ધન્ય છે આ યુવકની ભક્તિને, ધ્રાંગધ્રાનો આ યુવક છેલ્લા ૧૧ વર્ષથી આંખે પાટા બાંધીને ૧૧૦ KM ની પદયાત્રા કરીને માતાજીના દર્શન કરીને આર્શીવાદ લે છે.

ધન્ય છે આ યુવકની ભક્તિને, ધ્રાંગધ્રાનો આ યુવક છેલ્લા ૧૧ વર્ષથી આંખે પાટા બાંધીને ૧૧૦ KM ની પદયાત્રા કરીને માતાજીના દર્શન કરીને આર્શીવાદ લે છે.

ભારત દેશ એક ધાર્મિક દેશ છે, તે માટે દેશમાં રહેતા લોકોની ધર્મ અને પોતાના દેવી દેવતાઓ સાથે ખુબ જ મોટી આસ્થા જોડાયેલી હોય છે. તેથી લોકો પોતાના દેવી દેવતાઓને પ્રસન્ન કરવા માટે અને તેમના આશીર્વાદ મેળવવા માટે અનોખા સંકલ્પ કરતા હોય છે. હાલમાં એક તેવા જ અનોખા ભક્તની કહાની ધ્રાંગધ્રાથી સામે આવી હતી, જ્યાં એક ભક્તએ ચૈત્ર સુદ તેરસના દિવસે અનોખી રીતે માતાજીના દર્શન કર્યા હતા.

આ ઘટના આજે આખા દેશ માટે ચર્ચાનો એક વિષય બની ગયો હતો, ધ્રાંગધ્રાના આ ભક્તએ ધ્રાંગધ્રાથી પાટડી તાલુકાના ધામા ગામમાં આવેલા શક્તિ માતાના મંદિર સુધી આંખે પાટા બાંધીને અનોખી યાત્રા કરીને દરેક લોકોને ચોંકાવી દીધા હતા, આ ક્ષત્રિય યુવકે જણાવતા કહ્યું હતું કે તેમની આસ્થા માં શક્તિ સાથે ઘણા વર્ષોથી જોડાયેલી છે.

તે માટે આ યુવક છેલ્લા ૧૧ વર્ષથી આવી રીતે આંખે પાટા બાંધીને માતાજીના દર્શન કરવા માટે આવે છે, યુવકે જણાવતા કહ્યું હતું કે તેના ગામથી શક્તિ ધામ ૧૧૦ KM દૂર આવેલું છે, તો પણ તે યુવક તેના પોતાના ઘરેથી આંખે પાટા બાંધીને જાય છે, આ યુવક જ્યાં સુધી મંદિરે પહોંચતો નથી ત્યાં સુધી આંખના પાટા ખોલતો નથી, માતાજીની સામે ઉભો રહીને જ સૌથી પહેલા માતાજીના દર્શન કરે છે.

યુવકે જણાવતા કહ્યું હતું કે તેની મદદ માટે તેમના મિત્રો કે પરિવારમાંથી વ્યકતિઓ તેની સાથે આવતા હોય છે અને તેનો હાથ પડકીને છેક ૧૧૦ કિલોમીટર સુધી ચાલતા હોય છે, આ યુવકને રસ્તામાં ખાવા પીવા અને બીજી બધી જ ક્રિયાઓમાં મદદ પણ કરતા હોય છે, આ યુવકે જણાવતા કહ્યું હતું કે તેને આ યાત્રા કરવા માટે ત્રણ દિવસ જેટલો સમય લાગતો હોય છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *