બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી પહોંચ્યા અંબાજી મંદિર… માતાજીના દર્શન કરી,કરી પૂજા અર્ચના
બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાતમાં ઘણી જગ્યાએ યોજાઇ રહ્યા છે ત્યારે તેઓ હાલમાં જ સુરત થી દરબાર યોજીને અમદાવાદ ખાતે પહોંચ્યા હતા. જ્યાં બાબા ને જોવા માટે મોટી સંખ્યામાં તેમના ભક્તો ઉમટી પડ્યા હતા. ખાસ સુરક્ષા માટે તેમને શ્રેણીની સુરક્ષા આપવામાં આવી હતી. સુરતમાં દિવ્ય દરબાર યોજીને તેઓ ગુજરાતના મુખ્ય યાત્રાધામ એવા અંબાજી ધામ પહોંચ્યા હતા. જ્યાં તેઓએ મા અંબાના આશીર્વાદ લઈ આગળના ભવિષ્ય માટેની પ્રાર્થના કરી હતી.
બાબાનો સુરતનો દિવ્ય દરબાર હંમેશા માટે યાદગાર રહેશે કારણ કે તેમને જોવા માટે લાખોની જનમેદની મા ભક્તો ઉમટી પડ્યા હતા. સુરતના આ દિવ્ય દરબારમાં લોક કલાકાર એવા શ્રી કિર્તીદાન ગઢવી પણ હાજર રહ્યા હતા. તેમને પણ બાબાના આશીર્વાદ લઇ ધન્યતા અનુભવી હતી બાબા એ પણ કિર્તીદાન ગઢવી ના ખૂબ વખાણ કર્યા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રીએ રવિવારે મા અંબાના આશીર્વાદ લઇ ધન્યતા અનુભવી હતી તેમને મંદિરમાં આરતી બાદ ગર્ભગૃહમાં ગુજરાતની પ્રજા માટે વિશેષ પ્રાર્થના કરી હતી.
બાબાની સુરક્ષા ખૂબ જ કડક કરવામાં આવી હતી. બાબાએ ભારતની સાથે સાથે સમગ્ર પાકિસ્તાનને પણ હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાત કરી હતી આ કાર્યમાં તેમને એ પણ કહ્યું હતું કે આપ સૌના સાથની જરૂર છે આપના વગર કંઈ પણ વાત શક્ય નથી.
બાબાએ અંબાજી ધામમાં બપોર ની આરતી નો પણ લાભ લીધો હતો. બાબા બાગેશ્વર ધામના દરબારો ગુજરાતના સુરત વડોદરા અમદાવાદ રાજકોટ જેવા શહેરમાં ભવ્ય થી અતિભવ્ય અંદાજમાં યોજવામાં આવ્યા હતા.
આ તમામ દરબારોમાં બાબાની ઝલક જોવા માટે લાખોની જનમેદની માં ભક્તો આવ્યા હતા. બાબાએ એ પણ કહ્યું હતું કે કોઈ પણ પાખંડી કે ઢોંગીની હવે ઘેર નથી હવે આપણે સૌ લોકો હિન્દુ રાષ્ટ્ર બનાવીને જ શાંતિથી બેસીશું.