સાયકલ પર જઈને ઘરે-ઘરે સાડી વેચતા હતાં દિલીપ જોશી, જુઓ તેમનાં પરિવાર સાથેની સુંદર તસ્વીરો
ટીવી નો સૌથી પોપ્યુલર શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” સુપરહિટ કોમેડી શો માંથી એક છે. શો ના દરેક કિરદારને લોકો ખુબ જ પસંદ કરે છે. છેલ્લા ૧૩ વર્ષોથી લોકોનાં દિલ પર રાજ કરનાર શો ના મુખ્ય કિરદાર જેઠાલાલને તેમની એક્ટિંગનાં કારણે ઘરે-ઘરે જાણવામાં આવે છે. આ શો ના લીધે જ દિલીપ જોશીને એક ઘરેલુ નામ મળી ગયું છે. દરેક ઉંમરનાં લોકો તેમની કોમેડીને પસંદ કરે છે પરંતુ શું તમે જાણો છો કે જેઠાલાલ એટલે કે દિલીપ જોશીનાં જીવનમાં એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે તેમની પાસે કરવા માટે કંઈ કામ નહોતું. તેનો ખુલાસો તેમણે જાતે કર્યો છે.
દિલીપ જોશીનો આ વિડીયો એકવાર ફરીથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો પહેલાની વાત કરી રહ્યા છે. આ શો પહેલા તેમનો ખરાબ સમય ચાલી રહ્યો હતો. દિલીપ જોશીનો જન્મ ૨૬ મે ૧૯૬૮ ના રોજ ગુજરાતનાં પોરબંદરમાં થયો હતો. આજે તે ૫૩ વર્ષના છે. તે ૧૨ વર્ષની ઉંમરથી થિયેટરમાં કામ કરી રહ્યા છે. તેમનાં કરિયરની શરૂઆત વર્ષ ૧૯૮૯ માં થઈ હતી. તેમણે ફિલ્મોમાં પોતાનું કરિયર ૧૯૮૯ ની ફિલ્મ “મૈને પ્યાર કિયા” માં એક નાના કાર્યકાળથી શરૂ કર્યું હતું, જેમાં તેમણે સલમાન ખાનનાં ઘરમાં એક નોકરની ભુમિકા નિભાવી હતી.
આ સિવાય પણ તેમણે ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું છે અને સાથે જ નાના પડદા પર એટલે કે ટીવી જગતમાં પણ કામ કરવાનું શરૂ કર્યું. જેઠાલાલ એટલે કે દિલીપ જોશીની જબરદસ્ત ફેન ફોલોઇંગ છે. દિલીપ એક સારા અભિનેતા છે. સુખ-દુઃખ તો બધાનાં જીવનમાં આવે છે. તેમનાં જીવનમાં પણ એક દુઃખદ સમય આવ્યો હતો. એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે તેમની પાસે નોકરી નહોતી. આ સમય કઈ નાનો નહી પરંતુ દોઢ વર્ષનો હતો. “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” માં આવ્યા પહેલા તેમણે ઘણી બધી ફિલ્મો અને ટીવી શો માં કામ કર્યું છે પરંતુ બાદમાં એક સમય એવો આવ્યો જ્યારે તેમની પાસે દોઢ વર્ષ સુધી નોકરી નહોતી.
તેમણે આ વાત પોતાનાં એક ઇન્ટરવ્યુમાં કહી હતી. એક ઇન્ટરવ્યુમાં દિલીપ જોશીએ પોતાનાં જીવનનાં સંઘર્ષ વિશે કહ્યું હતું. જ્યારે અસીત મોદીએ તેમને કહ્યું કે તે એક શો બનાવી રહ્યા છે. તો હું આ વાત સાંભળીને ખુબ જ ઉત્સાહિત હતો. મને સૌથી પહેલા અસિત મોદી એ જેઠાલાલ કે તેનાં પિતા ચંપકલાલની ભુમિકાની ઓફર આપવામાં આવી હતી પરંતુ તેમને અંતમાં જેઠાલાલની ભુમિકા માટે સિલેક્ટ કરવામાં આવ્યા હતાં.
તેમણે તેનાં વિશે વાત કરતા કહ્યું હતું કે, મેં બંને ભુમિકા વિશે વિચાર્યું અને અંતમાં જેઠાલાલની ભુમિકા કરવા માટે વિચાર્યું કારણ કે જેઠાલાલ જે મુળરૂપથી એક કૈરી કેચર હતો, પાતળો હતો અને ચાર્લી જેવી મુછો વાળો હતો અને હું તેવો બિલકુલ પણ નહોતો. બાદમાં મેં કહ્યું કે, “હું જેઠાલાલની ભુમિકા નિભાવવાની કોશિશ કરી શકું છું”. આ રીતે આપણને જેઠાલાલનાં રૂપમાં દિલીપ જોશી મળ્યા.
એક ઇન્ટરવ્યુમાં દિલીપ જોશી એ પોતાનાં સ્ટ્રગલનાં સમય વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “જેઠાલાલનો કિરદાર નિભાવતા પહેલા મારી પાસે દોઢ વર્ષ સુધી કોઈ કામ નહોતું. જે સિરિયલમાં હું કામ કરી રહ્યો હતો, તે બંધ થઈ ગઈ હતી અને નાટક પણ સમાપ્ત થઈ ગયા હતાં. મારી પાસે દોઢ વર્ષ સુધી કોઈ કામ નહોતું. તે મારા જીવનનો સૌથી મુશ્કેલ સમય હતો. તે સમયે મને સમજમાં નહોતું આવી રહ્યું કે હું આ ઉંમરમાં શું કરી શકું છું પરંતુ ભગવાનની કૃપાથી મને આ સીરીયલ મળી”.
દિલીપ જોશી એટલે કે જેઠાલાલની આ વાતો આપણને શીખ આપે છે કે આપણા સ્ટ્રગલનાં સમયમાં ધીરજ રાખવી જોઈએ. બધા લોકોનાં જીવનમાં ખરાબ સમય આવે છે અને આ ખરાબ સમયમાં ધીરજથી કામ લેવું જોઈએ અને પોતાનાં સારા સમયમાં વિનમ્ર બનીને રહેવું જોઈએ તો જ જીવનમાં કંઈક અલગ અને ખાસ કરી શકાય છે. બધા લોકોએ પોતાનાં જીવનમાં ધીરજ જાળવી રાખવી જોઈએ અને પોતાના સારા સમય માટે પ્રયાસ કરતા રહેવું જોઈએ.
દિલીપ જોશી આજે પોતાની પત્નિ અને બે બાળકો સાથે પોતાનાં પરિવાર સાથે મુંબઈમાં રહે છે. તેમનું મુળ ગામ ગુજરાતનાં પોરબંદરથી ૧૦ કિલોમીટર દુર ગોસા ગામ છે. દિલીપ જોશીએ ૧૨ વર્ષની ઉંમરમાં થિયેટરમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું.
તેમણે પોતાના કરિયરમાં પહેલીવાર એક નાટકમાં એક મુર્તિમાં અભિનય કરવો પડ્યો હતો. તેમણે જાતે જ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેમણે પોતાના જીવનના પહેલાં નાટકમાં ૫ થી ૭ મિનિટ માટે એક મુર્તિનો અભિનય કર્યો હતો. ૫૩ વર્ષના દિલીપ જોશીની પત્નિનું નામ જયમાલા જોશી છે. તે બંનેને એક દિકરી નિયતિ અને એક દિકરો ઋત્વિક છે. આ કપલનાં લગ્નને ૨૦ વર્ષથી પણ વધારે સમય થઈ ગયો છે.