રાતના દોઢ વાગ્યે બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ લગ્ન અંગે કર્યો મોટો ખુલાસો, કહ્યું વધુ લોકોને નહીં બોલાવી શકું.

રાતના દોઢ વાગ્યે બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ લગ્ન અંગે કર્યો મોટો ખુલાસો, કહ્યું વધુ લોકોને નહીં બોલાવી શકું.

છતરપુર જિલ્લાના બાગેશ્વરધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર ભરાયો હતો. લાંબા સમય બાદ બાગેશ્વરધામ પહોંચેલા ધીરેન્દ્ર શાસ્ત્રીના આશીર્વાદ લેવા માટે ભક્તોની ભારે ભીડ ઊમટી હતી. શાસ્ત્રીજી અડધી રાતે ભક્તોની ભીડને મળવા બહાર નીકળ્યા હતા.

રાતના દોઢ વાગ્યે ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાનાં લગ્ન અંગે ખુલાસો કર્યો હતો. 26 વર્ષના ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાનાં લગ્નને લઇ મોટો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે તેઓ ખૂબ જલદી લગ્નનાં બંધનમાં બંધાશે.

121 ગરીબ કન્યાઓના સામૂહિક વિવાહ
બાગેશ્વરધામમાં 121 ગરીબ કન્યાઓના સામૂહિક વિવાહ થવાના છે. સમૂહ લગ્નનું આ ચોથું વર્ષ છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું કે આ સમૂહ લગ્નમાં નવ દંપતીઓને કાર અને બાઇક છોડી ગૃહસ્થીનો બધો સામાન આપવામાં આવશે એટલે કે ટીવી, ફ્રીઝ, વોશિંગ મશીન, કૂલર, સોફા અને ડબલ બેડ ભેટ આપવામાં આવશે.

‘મહાપુરુષોએ ગૃહસ્થ જીવન વીતાવ્યું’
જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીને તેમનાં લગ્નને લઇ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે મારાં લગ્નની વાત ચાલતી રહે છે. હું કોઇ સાધુ કે મહાત્મા નથી. હું ખૂબ જ સામાન્ય વ્યક્તિ છું. હું મારા ઇષ્ટ બાલાજીનાં ચરણોમાં રહું છું. આપણા ઋષિઓની પરંપરામાં પણ ઘણા મહાપુરુષોએ ગૃહસ્થ જીવન વીતાવ્યું છે.

ભગવાન પણ ગૃહસ્થમાં જ પ્રગટ થાય છે. હું પણ જલદી લગ્ન કરીશ, પરંતુ વધારે લોકોને નહીં બોલાવી શકું. કોણ સંભાળશે બધાંને એટલે બધાંને લગ્નનું લાઇવ પ્રસારણ કરાવી દઈશું. ધીરેન્દ્ર શાસ્ત્રી પાડોશી મુલ્ક પાકિસ્તાનમાં પણ રામકથા વાંચન કરશે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *