ગુજરાતના ખુબજ જાણીતા હાસ્ય કલાકાર “ધીરુભાઈ સરવૈયા” ગુજરાતના આ ગામ થી છે…!, જોવો ધીરુભાઈ સરવૈયાના બંગલાના ખાસ ફોટાઓ..!

ગુજરાતના ખુબજ જાણીતા હાસ્ય કલાકાર “ધીરુભાઈ સરવૈયા” ગુજરાતના આ ગામ થી છે…!, જોવો ધીરુભાઈ સરવૈયાના બંગલાના ખાસ ફોટાઓ..!

ગુજરાતની ધરતી ઉપર અત્યાર સુધીમાં અનેક અભિનેતા અને કલાકારો એ જન્મ લીધો છે. ગુજરાતી કલાકારો એ ગુજરાતી લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિ ને માત્ર ગુજરાતના નહી પરંતું દેશ અને વિદેશમાં પણ પ્રસરાવી છે.

આજના સમયમાં ભાગ્યે જ એવા કોઈ કલાકાર હશે, જેઓ લોકપ્રિય હોવા છતાં ખૂબ જ સામાન્ય જીવન જીવી રહ્યા હોય, કોઈપણ કલાકાર માટે લોકપ્રિયતા મેળવી કોઈ સામાન્ય વાત નથી, કલાકાર પોતાની કળાના જોરે કોઈ લોકોના દિલને જીતી લેતા હોય છે. આજે આપણે ગુજરાતના ખૂબ જ જાણીતા અને પ્રખ્યાત એવા હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

જ્યારે ગુજરાતી કોમેડી ની વાત કરવામાં આવે ત્યારે, લોકોના મોઢે પહેલું નામ ધીરુભાઈ સરવૈયા નું આવે છે. પરંતુ ધીરુભાઈ સરવૈયા ના અંગત જીવન વિશે મોટાભાગના લોકો અજાણ હશે. તમને જણાવી દઈએ કે ધીરુભાઈ સરવૈયા ગુજરાતના ખૂબ જ જાણીતા અને લોકપ્રિય હાસ્ય કલાકાર છે. આજે આપણે આ લેખ ની અંદર ધીરુભાઈ સરવૈયા ના જીવન વિશે કેટલીક અંગત વાતો જાણીશું.

સૌથી પહેલા વાત કરીએ તો, ધીરુભાઈના પરિવાર માં ધીરુભાઈ ના પિતા તેમજ તેમની પત્ની તેમ જ પરાણે પુત્ર દિલીપ અને તેની દીકરી પણ છે. ધીરુભાઈ ની વાત કરીએ તો, ધીરુભાઈ સરવૈયા ગુજરાત ની અંદર આવેલા લોધિકા તાલુકાના ખીરસરા ગામે પોતાના પરિવારની સાથે રહે છે. જાણવા મળી રહ્યું છે કે ધીરુભાઈ સરવૈયા નો પરિવાર ખીરસરા ગામે ત્રણ બીએચકે ના ઘરની અંદર રહે છે અને ચાર કિલોમીટરના અંતરે ધીરુભાઇનો હાઉસ પર આવેલું છે.

ધીરુભાઈએ પોતાના ફાર્મ હાઉસ માં પણ એક પાકું ઘર બનાવ્યું છે. ધીરુભાઈ સરવૈયા કાર્યક્રમ ઉપરાંતના સમય માં પોતાના નાના ટેકટર દ્વારા પોતાના ફાર્મ હાઉસની અંદર ખેતી પણ કરે છે.

તમને ખાસ જણાવીએ કે ધીરુભાઈ સરવૈયા એ પોતાના ગામ ખીરસરા માં પ્રાથમિક શિક્ષણ અને ધોરણ ચાર સુધીનો અભ્યાસ કર્યો છે. ધીરુભાઈ સરવૈયા ને પોતાના વર્ષની અંદર મળેલા સંગીતને કારણે ધીરુભાઈ સરવૈયા નાનપણથી દુઆ અને છંદ તેમજ ભજન ગીતો ગાતા હતા.

સમય જતાં ધીરુભાઈ હાસ્ય કલાકાર બની ગયા હતા અને આજના સમયમાં ધીરુભાઈ સરવૈયાના હાસ્ય કલાકાર તરીકે ઓળખી રહ્યા છે. ધીરુભાઈ સરવૈયા ની કોમેડી વિડિયો આજે માત્ર ગુજરાત નહિ પણ દેશ અને વિદેશમાં પણ ખૂબ જ લોકપ્રિય બની છે. આજના સમયમાં સૌ કોઈ લોકો ધીરુભાઈને હાસ્ય કલાકાર તરીકે ઓળખી રહ્યા છે, ધીરુભાઈ સરવૈયા ની આજની સફળતા ની પાછળ ઘણા બધા વર્ષો નો સંઘર્ષ છુપાયેલો છે.

ધીરુભાઈ સરવૈયા એ રોજના પંદર રૂપિયા ના પગારે, આર કે ફ્લોજીંગ પ્લાન્ટ માં ધીરુભાઈ સરવૈયા નોકરી કરી હતી. આ ઉપરાંત ધીરુભાઈ સરવૈયા ને માલવિયા કોલેજ ની અંદર એક કાર્યક્રમ દરમિયાન સૌથી પહેલા એમને દસ રૂપિયા મળ્યા હતા. ધીરુભાઈ સરવૈયા એ માત્ર ૧૮ વર્ષની ઉંમરે રાશિ અને લોક વાર્તા જેવા મોટા સ્ટેજ પ્રોગ્રામો આપ્યા હતા.

ધીમે ધીમે ધીરુભાઈ સરવૈયા નું નામ હાસ્ય કલાકાર તરીકે ખૂબ જ જાણીતું બન્યા પછી, તેમને ધીમે ધીમે કાર્યક્રમ મળવા લાગ્યા હતા. વર્ષ ૧૯૯૩ ની અંદર ધીરુભાઈ હેમંતભાઈ ચૌહાણ ની સાથે સૌથી પહેલા અમેરિકાની અંદર પોતાનો હાસ્ય કાર્યક્રમ કર્યો હતો. અત્યાર સુધીમાં ધીરુભાઈ સરવૈયા ઘણા બધા કાર્યક્રમો કરી ચૂક્યા છે અને તેઓએ ઇંગ્લેન્ડ, દુબઈ, તેમાં સિંગાપુર સહિતના દેશની અંદર ૫0થી વધારે કાર્યક્રમો વિદેશમાં આપી ચૂક્યા છે.

ધીરુભાઈ સરવૈયા અત્યાર સુધીમાં છેલ્લા 31 વર્ષમાં, 50થી વધારે આલ્બમ માં કામ કરી ચૂક્યા છે અને અત્યારે ધીરુભાઈ સરવૈયા મહિનાની અંદર 12 થી 15 જેટલા કાર્યક્રમો કરી રહ્યા છે. ધીરુભાઈ સરવૈયા નો સારામાં સારું કામ એ છે કે, તેઓ સેવાકીય કાર્યો માટેના કાર્યક્રમની ફી લેતા નથી.

તેમજ માત્ર દસ રૂપિયાની શરૂઆતથી ધીરુભાઈ સરવૈયા એ વાત કરી હતી અત્યારે ૬૦ હજારથી લઈને ૧.૫૦ લાખ રૂપિયા સુધીની ફી વસૂલ કરે છે. ખરેખર ધીરુભાઈ સરવૈયા ખૂબ સાધારણ જીવન જીવી રહ્યા છે.

 

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *