ધસમસતી નદી પાર કરવા ચાલવા લાગ્યો યુવક… જોઈ ને લોકો રહી ગયા દંગ…

ધસમસતી નદી પાર કરવા ચાલવા લાગ્યો યુવક… જોઈ ને લોકો રહી ગયા દંગ…

સોશિયલ મીડિયા પર ઘણા ચોંકાવનારા વીડિયો સામે આવતા રહે છે. જેને જોઈને યુઝર્સના પગ નીચેથી જમીન સરકી જાય છે. હાલમાં જ વાયરલ થઈ રહેલા વીડિયોમાં આપણને આવું જ એક દ્રશ્ય જોવા મળી રહ્યું છે. જેને જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. જેમાં એક માણસ પહાડોની વચ્ચે ધસમસતી નદી પર બનેલો પુલ પાર કરવાનો પ્રયાસ કરતો જોવા મળે છે.

સામાન્ય રીતે, આપણે ભૂતકાળમાં સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો જોયા છે. જે દરમિયાન અનેક લોકો વહેતી નદી પાર કરવાનો પ્રયાસ કરવામાં સફળ રહ્યા હતા, જ્યારે મોટી સંખ્યામાં લોકો પાણીના પ્રવાહમાં વહી જતા જોવા મળ્યા હતા.

આવી સ્થિતિમાં, આ દિવસોમાં સોશિયલ મીડિયા પર સામે આવેલા એક વીડિયોમાં દેખાતા વ્યક્તિના કારનામાને જોઈ યુઝર દંગ રહી ગયા છે. જે ધસમસતી નદીને પાર કરવાનો પ્રયાસ કરતો જોવા મળે છે.

વાયરલ થઈ રહેલો વીડિયો ઈન્ડોનેશિયાનો જણાવવામાં આવી રહ્યો છે. વીડિયોમાં એક વ્યક્તિ નદી પરનો પુલ પાર કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ દરમિયાન નદીનું પાણી પૂલની ઉપરથી વહી રહ્યું છે, જેને જોઈને અનુમાન લગાવી શકાય છે કે એક નાની ભૂલ વ્યક્તિનો જીવ પણ લઈ શકે છે. આ વીડિયોને makassar_iinfo નામના ઈન્સ્ટાગ્રામ પેજ પર પોસ્ટ કરવામાં આવ્યો છે.

હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને યુઝર્સ વ્યક્તિને કહી રહ્યા છે. સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને સોશિયલ મીડિયા પર 81 હજારથી વધુ લાઈક્સ અને 50 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. યૂઝર્સ કોમેન્ટ કરતી વખતે સતત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે બહાદુરી અને મૂર્ખતા માં થોડો જ તફાવત છે.

 

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *