ડાયમંડ કિંગ સવજીભાઈ ધોળકિયાનું નવું હરિકૃષ્ણ સરોવર,જુઓ વિડિયો અને ફોટાઓ..

ડાયમંડ કિંગ સવજીભાઈ ધોળકિયાનું નવું હરિકૃષ્ણ સરોવર,જુઓ વિડિયો અને ફોટાઓ..

જો આપણે ગુજરાત રાજ્યની વાત કરવામાં આવે તો અહીંયા લોકો ફરવા અને ખાવા પીવાના ખૂબ જ વધારે શોખીન છે. જ્યારે પણ લોકોને નાનકડું એવું વેકેશન મળે છે ત્યારે તેઓ ફરવા માટે જતા રહે છે. આવી પરિસ્થિતિમાં આજે અમે તમને એક એવી જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં તમે પરિવાર સાથે પિકનિક ઉપર જઈ શકો છો. આ સ્થળ લોકોની સુખાકારી માટે બનાવવામાં આવ્યું છે.

હાલમાં થોડા સમય પહેલા સુરતના ડાયમંડ તરીકે ઓળખાતા એવા સવજીભાઈ ધોળકિયા એ અમરેલી જિલ્લાની અંદર આવેલા પોતાના વતન દુધાળા ગામની બનાવેલા હરિકૃષ્ણ સરોવરની અંદર સમય પસાર કર્યો હતો અને ત્યાં તેઓએ ફ્લાઈંગ બોર્ડની પણ મજા લીધી હતી. ધોળકિયા વારંવાર પોતાના સામાજિક કાર્યોને લઈને ચર્ચામાં રહે છે.

તમને ખાસ જણાવી દઈએ કે સવજીભાઈ ધોળકિયા એ પોતે આ તમામ ફોટાઓ facebook ઉપર શેર કર્યા હતા અને જેમાં એકદમ સરળ પોશાકની અંદર સવજીભાઈ ધોળકિયા દેખાઈ રહ્યા છે. સવજીભાઈએ પોતાના આકર્ષક વ્યવસાયને બોલીથી યુવાનોની અંદર એક આશા ઊભી કરી દીધી છે. ધોળકિયા સુરતની અંદર હરિકૃષ્ણ એક્સપોર્ટ નામની એક કંપની ચલાવી રહ્યા છે

ચાલો આપણે હરિકૃષ્ણ સરોવર વિશે જાણીએ, સરોવર અમરેલી જિલ્લાની અંદર આવેલા લાઠી તાલુકાના દુધાળા ગામની અંદર આવેલું છે. જે સવજીભાઈ ધોળકિયા એ પોતાના સ્વખર્ચે નિર્માણ કર્યું છે. હરિકૃષ્ણ સરોવરનું લોકાર્પણ દરમિયાન વિજયભાઈ રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા અને સવજીભાઈ ની મહેનત ના લીધે આ ગામની અત્યારે સાવ રોનક બદલાઈ ગઈ છે

તમને ખુબજ જાણીને આશ્ચર્ય થશે કે, સવજીભાઈએ પોતાના ગામની અંદર એક પણ રૂપિયાનો ફંડ લીધા વગર પોતાના સ્વખર્ચે 280 વીઘા ની અંદર આ પ્રકારના મોટા સરોવરનું નિર્માણ કર્યું છે. આ સરોવરનું નિર્માણ કરવામાં આશરે ૧૨૦ દિવસ જેટલો સમય લાગ્યો હતો અને જે કાર્ય 260 જેટલા મજૂરોએ પૂર્ણ કર્યું છે.

તમને જણાવી દઈએ કે આ સરોવરને લીધે દુધાળા સહિત આસપાસના ગામની અંદર પાણીની અગવાડ હવે આવનારા સમયની અંદર ઊભી થશે નહીં અને આ સરોવર પ્રવાસનું એક આકર્ષણનું કેન્દ્ર પણ બની ગયું છે. સવજીભાઈ ની મહેનતને લીધે આજે ખેડૂતો પણ પાણીને લીધે ખૂબ જ સારી એવી ખેતી કરી રહ્યા છે

સવજી ભાઈ એ નિર્માણ કરેલા આ સરોવરનું નામ હરિકૃષ્ણ સરોવર છે અને તેમાં તમે વોટર રાઇટિંગ તેમજ બોટિંગ રાઇડિંગ સહિતની ઘણી બધી રાઈટ્સ નો અનુભવ લઈ શકો છો. સાથે આસપાસ ની અંદર પ્રકૃતિનો અલગ પ્રકારનો નજારો પણ તમે માની શકો છો. સરોવરની બાજુમાં બગીચાનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. અને તે સરોવરને વધુ આકર્ષિત બનાવે છે

 

ખાસ જણાવી દઈએ કે અમરેલી જિલ્લા થી હરિકૃષ્ણ સરોવર ફક્ત 30 km દૂરના અંતરે આવેલું છે અને જ્યાં તમે ફરવા માટે પણ પ્લાન બનાવી શકો છો તેમજ આ સરોવર સવજીભાઈ ધોળકિયા એ પોતાના મૂળ વતન દુધાળા ને ભેટ આપી છે. ખૂબ જ વિશાળ છે અને ખૂબ જ ભવ્ય રીતે બનાવવામાં આવ્યું છે. સવજી ભાઈ ધોળકિયા ના આ કાર્યને તમે કેવી રીતે જુઓ છો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો

 

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *