Deep Patel : UPSCની પરીક્ષામાં પાટીદાર યુવક દીપ પટેલે મેળવી ઝળહળતી સફળતા, વાંચો તેમના વિશે રસપ્રત વિગતો.
Deep Patel : નિષ્ફળતાથી ડરવું નહીં, તેમાંથી નવું શીખીને આગળ વધવું, આ સફળતાનો મંત્ર છે તાજેતરમાં લેવાયેલી યુપીએસસી પરીક્ષામાં પાસ થયેલા પાટીદાર યુવક દીપ પટેલનો. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) ની ફાઇનલ પરીક્ષામાં આ વખતે ગુજરાતના 25 ઉમેદવાર પાસ થયા છે. તેમા કુલ 8 પાટીદાર યુવકો પાસ થયા છે. તેમાનો એક દીપ પટેલ પણ છે. દીપ પટેલનો યુપીએસસીમાં ઓલ ઈન્ડિયા રેન્ક 776 છે.
Deep Patel : દીપ પટેલે ગુજરાતી જાગરણ સાથે ખાસ વાતચીત કરી હતી અને યુપીએસસી પરીક્ષાને લઈને પોતાની જર્ની શેર કરી હતી. દીપ પટેલ મુળ દસ્ક્રોઈ તાલુકાના પરઢોલ ગામના છે. છેલ્લા પાંચ વર્ષથી તેઓ યુપીએસસીની તૈયારી કરતા હતા. આ તૈયારી પાછળ રોજના તેઓ 8 કલાક વાંચન કરતા હતા.
Deep Patel : ફાઈનલ ઈન્ટરવ્યુમાં તેમને પોલીસ-ડિફેન્સ અને સુરક્ષાને લઈને સવાલો પુછવામાં આવ્યા હતા. સુરક્ષાને લઈને આજના સમયમાં આંતરિક અને બાહ્ય રીતે શું શું પડકારો છે. તેમા શું બદલાવ લાવવાની જરૂર છે વગેરે. આવો વિગતવાર જાણીએ કે દીપ પટેલને શું ભાવે છે અને ક્યાં ફરવા જવું ગમે વગેરે.
આ પણ વાંચો : UPSC Success Story : IITથી B.Tech કર્યું, સરકારી નૉકરી કરવાની સાથે પાસ કરી UPSC એક્ઝામ, હવે બનશે IRS..
નામ: દીપ પેટલ
ઉંમર: 31 વર્ષ
અભ્યાસ: મિકેનિકલ એન્જિનિયરિંગ
કેટલા વર્ષથી તૈયારી કરતા હતા: છેલ્લા 5 વર્ષથી
રોજ કેટલો સમય વાંચતા હતા: 8 કલાક
પરિવારમાં કોણ છે: તેઓ એક જ સંતાન છે.
પિતા: રાજેશકુમાર પટેલ, પ્રાઈવેટ જોબ કરતા હતા, હાલ નિવૃત છે.
માતા: રંજનબેન પટેલ હાઉસ વાઈફ.
ફેવરિટ ફૂડ: ખીચડી.
ફેવરિટ સ્થળ: ટ્રેકિંગમાં જવું ગમે છે.
ફ્રી સમયમાં શું કરો છો: વાંચન અને કવિતા લખું છું.
more article : Vadodara : કેનેડા જવા મુદ્દે ચાલુ કારમાં પતિ-પત્ની બાખડ્યા, ગાડી ભગાવી 4 લોકોને ફંગોળ્યા, 1નું મોત.