સુરતમાં લોકોના ઘરે કામ કરતી વિધવા માતાની દીકરી પોતાની મહેનતથી ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષામાં ૯૯.૯૯ ટકા લાવીને માતાની મહેનતને સાચી સાર્થક કરી.
મહેનત કરવા વાળા લોકોને કોઈ દિવસે મોટો પર્વત પણ નડતો નથી, જે લોકો મહેનત કરે છે તે તેમના જીવનમાં સફર બનતા હોય છે. આવી જ એક ઘટના સુરત શહેરથી જોવા મળી છે, જ્યાં લોકોના ઘર કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી વિધવા માતાની દીકરીએ ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષામાં ૯૯.૯૯ ટકા મેળવીને માતાની આંખોમાં હરખના આંસુ લાવી દીધા છે.
આ મહિલાનું નામ ઉજ્વલા પાટીલ છે અને તેઓ છેલ્લા ઘણા સમયથી સુરતમાં રહે છે. તેમને ત્રણ બાળકો છે, પતિના મૃત્યુ બાદ તેમના બાળકોની બધી જ જવાબદારી એકલા હાથ પર આવી ગઈ છે. તો તેઓએ લોકોના ઘરે ઘરકામ કરવાનું ચાલુ કરી દીધું અને આવી પરિસ્થિતિમાં તેમના બાળકોની તમામ જરૂરિયાતો પણ સાથે સાથે પુરી કરી હતી.
જેમાં તેઓની પાસે આવક ઓછી હોવાથી તેઓએ તેમના બાળકોને સરકારી શાળામાં અભ્યાસ કરાવ્યો હતો> તેઓએ તેમની દીકરી જાગૃતિને સારો એવો અભ્યાસ કરાવ્યો હતો તો દીકરીએ કોઈ પણ જાતના ટ્યુશન વગર જાત મહેનત કરીને કમાલ કરી દીધો. આ દીકરીએ ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષામાં કોઈ પણ જાતના ટ્યૂશન વગર જ ૯૯.૯૯ ટકા લાવીને બધા લોકોને ચોંકાવી દીધા હતા.
જયારે દીકરીના રિઝલ્ટ વિષે માતા ઉજ્વલા બેનને જાણ થઇ તો માતાની આંખોમાં હરખના આંસુ વહેવા લાગ્યા હતા. જાગૃતિએ તેમની માતાની મહેનતને સાચી સાર્થક કરી દીધી હતી. હવે દીકરીને આગળ પણ અભ્યાસ કરવો છે જેનાથી તે તેના જીવનમાં સરકારી અધિકારી બની શકે અને નોકરી મેળવીને તેમની માતાને સારું જીવન પણ આપી શકે.