પોણા બે લાખ રૂપિયા પગાર હોવા છતાં પણ અમદાવાદના આ કાકા સાયકલ લઈને ફરે છે,કારણ જાણીને ચોકી જશો…
મિત્રો હાલમાં સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ વાયરલ થતા હોય છે. મિત્રો દુનિયામાં ઘણા એવા લોકો હોય છે જે પોતાના જીવનમાં આગળ વધી જાય એટલે પોતાનું ભૂતકાળ સાવ ભૂલી જતા હોય છે. પરંતુ દુનિયામાં અમુક એવા પણ લોકો છે જે ભલે લાખો રૂપિયા કમાતા હોય પરંતુ પોતાનું સાદાઈ ભર્યું જીવન અને પોતાનું ભૂતકાળ કોઈ દિવસ ભૂલતા નથી.
આજે આપણે એક એવા કાકાના જીવન વિશે વાત કરવાના છીએ જેની વિશે જાણીને તમે પણ તેમની વાહ વાહ કરશો. મિત્રો આ કાકાનું નામ અમૃતભાઈ પટેલ છે અને તેઓ અમદાવાદના રહેવાસી છે. તમને જાણીને નવાઈ લાગશે કે દર મહિને પોણા બે લાખ રૂપિયા પગાર હોવા છતાં પણ આ કાકા હજુ સાયકલમાં ફરે છે અને ખૂબ જ સાદાય ભર્યું સામાન્ય જીવન જીવે છે.
મિત્રો તમને જણાવી દઈએ કે અમૃતભાઈ પોતાના પગારનો મોટેભાગનો હિસ્સો વિદ્યાર્થીઓના મદદ માટે ખર્ચે છે. એટલું જ નહીં પરંતુ તેમના પત્ની પણ ઘરે સીવણ કામ કરીને પૈસા ભેગા કરે છે જેના કારણે તેઓ વધુમાં વધુ સેવાકીય કાર્ય કરી શકે. અમૃતભાઈ પટેલ માંડલ તાલુકાના નાના ઉભરા ગામના વતની છે અને તેઓ હાલમાં અમદાવાદના નિકોલમાં રહે છે.
અમૃતભાઈ પટેલની નોકરીની વાત કરીએ તો તેઓ રેલવેમાં પાયલોટની નોકરી કરે છે. તેમનો મહિનાનો પગાર 175000 રૂપિયા છે. એટલો બધો પગાર હોવા છતાં પણ તેઓ આજે એક ખૂબ જ સાદાય ભર્યું જીવન જીવે છે. મિત્રો તમને જણાવી દઈએ કે તેઓ 33 વર્ષની ઉંમરથી પોતાના પગારનો મોટેભાગનો હિસ્સો ગરીબ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે આપી દે છે.
વધુમાં વધુ વિદ્યાર્થીઓને મદદ કરી શકે તે માટે અમૃતભાઈ પોતાના અંગત ખર્ચાઓ ઘટાડે છે અને એક સાદાએ ભર્યું જીવન જીવે છે. ભાઈને પોણા બે લાખ રૂપિયા પગાર હોવા છતાં પણ અમૃતભાઈ પૈસા બચાવવા માટે દરરોજ ઘરેથી 8 કિલોમીટર દૂર સાયકલ લઈને ઓફિસે જાય છે. તેઓનો પગાર એટલો છે કે તેઓ એક ફોરવીલ આરામથી ખરીદી શકે એમ છે.
પરંતુ તેઓ ફોરવીલ નથી ખરીદતા અને ગરીબ વિદ્યાર્થીઓને વધુમાં વધુ મદદ મળે તે માટે પૈસા બચાવે છે. મિત્રો તમને જણાવી દઈએ કે અમૃતભાઈએ અત્યાર સુધીમાં ગરીબ અને જરૂરિયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓને લાખો રૂપિયાની મદદ કરે છે. અમૃતભાઈની મદદ થી ઘણા વિદ્યાર્થીઓ ડોક્ટર બન્યા છે અને ઘણા લોકો એન્જિનિયર બન્યા છે અને અમૃતભાઈ ઘણા વિદ્યાર્થીઓને લેપટોપ પણ લઈ આપ્યા છે.