આ યુવકને વિદેશ જવાનું સપનું હતું, પોતાનું સપનું પૂરું કરવા માટે માં મોગલની માનતા રાખી, મોગલ માંની કૃપાથી યુવકનું સપનું પૂરું થયું, માનતા પૂરી કરવા યુવક મોગલધામ પહોંચ્યો ત્યારે…
માં મોગલ ના પરચા અપરંપાર છે તેમના દર્શન માત્રથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે. ત્યારે માં મોગલ પર અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ રાખવાથી માં મોગલ ભક્તોના દુઃખ દૂર કરે છે અને માં મોગલ કોઈને દુખી જોવા માંગતા નથી અને અનેકવાર પરચા બતાવ્યા કરે છે.
માં મોગલ ને અઢારે વરણની માતા માનવામાં આવે છે. ત્યારે માં મોગલ લાખો લોકોની પરચા બતાવ્યા છે. ત્યારે એવો જ એક કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં એક યુવક તેના 5000 રૂપિયા લઈને કબરાઉ થી આવેલા માં મોગલ ધામ એ તેની માનતા પૂરી કરવા માટે આવે છે.
આ યુવક માં મોગલ ધામ આવીને તેણે માનેલી માનતા પૂર્ણ થઈ હોવાથી 5000 રૂપિયા કબરાઉ સ્થિત બિરાજમાન એવા મણીધર બાપુ ના ચરણે અર્પણ કરે છે ત્યારે મણીધરબાપુએ તેની આશીર્વાદ આપતા પૂછ્યું કે આ શેની માનતા હતી.
ત્યારે યુવકે કહ્યું કે મને વિદેશ ભણવા માટે જવું છે તેથી વિદેશ જવાની તૈયારીઓ કરી રહ્યો હતો. તેથી મેં માનતા માની હતી કે વિદેશ જવા માટેની પરીક્ષામાં પાસ થઈ જાય તો કબરાઉ સ્થિત આવેલા મોગલધામ એ આવીને માં મોગલ ના ચરણે 5000 પણ કરીશ.
આ યુવકને માં મોગલ એ પરચો બતાવ્યો અને તે પરીક્ષામાં જ સારા માર્કસે પાસ થઈ ગયો હતો. તેથી બાપુએ યુવકની પાસેથી પૈસા લીધા અને તે પાંચ હજાર રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને યુવકને પાછા આપ્યા અને કહ્યું કે માં મોગલે તારી સાત ગણી માનતા સ્વીકારી છે અને તારા પૈસા તારી બેનને આપજે એટલે માં મોગલ ખૂબ જ રાજી થશે.
માં મોગલ અઢારે વરણની માતા છે ત્યારે માં મોગલ કોઈને દુખી જોવા મળતી નથી અને માં મોગલ ને તો કોઈ દાન-ભેટ ની જરૂર નથી એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે. તેથી જ કહેવાય છે કે દુનિયાનો અંત આવે છે ત્યાંથી માં મોગલ ની શરૂઆત થાય છે જય માં મોગલ.