શિવ ભક્તે કસમ તોડી,55 વર્ષના કાકાએ 25 વર્ષની કન્યા સાથે લગ્ન કર્યા, કારણ જાણી ચોંકી જશો
દૌસા જિલ્લામાં ગત રાતે થયેલા એક લગ્ન હાલમાં ખૂબ ચર્ચામાં છે. આ લગ્નમાં વરરાજો 55 વર્ષનો વૃદ્ધ છે. જ્યારે દુલ્હન ફક્ત 25 વર્ષની છે. આ લગ્ન સોશિયલ મીડિયા પર હાલ ખૂબ ચર્ચાનો વિષય બનેલો છે. આ લગ્ન માટે કોઈ વૃદ્ધ વરરાજા માટે મીમ્સ બનાવી રહ્યા છે, તો અમુક દુલ્હન પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરતા દેખાઈ રહ્યા છે.
હકીકતમાં જોઈએ તો, દૌસા જિલ્લાના નવરંગ પુરા ગામના રહેવાસી બલ્લૂ રામ ઉર્ફ બલરામ અને નાપાના બાસની રહેવાસી વિનીતાના 3 મેના રોજ વિધિ વિધાન સાથે લગ્ન થયા હતા. 55 વર્ષિય વરરાજાએ 25 વર્ષિની કન્યા સાથે સાત ફેરા લીધા હતા અને સાત જન્મો સુધી સાથે રહેવાની કસમો પણ ખાધી હતી. હકીકતમાં આ લગ્ન ચર્ચાનો વિષય એટલા માટે બનેલી છે કેમ કે, વરરાજાની ઉંમર ખૂબ વધારે છે. તો વળી આ લગ્ન ચર્ચામાં રહેવાનું બીજૂ કારણ દિવ્યાંગ છે અને તે હાલી ચાલી શકતી નથી.
આવી રીતે બદલાયું લગ્ન કરવાનું મન
જ્યારે 55 વર્ષિયની ઉંમરે લગ્ન કરવાનું કારણ જાણવા માટે અમારી ટીમ વરરાજા બલ્લૂ રામને ઘરે પહોંચી તો, જાણવા મળ્યું કે, 33 વર્ષોમાં બલ્લૂ રામ ગામમાં જ ભગવાન શિવની પૂજા અર્ચના કરતા હતા અને ભોલે બાબાની ભક્તિના કારણે તેમના મનમાં ક્યારે લગ્ન કરવાનો વિચાર નથી આવ્યો. બલ્લૂ રામને સાત ભાઈ બહેન છે. પણ ઉંમરના અંતિમ પડાવમાં બલ્લૂ રામે લગ્ન કરવાનો નિર્ણય કર્યો.
વરરાજાએ જણાવ્યું કે, જ્યારે તેને ખબર પડી કે, નાપાના બાસની એક છોકરી દિવ્યાંગ છે અને તેના લગ્ન થતાં નથી, ત્યારે આવા સમયે ભલે 31 વર્ષ ભોલે બાબાની સેવા કરવામાં બલ્લૂ રામે લગાવ્યા પણ હવે દિવ્યાંગ દુલ્હનની સેવા કરવાનો નિર્ણય કર્યો છે.
વરરાજાની થઈ રહી છે ચર્ચા
આ બાજૂ દુલ્હનના પરિવારે જણાવ્યું કે, લગ્ન માટે ખૂબ પ્રયાસ કર્યા પણ ક્યાંયથી સંબંધ આવ્યો નહીં. સંબંધ આવ્યો પણ વરરાજો પણ દિવ્યાંગ હતો, જે વિનીતાની દેખરેખ રાખવા માટે અસમર્થ હતો. હવે જ્યારે નવરંગ પુરાથી બલ્લૂરામે લગ્ન કરવાનો નિર્ણય કર્યો, તો દુલ્હન પક્ષના લોકોએ આ લગ્ન માટે હા પાડી. ગત રાતે ધામધૂમથી લગ્ન થયા.
લગ્ન કરતા પહેલા વરરાજાએ સલૂનમાં જઈને બરાબર તૈયાર થયો હતો. ત્યાર બાદ તે પોતાના ગામમાં સાફો અને શેરવાની પહેરીને પરણવા માટે આવ્યો હતો.