Ahmedabadમાં મહારાણા પ્રતાપના વંશજ સહિત 15 રાજવી વંશજોએ વિશ્વ ઉમિયાધામનું શિલાપૂજન કર્યું
Ahmedabadમાં વિશ્વ ઉમિયાધામનું શિલાપૂજન કરવામાં આવ્યું હતું. દેશના 15 રાજવી પરિવારના સભ્યોએ શિલાપૂજન કર્યું હતું. 31 ઓક્ટોબરે મુખ્યમંત્રીની હાજરીમાં રાજવી વારસદારોનો સન્માન સમારોહ યોજાશે.
મહારાણા પ્રતાપના વંશજ લક્ષ્યરાજસિંહ સહિત દેશના 15 રાજવી વારસદારોએ વિશ્વ ઉમિયાધામનું શિલાપૂજન કર્યું છે. વિશ્વ ઉમિયાધામ દ્વારા ભારતની આઝાદીના ઇતિહાસમાં પ્રથમ વખત દેશના રજવાડાઓનું એક મંચ પર સન્માન કરવામાં આવશે.
આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાના અભિયાન અંતર્ગત વિશ્વ ઉમિયાધામ ભારતની આઝાદીના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત અખંડ ભારતના શિલ્પી એવા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 149મી જન્મજયંતી નિમિત્તે Ahmedabadમાં સરદાર પટેલ રાષ્ટ્ર ચેતના મહા સંમેલનનું આયોજન કરી રહેલ છે.
જેની પૂર્વ સંધ્યાએ 30 ઓક્ટોબરના રોજ મહારાણા પ્રતાપના વંશજશ્રી મહારાજ કુમાર સાહબેશ્રી ડૉ. લક્ષ્યરાજસિંહજી મેવાડ – ઉદયપુર, રાજસ્થાન એવમ્ મહારાજા કૃષ્ણકુમાર સિંહજીના વંશજશ્રી મહારાજા રાઓલ સાહેબ વિજયરાજસિંહજી – ભાવનગર, ગુજરાત સહિત 12 રાજવી વારસદારોએ વિશ્વઉમિયાધામ ખાતે જગત જનની મા ઉમિયાની પુજા-અર્ચના અને આરતી કરી હતી.
આ સાથે જ 15 રાજવી વારસદારોએ વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા જગત જનની મા ઉમિયાના નિર્માણાધીન મંદિર શિલાનું પણ પૂજન કર્યું. આ અંગે વાત કરતા સંસ્થાના પ્રણેતા અને પ્રમુખ આર.પી. પટેલ જણાવે છે કે રાજવી વારસદારોની વિશ્વઉમિયાધામ ખાતે પધરામણીથી સામાજિક સમરસતાનું ઉદાહરણ ઉભું થયું છે.
ઈતિહાસમાં પ્રથમવાર કોઈ વૈશ્વિક સંસ્થા તરીકે વિશ્વઉમિયાધામ અખંડ ભારતમાં પોતાનું રાજ્ય સમર્પિત કરનાર રાજવીઓનું સન્માન કરી રહ્યું છે. અને 31 ઓક્ટોબરના દિવસે ઈતિહાસ રચાઈ રહ્યો છે.
જેમાં રાજ્યભરમાંથી દરેક સમાજના 1 લાખથી વધુ રાષ્ટ્ર પ્રેમી જનતા સરદાર સાહેબની જીવનગાથાનું રસપાન કરશે. સરદાર પટેલના જીવનની સિદ્ધાતોને સમજવા માટે તેમના સંકલ્પ સિદ્ધ પ્રસંગોમાંથી આજના યુવાનોને પ્રેરણા મળે તે હેતુથી સરદાર પટેલ ગૌરવગાથાનું આયોજન કરાયું છે.
more article : Civil Hospital : અમદાવાદ સિવિલ હોસ્પિટલને મળી વધુ એક સિદ્ધી : રાષ્ટ્રીય સ્તરના બે હેલ્થકેર એવોર્ડ