દીકરાના મૃત્યુ પછી પુત્રવધુ એકલવાયું જીવન જીવતી હતી તો સાસુ-સસરાએ પુત્રવધૂને પોતાની દીકરી માનીને તેના બીજા લગ્ન કરાવી સમાજમાં એક નવી રાહ ચીંધી.

દીકરાના મૃત્યુ પછી પુત્રવધુ એકલવાયું જીવન જીવતી હતી તો સાસુ-સસરાએ પુત્રવધૂને પોતાની દીકરી માનીને તેના બીજા લગ્ન કરાવી સમાજમાં એક નવી રાહ ચીંધી.

આપણો દેશ જુદા જુદા સમાજનો બનેલો છે અને આ બધા જ સમાજમાં ઘણા એવા દાખલાઓ રોજે રોજ જોવા મળે છે જેનાથી બધા જ લોકોને પ્રેરણા પણ મળતી હોય છે. આજે આપણે એક એવા જ દાખલા વિષે જાણીએ જેની વિષે જાણીને બધા જ લોકો ખુશ થઇ જશો.

એક પરિવારમાં દીકરાનું મૃત્યુ થઇ જતા તેના માતા-પિતાએ પુત્ર વધુને દીકરી માનીને તેના બીજા લગ્ન કરાવીને તેનું નવું જીવન આપ્યું.આ કિસ્સો મધ્યપ્રદેશના ખાંડવા જિલ્લાનો છે, અહીંયા એક સાસુ-સસરાએ તેમની વિધવા વહુ માટે એક યુવક શોધીને તેના લગ્ન કરાવ્યા હતા.

ખરગોનના રહેવાસી રામચંદ્ર રાઠોડ અને ગાયત્રી રાઠોડના દીકરા અભિષેકનું પાંચ વર્ષ પહેલા નિધન થઇ ગયું હતું. તો તેની પત્ની મોનીકા પાંચ વર્ષોથી એકલવાયું જીવન જીવી રહી હતી, લગ્ન પછી આ દંપતીને ૭ વર્ષની દીકરી દિવ્યાંશી હતી.

પણ પતિના મૃત્યુ પછી મોનીકા તેની દીકરી સાથે એકલવાયું જીવન જીવવા લાગી હતી, તો મોનિકાને તેના સાસુ-સસરાએ પોતાની દીકરી માની લીધી અને તેના બીજા લગ્ન કરાવવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ તેઓએ મોનીકા માટે વર શોધવાનું ચાલુ કર્યું હતું અને અંતે તેમની શોધ પુરી થઇ ગઈ. આમ યોગ્ય મુરતિયો ખાંડવામાં રહેતા દિનેશ હતા.

તેમની પત્ની સ્મિતાને પણ કોરોના થઇ ગયો હતો તો કોરોના કાળમાં તેમનું મૃત્યુ થઇ ગયું હતું. દિનેશભાઈને પણ બે દીકરીઓ છે. આમ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે તે પણ યોગ્ય જીવનસાથી શોધી રહ્યા હતા, આમ બંનેની સંમતિથી ખંડવાના ગાયત્રી મંદિરમાં બંનેએ લગ્ન કરીને તેમનું દામ્પત્યજીવન શરુ કર્યું હતું. આમ આ લગ્ન બાદ સાસુ-સસરાએ તેમની વહુને ભીની આંખે સાસરે વળાવી હતી.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *