devayat khavad : સરદાર પટેલ પર ટિપ્પણી મામલે દેવાયત ખવડે માંગી માફી: પ્રાયશ્ચિત માટે જુઓ ક્યાં મફતમાં ડાયરો કરવાનું કર્યું એલાન

devayat khavad : સરદાર પટેલ પર ટિપ્પણી મામલે દેવાયત ખવડે માંગી માફી: પ્રાયશ્ચિત માટે જુઓ ક્યાં મફતમાં ડાયરો કરવાનું કર્યું એલાન

દેવાયત ખવડે ફરી એકવાર પાટીદાર સમાજની માફી માંગી છે. અગાઉ ડાયરામાં દેવાયત ખવડે સરદાર વલ્લભભાઈ પટેલને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. જે બાદ હવે devayat khavadને આ અંગે ભારે પસ્તાવો થઈ રહ્યો છે. વાત જાણે એમ છે કે, નવરાત્રી દરમિયાન દેવાયત ખવડે જાહેર મંચ પરથી પાટીદાર સમાજની માફી માંગી હતી. જે બાદ હવે ફરી એકવાર અમરેલીના ચમારડી ગામે યોજાયેલ એક કાર્યક્રમમાં માફી માંગી અને સરદાર પટેલની જન્મ જયંતીએ મફતમાં ડાયરા કરવાનું એલાન કર્યું છે.

devayat khavad
devayat khavad

શું કહ્યું devayat khavad ?

લોકસાહિત્યકાર દેવાયત ખવડે કહ્યું કે, આજથી વર્ષો પહેલા મે કરેલી ભૂલ..વાલ્મીકિએ કરેલ ભૂલનું પ્રાયશ્ચિત કર્યું તો વાલિયા લૂંટારામાંથી વાલ્મીકિ બની ગયા. મને એમ લાગ્યું કે, ક્યાંક મારી ભૂલ હશે. મારે ભૂલને સ્વીકારવી પડે. જેમને દેશ માટે બલિદાન આપ્યું અને હું દરેક સમાજ માટે હિન્દુત્વની વાત કરતો હોય તો મારી ભૂલનું પ્રાયશ્ચિત મારે કરવું પડે.

પાટીદાર નવરાત્રીમાં મારા મિત્રોએ મને આમંત્રિત આપ્યું અને મને કીધું ખાલી વિડીયો બનાવો… પણ મે કીધું એમ વિડીયો નહીં, ભૂલ જાહેરમાં કરી છે તો ખવડ એની માફી જાહેરમાં માંગે.

આ પણ વાંચો : Suratમાં પૂર્વ પ્રેમીની કરતૂત, પ્રેમ સંબંધ બાંધવાનું દબાણ કરી યુવતીની છેડતી અને પજવણી કરતો, પોલીસે આવી રીતે મતિ ઠેકાણે પાડી

દેવાયત ખવડે કહ્યું કે, હ્યદયથી કહું છું, કોઈ આવેશમાં આવી ને નથી બોલતો. આજે એક પ્રતિજ્ઞા લઈને જાઉ છું કે, ભારત વર્ષમાં ગુજરાતના કોઈપણ ખૂણામાં, ભારતવર્ષના કોઈપણ ખૂણામાં કે આઉટ ઓફ કન્ટ્રીમાં જ્યાં જ્યાં સરદાર વલ્લભભાઈની જન્મજયંતી ઉજવાતી હશે અને મને આમંત્રણ હશે ત્યાં એક પણ રૂપિયો પ્રોગ્રામનો લઉંને તો મને ત્યાંની માટી ખપે. એમને વંદન કરવા માટે હું આવીશ. હું ત્યાં ડાયરો કરવા આવીશ અને વલ્લભભાઈની વાતો હકથી અને વટથી કરીશ.

devayat khavad
devayat khavad

પાટીદાર નવરાત્રીમાં પણ ખવડે માંગી હતી માફી

દેવાયત ખવડે પાટીદાર નવરાત્રી મહોત્સવમાં પાટીદાર સમાજની માફી માગી આ માફીનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે અને આ માફી માગવાનું કારણ આજથી સાત આઠ વર્ષ પહેલાની એક ઘટના બાબતનું છે. દેવાયત ખવડે કહ્યું હતું કે, આજથી સાત આઠ વર્ષ પહેલાં સ્ટેજ પરથી એક સ્ટેટમેન્ટ દ્વારા મારાથી પાટીદાર સમાજની લાગણી દુભાણી હતી આ બાબતે હું પાટીદારની માફી માગું છું.

આ પછી આઠ વર્ષના અરસામાં એક એક કલાક નહીં પરંતુ કલાક સુધી સરદાર વલ્લભભાઈ પટેલને વાંચ્યા બાદ ડાયરામાં સારા પ્રસંગો કહ્યા છે. પણ માઈન્સ પોઇન્ટ દુનિયાને પહેલા દેખાય છે આપ પણ જાણો છો અને હું પણ જાણું છું, ત્યારે દેશના ભલા માટે થઈને અને દેશના પાયાના પથ્થર બનીને દેશના હિત માટે પહેલા ઝૂપડા પર નજર કરીને ઈમારત પછી જોઈ એવા વ્યક્તિ એટલે લોખડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ. હું હદય પૂર્વક હું આપ સૌની માફી માગું છું.

બીજી એક વાત કોઈ કલાકાર સમાજથી મોટો નથી હોતો અને હું એવો કલાકાર બનવા પણ નથી માંગતો કે સમાજથી હું મોટો થઈ જાવ. સમાજથી જ કલાકાર ઉજ્જળા હોય છે અને સરદાર પટેલ વદનીય છે, હું સમાજની માફી ચાહું છું.

more article  : ડાયરા માં માયાભાઈ આહિર એવું બોલ્યા કે દેવાયત ખવડે બે હાથ જોડી ગયા,વાયરલ થઈ રહ્યો છે આ વીડિયો..

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *