પ્રજ્વલિત રહે છે.. મંદિરના દરવાજા પર માતાજીની હિંચકે ઝુલતી હોય તેવી સુંદર મૂર્તિ આવેલી છે. મંદિરની અંદરના ભાગે ગુંબજ ઉપર માના સુંદર ચિત્રો બનાવવામાં આવ્યા છે જે ચિત્રો જોતા માઁ ના સાક્ષાત દર્શન થતા હોવાની ભક્તોને અનુભૂતિ થાય છે. દીપેશ્વરી માતાજીના મંદિરે ગુજરાત તેમજ રાજસ્થાનથી પણ ભાવિકો દર્શન અને માનતા કરવા આવતા હોય છે.

જૂની ચુંદડી વડલાના વૃક્ષે બાંધી નવી ચુંદડી લેવાની માન્યતા

માતાજીના પ્રાગટય દિવસે મંદિરે ભવ્ય પાટોસત્વનું આયોજન કરાવામાં આવે છે.. માતાજી પ્રત્યેની ભાવિકોની અપાર શ્રદ્ધા હોવાથી તે વારંવાર અચૂક દર્શને આવતા હોય છે.. ભક્તોના ધસારાને જોતા મંદિર ટ્રસ્ટ દ્વારા અન્નક્ષેત્ર અને ધર્મશાળાની સુવિધા પણ કરવામાં આવી છે..

જેનો ભક્તો મોટી સંખ્યામાં લાભ લે છે. માઝૂમ નદી કાંઠે વિશાળ વડલાના વૃક્ષ નીચે બિરાજમાન માં દીપેશ્વરી અનેક ભક્તોના દુઃખ-દર્દ દૂર કરી આસ્થાનું કેન્દ્ર બની રહ્યા છે. ભાવિકો માટે નારિયેળ વધેરવાની પણ સુદર વ્યવસ્થા કરવામાં આવી છે. માઈ ભક્તો મંદિરથી લઇ ગયેલી ચુંદડી જ્યારે જૂની થાય છે ત્યારે તે ચુંદડી મંદિર પાસે આવેલા વડલાના વૃક્ષ પાસે બાંધે છે અને ફરી નવી ચુંદડી લઇ જાય છે..

more article : Gupta Navratri : આજથી શરૂ થઈ રહી છે ગુપ્ત નવરાત્રી 9 દિવસ સુધી ભૂલથી પણ ન કરવા જોઈએ આ કામ..

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *