જમીન નો એકપણ ટુકડો નાં હતો આજે કરોડોનાં માલિક દેવાયત ખવડ જીવે છે આવી વૈભવી જિંદગી, તસવીરો જોઈ ચકિત થઈ જશો ….
દેવાયત ખવડ ખુબ જ સફળ સાહિત્ય કલાકાર છે, તેમના ડાયરામાં લાખોની સંખ્યામાં ચાહકો ઉમટી પડતા હોય છે. તેમના કાર્યક્રમમાં હંમેશા વટ, ખુમારી અને દાતારીના દાખલા દેવાતા હોય છે.
સાથે તેઓ ભવ્ય આલીશાન જીવન જીવી રહ્યા છે. જોકે દેવાયત ખવડની આ સફળતા પાછળ તેમના ઘણાં વર્ષોનો સંઘર્ષ અને અથાક મહેનતનું પરિણામ છે.
દેવાયત ખવડ મૂળ દુધઈ ગામના રહેવાસી છે અને તેઓએ 1 થી 7 ધોરણ સુધી દુધઈમાં અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ તેઓ માધ્યમિક શાળામાં ભણવા માટે દૂધરેજથી 4 કિલોમીટર દૂર સડલા ગામમાં ગયા હતા.
પણ તેમણે ભણવામાં બિલકુલ રસ ન હતો અને ત્યારબાદ તેમણે ગાવાનું ચાલુ કર્યું હતું અને સૌ પ્રથમ તેઓ ઇશરદાન ગઢવીને ખૂબજ સાંભળતા હતા અને ત્યારબાદ તેઓ આટલા આગળ આવ્યા છે.
તેમજ દેવાયત ખવડે તેમના જીવનમાં ઘણી વધી મુશ્કેલીઓનો સામનો કર્યો છે અને ત્યારબાદ તેઓએ આજે આવું નામ બનાવી લીધું છે.
તેમની ભૂતપૂર્વ વાત કરીએ તો દેવાયત ખવડના પિતા પહેલા મજૂરી કરતા હતા અને જ્યારે દેવાયત ખવડનું જન્મ થયો હતો ત્યારે તેમની પાસે એક પણ વિઘુ જમીન ન હતી અને તેમના પિતાજી ત્યારે મજૂરી કરીને ઘરનો ખર્ચ કાઢતા હતા અને તેમની પાસે રહેવા માટે મકાન પણ ન હતું.
ત્યારે જ દેવાયત ખવડની ફેમિલીએ ખૂબજ મહેનત કરી હતી અને ત્યારબાદ તેઓ આગળ વધ્યા હતા અને દેવાયત ખવડે એવું પણ કીધું છે કે આજે તેઓને આગળ આવ્યા છે તો એ માત્ર તેમના માતા પિતાના આશીર્વાદથી આગળ આવ્યા છે.
માતાજીની કૃપાથી આજે તેઓ આટલું સરસ સાહિત્ય બોલી શકે છે અને ગઇ શકે છે દેવાયત ખવડે એવુ પણ કીધું છે કે તેમના માતા પિતા હંમેશા સચ્ચાઈના માર્ગે ચાલ્યા છે અને તેની કારણે જ આજે દેવાયત ખવડ ખૂબ પ્રસિદ્ધ થઈ ગયા છે.
તેમજ દેવાયતના પિતાનું નામ હતું દાનભાઈ ખવડ હતું અને તેમના દાદાજીનું નામ સાદુલભાઈ ખવડ હતું ત્યારબાદ તેમના પ્રોગ્રામ વિશે વાત કરવામાં આવે તો તેઓ જ્યાંરે 1 થી 7 ધોરણ દૂધઈમાં ભણતા હતા.
ત્યારે કોઈ ફંકશન હોય તો તેમાં પણ તે હાજરી આપતા ન હતા કારણ કે ત્યારે તેમણે એવું થતું હતું કે આટલા બધા વિધાર્થીઓ વચ્ચે તેઓ કેવી રીતે બોલી શકશે અને જેના કારણે તેઓ આવા ફંક્શનમાં રહેતા ન હતા પણ ત્યારબાદ તેઓ માધ્યમિક શાળામાં ગયા હતા અને સડલા ગામમાં જતા હતા.
જે દુધઈથી 4 કિલોમીટર દૂર હતું અને ત્યા દેવાયત ખવડ સાઇકલ લઈને અપડાઉન કરતા હતા અને દેવાયત ખવડે એવું પણ જણાવ્યું છે કે જ્યારે દેવાયત ખવડનો સુવિચાર બોલવાનો વારો આવતો ત્યારે તેઓ શાળાએ જ જતા ન હતા.
ત્યારબાદ દેવાયત ખવડને ભણવાનો પણ બિલકુલ રસ ન હતો અને તેમણે એવું થયું કે આ બધા લોકો કેવી રીતે બોલતા હશે અને ત્યારે જ દેવાયત ખવડે ગાવાનું નક્કી કરી લીધું હતું અને તમણે ભજન એવું ગાવાનું ચાલુ કર્યું હતું.
ત્યારબાદ તેઓ એકલા એકલા ગાવા લાગ્યા હતા અને બધા કલાકારોને જોઈને તેમના જેવું શીખવા લાગ્યા હતા અને દેવાયત ખવડ હંમેશા વીરરશની જ વાતો કરતા જોવા મળ્યા છે અને હમેશાં તરો યુવાનોને સાચા માર્ગે ચાલતા શીખવાડે છે અને યુવાનોને તેઓ ખૂબ જ પ્રેમ કરે છે.
તેમજ દેવાયત ખવડ સોનબાઈ માતાજીને ખૂબ જ માને છે અને તેઓ તેમના દરેક પ્રોગ્રામમાં સોનબાઈની વાતો કરતા જોવા મળ્યા છે તેમજ તેમને આટલા આગળ લાવવામાં સોનબાઈનો જ હાથ રહેલો છે.
તેવું પણ તેઓ કહેતા હોય છે અને તેમના મિત્રોની વાત કરીએ તો તેઓ પણ તેમણે ખૂબ જ પ્રેમ કરે છે અને રાજભા ગઢવી,ગીતાબેન રબારી,હકાભા ગઢવી વગેરે સાથે તેઓ પ્રોગ્રામમાં જોવા મળતા હોય છે અને તેમનો સ્વભાવ પણ કલાકારો સાથે ખૂબ જ સારો છે.
આમ જ દેવાયત ખવડ આજે ખૂબ જ પ્રસિદ્ધ થઈ ગયા છે અને હાલમાં તેઓ એક મોટા કલાકાર બની ગયા છે દેવાયત ખવડના ફ્રેન્ડો પણ હાલમાં ખૂબ જ વધી ગયા છે અને દેવાયત ખવડ એક ખૂબ જ સરસ સાહિત્ય કલાકાર છે.
દેવાયત ખવડે સૌ પ્રથમ હનુમાન જયંતિનો પ્રોગ્રામ કર્યો હતો અને તેમાં જ તેમના ઘણા ચાહકો બની ગયા હતા અને તેમની એન્ટ્રી ત્યારથી જ પડવા લાગી હતી ત્યારબાદ દેવાયત ખવડને પ્રોગ્રામો કરવાની લગની લાગી હતી અને જ્યારે તેઓ એક પ્રોગ્રામમાં થાનગઢની પાસે સોનગઢ ગયા હતા.
ત્યારે તેમણે સરસ ગાયું હતું અને પ્રોગ્રામ પૂરો થયો ત્યારે જ તેમણે એક ચારણ ભરતદાન ગઢવીની મુલાકાત થઈ હતી અને તેમણે દેવાયત ખવડના વખાણ કર્યા હતા અને તેમણે દેવાયત ખવડને પ્રોગ્રામ આપવાની પણ ઓફર કરી હતી.
તેમનો આજે પણ દેવાયત ખવડ તેમનો આભાર માને છે કારણ કે દેવાયત ખવડ સૌ પ્રથમ સોનલમાની તેમજ રાજપૂત સમાજની અને ચારણ સમાજની દાતારીની એવી વાતો કરતા હતા ત્યારબાદ તેઓ દુહા, છંદ એવું બોલતા હતા.
હાલમાં દેવાયત ખવડનું નામ ખૂબ જ મોટું બની ગયું છે અને દેવાયત ખવડને ખમીરવંતી વાતો કરવાનું વધારે પસંદ છે.
તેઓ એવું પણ કહે છે કે ખમીરવંતી વાતો કરવાથી યુવાનોમાં જોશ આવી જાય એ માટે દેવાયત ખવડને ખુમારી, શોર્ય, વટ અને ખમીરવંતીની વાતો કરવાનું વધારે પસંદ કરે છે.કારણ કે યુવાનો તેમણે દિલથી સાંભળે છે અને એટલા માટે જ દેવાયત ખવડ યુવાનોને ખૂબ જ પ્રેમ કરે છે.
તેમજ દેવાયત ખવડે ઝવેરચંદ મેઘાણીની રચનાઓ અને મહારાણા પ્રતાપનો ઇતિહાસ દેવાયત ખવડે તેજસ્વી શૈલીમાં ખૂબ જ સરસ રજૂ કર્યો છે અને ઇતિહાસને વર્તમાન પ્રેરણાદાયી બનાવવાનું કામ સારી રીતે પૂરું કરી રહ્યા છે.
ત્યારબાદ વાત કરવામાં આવે તો દેવાયત ખવડ તેમના પ્રોગ્રામમાં હંમેશા વીરરશની જ વાતો કરતા જોવા મળ્યા છે અને હંમેશા તેઓ યુવાનોને ટકોર કરતા રહે છે તેઓ ડાયરામાં સાહિત્ય,દુહા,છંદ વગેરે મોજ કરાવતા હોય છે.
દેવાયત ખવડ આજે ખૂબજ મોટા કલાકાર બની ગયા છે અને દેવાયત ખવડ એવું પણ કહે છે કે તેમણે સ્ટેજ પર કોઈક વાર ભૂલ થતી હોય છે.
ત્યારે તેમણે કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહીર તમણે આ વિશે જ્ઞાન આપતા હોય છે અને તેમજ એક વાત એ પણ છે કે માયાભાઈ આહીરના બંને દીકરા દેવાયત ખવડના ચાહક છે અને જે તેમણે ખુબજ પ્રેમ કરે છે.